તહેવારોમાં અમદાવાદ પોલીસ એક્શનમાં ! કુખ્યાત ઈરાની ગેંગના સાગરીતોના ફોટા સાથેના બેનરો લગાવ્યા, જુઓ Video

અમદાવાદમાં તહેવારોને ધ્યાનમાં લઈ અમદાવાદ પોલીસ એક્શનમાં આવી છે. શહેરમાં વધી રહેલા ચોરી-લૂંટના બનાવોને ડામવા પોલીસે અભિયાન છેડ્યું છે. શહેર પોલીસના ઝોન-6 વિસ્તારમાં આવેલા 7 પોલીસ મથકોમાં અભિયાન હાથ ધર્યું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 26, 2024 | 1:03 PM

અમદાવાદમાં તહેવારોને ધ્યાનમાં લઈ અમદાવાદ પોલીસ એક્શનમાં આવી છે. શહેરમાં વધી રહેલા ચોરી-લૂંટના બનાવોને ડામવા પોલીસે અભિયાન છેડ્યું છે. શહેર પોલીસના ઝોન-6 વિસ્તારમાં આવેલા 7 પોલીસ મથકોમાં અભિયાન હાથ ધર્યું છે. કુખ્યાત ઈરાની ગેંગના સાગરીતોના ફોટા સહિતના બેનરો વિવિધ વિસ્તારોમાં લગાવાયા છે.

ઈરાની ગેંગ નકલી પોલીસ બની લૂંટ અને તફડંચીને અંજામ આપે છે. સ્થાનિક પોલીસ મથકોના PI, PSIએ જાહેર સ્થળો પર જઈ લોકોને જાગૃત કર્યા છે. ઈરાની ગેંગની મોડસ ઓપરેન્ડીથી લોકોને માહિતગાર કરાયા છે.

તહેવારોમાં અમદાવાદ પોલીસ એક્શનમાં

અમદાવાદના મણિનગર, ઈસનપુર, વટવા, કાગડાપીઠ, દાણીલીમડા, નારોલ તેમજ વટવા GIDC પોલીસ મથક દ્વારા આ અભિયાન હાથ ધરાયું છે. આ પોલીસ મથકોના અધિકારીઓ જાહેર માર્ગો પર ઉતરીને લોકોને જાગૃત કરવા પ્રયાસ કરી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે ઈરાની ગેંગ આંતરરાજ્ય ગેંગ છે. પોલીસના જ સ્વાંગમાં આવી તે ખાસ તો તે વૃદ્ધો અને મહિલાઓને ટાર્ગેટ બનાવીને લૂંટને અંજામ આપતી હોય છે. તહેવારોના સમયમાં આ ગેંગ વધુ સક્રિય થઈ જાય છે. તહેવારોની ભીડ વચ્ચે પણ જો ઈરાની ગેંગના કોઈ સાગરીતો નજરે પડી જાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવા લોકોને અપીલ કરાઈ છે.

Follow Us:
અમદાવાદ પોલીસ એક્શનમાં ! કુખ્યાત ઈરાની ગેંગ સામે લોકોને જાગૃત કરાયા
અમદાવાદ પોલીસ એક્શનમાં ! કુખ્યાત ઈરાની ગેંગ સામે લોકોને જાગૃત કરાયા
શિક્ષણ વિભાગના સચિવનો ડુપ્લીકેટ લેટર બનાવી શિક્ષકને બદલીનો આપ્યો ઓર્ડર
શિક્ષણ વિભાગના સચિવનો ડુપ્લીકેટ લેટર બનાવી શિક્ષકને બદલીનો આપ્યો ઓર્ડર
તહેવાર ટાણે પોલીસનો એક્શન પ્લાન, CCTVથી મોનિટરિંગ કરાયુ
તહેવાર ટાણે પોલીસનો એક્શન પ્લાન, CCTVથી મોનિટરિંગ કરાયુ
જાણો આજે તમારા જિલ્લામાં કેવું રહેશે તાપમાન
જાણો આજે તમારા જિલ્લામાં કેવું રહેશે તાપમાન
આ 4 રાશિના જાતકો આજે વેપારમાં લાભના સંકેત મળશે
આ 4 રાશિના જાતકો આજે વેપારમાં લાભના સંકેત મળશે
ધંધુકામાં આવેલી ગેબનશા પીરની દરગાહની જગ્યા બારોબાર વેચી દેવાતા વિવાદ
ધંધુકામાં આવેલી ગેબનશા પીરની દરગાહની જગ્યા બારોબાર વેચી દેવાતા વિવાદ
કોંગ્રેસમાં વાવ બેઠકથી બળાપો ઠાલવનારા ઠારશી રબારીના હવે બદલાયા સૂર
કોંગ્રેસમાં વાવ બેઠકથી બળાપો ઠાલવનારા ઠારશી રબારીના હવે બદલાયા સૂર
ખેડૂતોની મહાપંચાયતમાં પાલ આંબલિયાના સરકાર પર પ્રહાર- Video
ખેડૂતોની મહાપંચાયતમાં પાલ આંબલિયાના સરકાર પર પ્રહાર- Video
કાંકરિયા ઝૂ માં નવા પ્રાણીઓનું આગમન- Video
કાંકરિયા ઝૂ માં નવા પ્રાણીઓનું આગમન- Video
નકલી વિઝાના કૌભાંડનો પર્દાફાશ, 6 એજન્ટ પોલીસ સકંજામાં
નકલી વિઝાના કૌભાંડનો પર્દાફાશ, 6 એજન્ટ પોલીસ સકંજામાં
g clip-path="url(#clip0_868_265)">