Navsari: આકાશી આફતને પગલે નવસારી-સુરત હાઈવે બંધ, ધંધા-રોજગાર પર જતા લોકોને ભારે હાલાકી

ભારે વરસાદને પગલે NDRF અને SDRFની ટીમોએ દિલધડક રેસ્ક્યૂ ઓપરેશન પાર પાડ્યા અને અનેકના જીવ બચાવ્યા તો સ્થિતિ વણસતા નવસારીમાંથી 10 હજાર જેટલા લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.

Navsari: આકાશી આફતને પગલે નવસારી-સુરત હાઈવે બંધ, ધંધા-રોજગાર પર જતા લોકોને ભારે હાલાકી
Navsari-Surat highway closed
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 12, 2022 | 3:37 PM

આકાશી આફતને પગલે નવસારી (Navsari) ના હાલબેહાલ થયા છે અને અડધુ નવસારી હાલ પાણી (Water) માં છે. ક્યાંક રસ્તા પર નદી (River) ઓ વહી રહી છે તો ક્યાંક જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. નવસારીનો રિંગ રોડ, સુરત-નવસારી હાઇવે, કાશીવાડી અને વિરવાડ વિસ્તાર સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થયો છે. પૂર્ણા નદીમાં ઘોડાપૂરની સ્થિતિને પગલે અનેક વિસ્તારો જળમગ્ન થયા છે. તો 50 હજારથી વધુ લોકો પ્રભાવિત બન્યા છે. એક રીતે નવસારીમાં જ્યા જુઓ ત્યાં પાણી પાણીની જ સ્થિતિ જોવા મળી રહી છે. નવસારી-સુરત હાઈવે બંધ કરવામાં આવ્યો છે. પૂર્ણા નદીનું પાણી ફરી વળતાં હાઈવે પાણી પાણી થઈ ગયો છે. હાઈવે પરના ગામો સંપર્ક વિહોણા બન્યા છે. જનજીવન અસ્ત-વ્યસ્ત થઈ ગયું છે. ધંધા-રોજગાર પર જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. લોકોને ઘરમાં જ રહેવાની ફરજ પડી છે.

જિલ્લાની લોકમાતા ગણાતી પૂર્ણા અને અંબિકા નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઇ છે. નદીઓ ઉફાન પર છે. તો નાના મોટા ચેકડેમ પણ છલકાયા છે. નદીઓ ગાંડીતૂર બનતા નવસારી શહેર જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. તો ભારે વરસાદને પગલે NDRF અને SDRFની ટીમોએ દિલધડક રેસ્ક્યૂ ઓપરેશન પાર પાડ્યા અને અનેકના જીવ બચાવ્યા તો સ્થિતિ વણસતા નવસારીમાંથી 10 હજાર જેટલા લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે અને આ તમામને સરકારી શાળાઓમાં આશરો આપવામાં આવ્યો છે. સાથે જ પૂર પ્રભાવિત લોકો માટે ફૂડ પેકેટ તૈયાર કરવાની પણ કામગીરી શરૂ કરવામાં આવી છે.

નવસારીમાં અંબિકા નદીના જળસ્તરમાં વધારો થતા કેટલાક ગામ સંપર્ક વિહોણા થયા છે. રાજ્યના આદિજાતિ પ્રધાન નરેશ પટેલે બેટમાં ફેરવાયેલા ઘોલ ગામની મુલાકાત લીધી છે. નરેશ પટેલ અને સ્થાનિક આગેવાનો બોટમાં બેસીને ઘોલ ગામ પહોંચ્યા હતા. જ્યાં પ્રધાન અને સ્થાનિક આગેવાનોએ પૂર અસરગ્રસ્તોને જીવનજરૂરી ચીજવસ્તુઓનું વિતરણ કર્યું હતું.

આ પણ વાંચો

સમગ્ર દક્ષિણ ગુજરાતમાં મેઘતાંડવે ઠેર ઠેર તબાહી મચાવી છે. ત્યારે નવસારીના રૂસ્તમવાડી વિસ્તારમાં જળબંબાકાર વચ્ચે 70 વર્ષની વૃધ્ધાનું મોત થતા તેના મૃતદેહને હોડીમાં લઇ જવાની ફરજ પડી હતી. ધોધમાર વરસાદથી આખો વિસ્તાર પાણીમાં તરબોળ થતા સ્થાનિકોએ ફાયર વિભાગને જાણ કરી હતી જેને પગલે ફાયરની ટીમે મૃતદેહને બહાર કાઢવાની તજવીજ હાથ ધરી હતી અને હોડી દ્વારા મૃતદેહ બહાર કાઢી તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

Latest News Updates

પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
g clip-path="url(#clip0_868_265)">