યુક્રેનમાં(Ukraine) ફસાયેલા ગુજરાતીઓ(Gujarati) અને ભારતીયો મુદ્દે કોંગ્રેસના રાજયસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે(Shaktisinh Gohil) નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે 3 હજારથી વધુ ગુજરાતી અને હજારો ભારતીયો યુક્રેનમાં ફસાયાઃછે. જેમના પરિવાર પર વીતે તેને જ વેદના સમજાય છે. જો કે યુદ્ધની આ પરિસ્થિતિ ટાળી શકાઇ હોત. તેમજ મે 24 તારીખે માગણી કરી હતી કે ભારતીયોને પરત લઇ આવો. પરંતુ સરકાર માત્ર ચૂંટણીઓમાં વ્યસ્ત રહી અને ભાજપના નેતાઓ ચૂંટણીમાં વ્યસ્ત રહ્યા. તેથી હવે ચૂંટણી મોડમાંથી સરકાર માનવતાના મોડમાં આવે. આ ઉપરાંત હંગેરીથી ભારતીયોને પરત લાવી શકાય તેમ છે. તેમજ ફસાયેલા લોકો સંદેશા મોકલાવે છે કે ઈન્ડિયન એમ્બેસી મદદ નથી કરતી તેવો આક્ષેપ તેમણે કર્યો હતો.
તેમજ હાલના સંજોગોમાં સરકાર ઉત્તર પ્રદેશની ચૂંટણીમાંથી બહાર આવી લોકોને બચાવે તે પ્રાથમિકતા છે.
ભારત સરકારે ૨૪ કલાકની હેલ્પલાઇન શરૂ કરી છે. દિલ્હી સ્થિત કંટ્રોલ રૂમના નંબર્સ +911123012113,+911123014104, +911123017905, 1800118797 છે. સાથે જ situationroom@mea.gov.in પર ઇ-મેલ કરી શકાશે. યુક્રેન સ્થિત ભારતીય દુતાવાસમાં મદદ માટે +380997300428, +380997300483 નંબર પર cons1.kyiv@mea.gov.in મેઈલ કરી શકાશે.
ગુજરાત રાજ્ય બિન – નિવાસી વિભાગ દ્વારા જાહેર કરાયેલા નંબર 079 232-51312 અને 079 232-51316 છે. આ નંબર પણ ફોન કરી મદદ અને માર્ગદર્શન મળી શકાશે.
આ પણ વાંચો : Vadodara : જૈવિક ખાતરોના ઉપયોગથી આ પ્રગતિશીલ ખેડૂતે શેરડીના ઉત્પાદનમાં 25 ટકા વધારો લીધો
આ પણ વાંચો : Russia Ukraine War: ભાવનગરના 37 વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાયા, નથી તેમની પાસે પૈસા, નથી ખાવા પીવાનો સામાન
Published On - 7:25 pm, Fri, 25 February 22