Rajkot : કાલોલના ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણે જલારામ બાપા અને સાઈબાબા પર આપ્યું વાંધાજનક નિવેદન, સોશિયલ મીડિયા પર વીડિયો થયો વાયરલ
ભાજપના કાલોલના ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણ વીરપુરના જલારામ બાપા અને શીરડીના સાઈબાબા વિરુદ્ધ બેફામ બોલતા સાંભળવા મળ્યા છે.
ભાજપના કાલોલના ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણ વીરપુરના જલારામ બાપા અને શીરડીના સાઈબાબા વિરુદ્ધ બેફામ બોલતા સાંભળવા મળ્યા છે. સોશિયલ મીડિયામાં ફતેસિંહ ચૌહાણનું વાંધાજનક નિવેદન વાયરલ થતાં જ રઘુવંશી સમાજમાં રોષ ફાટી નીકળ્યો છે.
રઘુવંશી સમાજના સભ્યોની માગ છે કે ફતેસિંહ ચૌહાણ વીરપુર અને શીરડી જઇને જલારામ બાપા અને સાંઇબાબાની માફી માગે. આ સાથે જ માગ કરી છે કે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ ફતેસિંહ ચૌહાણ વિરૂદ્ધ કાર્યવાહી કરે.જો આમ નહીં કરવામાં આવે તો રઘુવંશી સમાજ રસ્તા પર ઉતરશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
મહત્વપૂર્ણ છે કે જલારામ બાપા અને સાંઇબાબાને પોતાના ભગવાન માનનારો ગુજરાત અને દેશમાં એક મોટો વર્ગ છે.ભાજપના ધારાસભ્યના નિવેદન બાદ જલારામ ભક્તો અને સાંઇ ભક્તોની લાગણી દુભાઇ છે.ત્યારે સૌરાષ્ટ્રની શરૂ થયેલો વિરોધનો વંટોળ આવનારા દિવસોમાં વાવાઝોડું બને તો નવાઇ નહીં.
(વીથ ઈનપુટ – રોનક મજીઠિયા )