જયેશ રાદડિયાએ ફરી એકવાર તેમના વિરોધીઓને ઝાટકી નાખ્યા, સમૂહ લગ્નોત્સવમાં નામ લીધા વિના કહ્યુ કેટલાક ટપોરીઓ હવનમાં હાડકા નાખે છે – Video

|

Jan 26, 2025 | 10:39 PM

ફરી વિરોધીઓ પર જયેશ રાદડિયા આકરા પાણીએ જોવા મળ્યા. રાજકોટમાં આયોજિત 9માં શાહી સમૂહ લગ્નોત્સવમાં જયેશ રાદડિયાએ નામ લીધા વિના વિરોધીઓ પર નિશાન તાક્યુ. રાદડિયાએ કહ્યુ સમાજના 2 ટકા ટપોરીઓ હવનમાં હાડકા નાખી રહ્યા છે. રાદડિયા પરિવાર પર સોશિયલ મીડિયામાં બેફામ લખે છે.

રાજકોટમાં જેતપુરના ધારાસભ્ય અને લેઉવા પટેલ સમાજના શ્રેષ્ઠી જયેશ રાદડિયાના યજમાન પદે રજવાડી ઠાઠથી 9મો શાહી લગ્નોત્સવ યોજાયો હતો. જેમા 511 લેઉવા પટેલ દીકરીઓનુ જયેશ રાદડિયાએ કન્યાદાન કર્યુ હતુ. આ લગ્ન સમારોહમાં 2 લાખથી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા અને અનેક રાજકીય અગ્રણીઓએ હાજરી આપી દીકરીઓને આશિર્વચન આપ્યા હતા. જો કે આ સમારોહ દરમિયાન પણ જયેશ રાદડિયાનો તેમના વિરોધીઓ પર ફરી એકવાર આક્રમક અંદાજ જોવા મળ્યો હતો અને નામ લીધા વિના તેમણે વિરોધીઓને ઝાટકી નાખ્યા હતા. નામ લીધા વિના રાદડિયાએ સમાજના વિરોધીઓ પર નિશાન તાકતા કહ્યુ સમાજના 2 ટકા ટપોરીઓ હવનમાં હાડકાં નાખી રહ્યા છે, રાદડીયા પરિવાર પર સોશિયલ મીડિયામાં બેફામ લખે છે. વધુમાં તેમણે કહ્યુ કેટલાક લોકો રાજનીતિમાં નથી તો પણ સમાજમાં રાજનીતિ કરે છે. રાજનીતિમાં નથી તેવા લોકો રાદડીયાને પાડવાના પ્રયાસમાં લાગ્યા છે. રાદડીયા સમાજનું કામ કરે છે એટલે આ લોકોના પેટમાં તેલ રેડાય છે

રાદડિયાએ ફેંક્યો ખુલ્લો પડકાર

જયેશ રાદડિયાએ નામ લીધા વિના નરેશ પટેલ પર નિશાન સાધ્યુ. તેમણે કહ્યુ સમાજ મારી પાસે આવે તો તમને વાંધો શું છે ? મારી ઓપન ચેલેન્જ છે, તમે બધું મુકીને એકવાર રાજનીતિમાં આવી જાવ, રાજનીતિનું મેદાન ખૂલ્લું છે, અહીં કોઇના સર્ટિફિકેટ લેવાની જરૂર નથી, વિઠ્ઠલ રાદડિયા અને જયેશ રાદડિયા સમાજને પૂછીને રાજનીતિમાં નથી આવ્યા. ત્રેવડ હોય તો રાજનીતિમાં આવો, સમાજ સ્વીકારીને બેસાડી દેશે, દર વખતે સમાજને વચ્ચે રાખીને કેમ રાજનીતિ કરો છો.

Live-in Relationships માં રહેતા લોકોએ રજીસ્ટ્રેશન ન કરાવ્યું તો થશે સજા !
મુનાવર ફારૂકીના જન્મદિવસ પર પત્નીએ શેર કરી રોમેન્ટિક તસવીરો
Dog Loses Bonus: : શ્વાનને ફરજ દરમિયાન ઊંઘવું પડ્યું મોંઘું, કાપી લેવામાં આવ્યું બોનસ
Mauni Amavasya 2025 : મૌની અમાવસના દિવસે આ 3 રાશિઓને થશે મોટો લાભ, 50 વર્ષ પછી બનશે દુર્લભ સંયોગ
છોલે ભટુરે નહીં, વિરાટે દિલ્હી પહોંચતા જ આ ખાસ વાનગી ખાધી
સદગુરુ એ જણાવ્યું, જમવા સાથે પાણી પીવું જોઈએ કે નહીં ? જુઓ Video

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article