Vadodara Video : જિલ્લા કલેકટરે હરણી બોટ દુર્ઘટના કેસનો રિપોર્ટ કર્યો તૈયાર, રાજ્ય સરકારને કરશે રજૂ
વડોદરા જિલ્લા કલેકટરે તૈયાર કરેલા રિપોર્ટ બાદ બોટકાંડ પાછળના અસલી ચહેરાનો પર્દાફાશ થઇ શકે છે. વડોદરામાં હરણી બોટ દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકના મોત થયા હતા. જેમાં વધુ બે આરોપીઓ પોલીસ સકંજામાં આવી ગયા છે.
વડોદરા જિલ્લા કલેકટરે હરણી બોટ દુર્ઘટના કેસનો રિપોર્ટ તૈયાર કરી દીધો છે. આખરે 19 દિવસે તપાસ રિપોર્ટ તૈયાર થઇ ગયો છે. સરકારે 10 દિવસમાં રિપોર્ટ તૈયાર કરવા આદેશ આપ્યો હતો. હવે બોટકાંડનો તપાસ રિપોર્ટ રાજ્ય સરકારમાં રજૂ કરવામાં આવશે.
વડોદરા જિલ્લા કલેકટરે તૈયાર કરેલા રિપોર્ટ બાદ બોટકાંડ પાછળના અસલી ચહેરાનો પર્દાફાશ થઇ શકે છે. વડોદરામાં હરણી બોટ દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકના મોત થયા હતા. જેમાં વધુ બે આરોપીઓ પોલીસ સકંજામાં આવી ગયા છે.આરોપી દીપેન શાહ અને ધર્મીલ શાહની ધરપકડ કરવામાં આવી છે. જેઓ કોટિયા પ્રોજેકટમાં ભાગીદાર હતા.
આ પણ વાંચો-આજનું હવામાન : રાજ્યમાં પવનની ગતિમાં થયો વધારો, ઠંડીનો પારો ગગડે તેવી સંભાવના, જુઓ વીડિયો
ભાગેડુ પૈકી બે આરોપીને ઝડપી પાડવામાં પોલીસને સફળતા પ્રાપ્ત થઈ છે. જ્યારે હજી પણ 4 આરોપી પોલીસની પકડથી દૂર છે. બોટ દુર્ઘટનામાં કુલ 21 આરોપી માંથી 17 આરોપી પોલીસ સકંજામાં છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો