Ahmedabad: બાવળા-બગોદરા હાઈવે પરના અકસ્માતમાં બે બાળકીનો આબાદ બચાવ, આરોગ્યકર્મીઓએ સંભાળ રાખી મહેકાવી માનવતા, જુઓ Video

Ahmedabad: બાવળા-બગોદરા હાઈવે પરના અકસ્માતમાં બે બાળકીનો આબાદ બચાવ, આરોગ્યકર્મીઓએ સંભાળ રાખી મહેકાવી માનવતા, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 12, 2023 | 9:59 AM

અમદાવાદના બાવળા-બગોદરા હાઈવે પરના અકસ્માતમાં 10 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. પરંતુ કહેવાઈ છે કે રામ રાખે તેને કોણ ચાખે. આ અકસ્માતમાં 2 બાળકીનો આબાદ બચાવ થયો છે.બન્ને બાળકી હાલ બગોદરા આરોગ્ય કેન્દ્રમાં છે.

Ahmedabad : અમદાવાદના બાવળા-બગોદરા હાઇવે પરના અકસ્માતમાં 10 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. પરંતુ કહેવાઈ છે કે રામ રાખે તેને કોણ ચાખે. આ અકસ્માતમાં 2 બાળકીનો આબાદ બચાવ થયો છે.બન્ને બાળકી હાલ બગોદરા આરોગ્ય કેન્દ્રમાં છે. જેમાંથી એક બાળકીના પિતાનું અકસ્માતમાં મોત નિપજ્યું હતુ, જ્યારે બીજી બાળકીના માતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત છે.

આ પણ વાંચો : ફેબ્રુઆરીમાં ત્રીજી લહેર પીક પર હશે, દેશમાં સરેરાશ 5 લાખ જેટલા કેસ આવવાની શક્યતાઃ AHNA

પ્રાથમિક સારવાર બાદ બન્ને બાળકી એકદમ સ્વસ્થ્ય છે. હોસ્પિટલનો સ્ટાફ બાળકીની કાળજી લઈ રહ્યો છે. અકસ્માતના ઈજાગ્રસ્તોની સારવાર કરી રહેલા આરોગ્યકર્મીઓનો માનવતાવાદી ચહેરો પણ અહીં જોવા મળ્યો. સંકટથી અજાણ પોતાના માતા-પિતાને યાદ કરી રહેલી આ બાળકીઓની સંભાળ આરોગ્યકેન્દ્ર સ્ટાફે લીધી હતી હતી.

ખેડા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો

g clip-path="url(#clip0_868_265)">