હુમલા પહેલા જ ઇઝરાયેલે ઈરાનને આપી દીધી હતી ચેતવણી, કહ્યુ હતુ- દુનિયા સમજી જશે અમારી તૈયારી

ઈઝરાયેલના રક્ષા મંત્રીએ એક દિવસ પહેલા જ માહિતી આપી હતી કે ઈરાન પર મોટો હુમલો થવા જઈ રહ્યો છે અને સ્પષ્ટ કર્યું હતું કે હુમલો એવો હશે કે દુનિયા અમારી તૈયારી સમજી જશે. હવે આ હુમલા બાદ ઈઝરાયેલની ચેતવણી વિશે સૌ સમજી જ ગયા છે.

હુમલા પહેલા જ ઇઝરાયેલે ઈરાનને આપી દીધી હતી ચેતવણી, કહ્યુ હતુ- દુનિયા સમજી જશે અમારી તૈયારી
Follow Us:
| Updated on: Oct 26, 2024 | 12:49 PM

ઈઝરાયેલે ઈરાન પર ખૂબ જ મોટો હુમલો કર્યો છે. ઈઝરાયેલે  ઈરાનના 10 સ્થળાને નિશાન બનાવીને હવાઈ હુમલા કર્યા છે. ઈઝરાયેલે 26 દિવસ બાદ તેનો બદલો લીધો છે, અગાઉ 1 ઓક્ટોબરે ઈરાને ઈઝરાયેલ પર સેંકડો બેલેસ્ટિક મિસાઈલો છોડી હતી. જેના જવાબમાં હવે ઈઝરાયેલે ઈરાનના 10 ટાર્ગેટ પર હુમલો કર્યો છે.

ઈઝરાયેલના રક્ષા મંત્રીએ એક દિવસ પહેલા જ માહિતી આપી હતી કે ઈરાન પર મોટો હુમલો થવા જઈ રહ્યો છે અને સ્પષ્ટ કર્યું હતું કે હુમલો એવો હશે કે દુનિયા અમારી તૈયારી સમજી જશે. હવે આ હુમલા બાદ ઈઝરાયેલની ચેતવણી વિશે સૌ સમજી જ ગયા છે.

ઈરાન પર હુમલાનો ખતરો વધી ગયો

ઈઝરાયલના સંરક્ષણ પ્રધાન યોવ ગાલાંટ ઈઝરાયેલના એક એરબેઝ પર પહોંચ્યા હતા. જ્યાં તેમણે જાહેરાત કરી હતી કે ઈરાન સહિત સમગ્ર વિશ્વ સમજી જશે કે અમારી તૈયારીઓમાં આટલો સમય કેમ લાગ્યો. બીજી તરફ અમેરિકાના સેક્રેટરી ઓફ સ્ટેટ એન્ટની બ્લિંકને લેબેનોનના વિદેશ મંત્રી અને વડાપ્રધાન સાથે યુદ્ધવિરામ પર સર્વસંમતિ સાધવા માટે વાત શરૂ કરી છે. અમેરિકાના આ પ્રયાસ એ પણ સંકેત આપે છે કે ઈરાન પર હુમલાનો ખતરો વધી ગયો છે અને ઈરાને આ ખતરો અનુભવ્યો છે.

No Muslim Country : દુનિયાનો એક એવો દેશ જ્યાં એક પણ મુસ્લિમ નથી!
Chanakya Niti: ઓછા સમયમાં જલદી ધનવાન બની જાય છે આ લોકો !
Fruits : સંતરા ખાધા પછી પાણી પીવું જોઈએ કે નહીં?
Saif Ali Khan Stabbed: ઈબ્રાહિમ નહીં, પણ 8 વર્ષના તૈમુરની સાથે હોસ્પિટલ પહોંચ્યો હતો સૈફ અલી ખાન !
આજનું રાશિફળ તારીખ : 18-01-2025
ઈંગ્લેન્ડની ક્યૂટ ખેલાડીની WPL 2025માં એન્ટ્રી

હવે ઈરાને બનાવી આ રણનીતિ

ઈરાને પણ વળતો પ્રહાર કરવાની તૈયારીઓ તેજ કરી દીધી છે. ઈરાનના સુપ્રીમ લીડર ખમેનીએ તેમની સેનાને ઈઝરાયેલ પર હુમલો કરવા માટે ઓછામાં ઓછી 12 યોજનાઓ તૈયાર કરવાનો આદેશ આપ્યો છે. IRGCને આશંકા છે કે ઈઝરાયેલ ઈરાનના પરમાણુ સ્થળો, તેલ ક્ષેત્રો, ઈરાનના સર્વોચ્ચ નેતા ખામેની અને ઈરાનના પ્રમુખ મસૂદ પાઝેશ્કિયનને નિશાન બનાવી શકે છે. જો આમ થશે તો ઈરાને ઈઝરાયેલના તમામ પરમાણુ કેન્દ્રો અને એરબેઝને બાળી નાખવાની રણનીતિ બનાવી છે.

હુમલાનો સંકેત ક્યારે મળ્યો?

ઈઝરાયેલ ઈરાન પર મોટો અને વિનાશક હુમલો કરવા જઈ રહ્યું હોવાના સંકેત ત્યારે મળ્યા જ્યારે ઈઝરાયેલના આર્મી ચીફ હલેવી લેબનોનમાં ગ્રાઉન્ડ ઓપરેશન કરી રહેલા સૈનિકોને મળવા પહોંચ્યા. આ પ્રસંગે હલેવીએ કહ્યું કે લેબનોનમાં ઈઝરાયેલનો ઉદ્દેશ્ય લગભગ પૂરો થઈ ગયો છે. હિઝબુલ્લાહ વિરુદ્ધ IDFનું અભિયાન લગભગ સમાપ્ત થઈ ગયું છે. હિઝબુલ્લાહનું નેતૃત્વ અને લડવૈયાઓ લગભગ નાશ પામ્યા છે. તેની લશ્કરી શક્તિ પણ ખતમ થઈ ગઈ છે.

હવે મિશન ફક્ત જમીન પરના બાકીના લડવૈયાઓને અને હિઝબુલ્લાહના લશ્કરી માળખાને ખતમ કરવા માટે હાથ ધરવામાં આવી રહ્યું છે. આગામી 2-3 દિવસમાં આ કામ પૂર્ણ થઈ જશે તેવું માનવામાં આવી રહ્યું છે. આ પછી ઈઝરાયેલ પોતાના નવા ટાર્ગેટ એટલે કે ઈરાન તરફ વળી શકે છે.

g clip-path="url(#clip0_868_265)">