આજનું હવામાન : રાજ્યમાં પવનની ગતિમાં થયો વધારો, ઠંડીનો પારો ગગડે તેવી સંભાવના, જુઓ વીડિયો

આજે રાજ્યમાં ફરી એક વખત ઠંડીનો રાઉન્ડ શરુ થાય તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે.રાજ્યમાં પવનની ગતિમાં વધારો થયો હતો. 10થી 12 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાતા ઠંડીનો અનુભવ થાય છે. તેમજ 9 ફેબ્રુઆરીથી ઠંડી વધવાની હવામાન વિભાગની આગાહી કરવામાં આવી છે.

| Updated on: Feb 08, 2024 | 10:18 AM

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે ગુરુવારે ઠંડીનો માહોલ વધે તેવી સંભાવના છે. આજે રાજ્યમાં ફરી એક વખત ઠંડીનો રાઉન્ડ શરુ થાય તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે.રાજ્યમાં પવનની ગતિમાં વધારો થયો હતો. 10થી 12 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાતા ઠંડીનો અનુભવ થાય છે. તેમજ 9 ફેબ્રુઆરીથી ઠંડી વધવાની હવામાન વિભાગની આગાહી કરવામાં આવી છે. રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેવાનું અનુમાન કરવામાં આવ્યુ છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે અમદાવાદ, આણંદ, છોટાઉદેપુર, ખેડા, પંચમહાલ, સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં 15 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે. બોટાદ, ડાંગ, જામનગર, જુનાગઢ,નર્મદા,રાજકોટ, વડોદરા સહિતના જિલ્લાઓમાં 16 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે.મહેસાણામાં 12 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે. નવસારીમાં 20 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. અમરેલી, ભરુચ, ભાવનગર, દેવભૂમિદ્વારકા સહિતના જિલ્લાઓમાં 17 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે.

હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">