Russia Ukraine War: ભાવનગરના 37 વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાયા, નથી તેમની પાસે પૈસા, નથી ખાવા પીવાનો સામાન
યુક્રેનમાં અભ્યાસ અર્થે ગયેલો અને હાલની સ્થિતિ વિશે તેમના માતા-પિતાએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું અમારો પુત્ર ખૂબ ચિંતિત છે. વીડિયોકોલથી વાતચીત થાય છે પરંતુ તેની પાસે ખાવાનું પણ રહ્યું નથી, સરકાર દ્વારા અમારા પુત્ર અને વતનમાં લવાય તેવી અમારી માંગણી છે.
Russia Ukraine War: ભાવનગર શહેર અને જિલ્લામાં કુલ 37 વિદ્યાર્થીઓ (Students)યુક્રેનમાં (Ukraine) એમબીબીએસનો અભ્યાસ કરવા ગયા છે અને હાલ ફસાયા છે. જેમાં 28 વિદ્યાર્થીઓ ભાવનગર (Bhavnagar) શહેરના છે. જ્યારે 9 વિદ્યાર્થીઓ ગ્રામ્ય વિસ્તારના છે. જેમાં 35 યુવાનો છે અને 2 યુવતીઓ છે. ભાવનગર શહેરના સરિતા સોસાયટીમાં એક સાથે ત્રણ યુવાનો યુક્રેન ભણવા ગયા છે, જયકૃષ્ણ દવે અને મિત બોડા જે યુક્રેનના ઇવાનો શહેરમાં એમબીબીએસના અભ્યાસ માટે ગયો છે. તથા રાજ આરદેશણા ટ્રનોફિલ શહેરમાં કોમ્પ્યુટર એન્જીનીયર માટે અભ્યાસ માટે ગયો છે. એમબીબીએસના અભ્યાસ પૂર્ણ થવાના આરે છે. ત્યારે યુક્રેનમાં યુદ્ધની સ્થિતિ સર્જાતા આ વિદ્યાર્થી યુક્રેનમાં ફસાયા છે અને તેના માતા-પિતાએ પણ પોતાનો પુત્ર વતનમાં આવે તેવી સરકાર કોઈ મદદ કરે તેવી ચિંતા વ્યક્ત કરી છે.
યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીના માતા-પિતાની આપવિતી
યુક્રેનમાં અભ્યાસ અર્થે ગયેલો અને હાલની સ્થિતિ વિશે તેમના માતા-પિતાએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું અમારો પુત્ર ખૂબ ચિંતિત છે. વીડિયોકોલથી વાતચીત થાય છે પરંતુ તેની પાસે ખાવાનું પણ રહ્યું નથી, સરકાર દ્વારા અમારા પુત્ર અને વતનમાં લવાય તેવી અમારી માંગણી છે. સરકારે જાહેર કરાયેલી હેલ્પલાઈનમાં પણ અમે રજિસ્ટ્રેશન કરાવ્યું છે. જયકૃષ્ણના પિતા ગૌરાંગભાઈ પ્રતાપરાય દવે તથા માતા સંગીતાબેન ગૌરાંગભાઈ દવેએ બંનેએ ટીવી9 સાથે વાતચીતમાં પોતાના દીકરા સાથે વીડિયો કોલ કરી ત્યાંની પરિસ્થિતિ જણાવી, અને કહ્યું કે મારા દીકરા ઈવાનો શહેરમાં એમબીબીએસના પહેલા વર્ષમાં અભ્યાસ અર્થે ગયો છે, પ્લેન મારફત અત્યારે આવવું બંધ છે પણ પ્લેનની ટિકિટના ભાવ જે 25 હજાર ટિકિટ હતી. જે 75 હજાર થી 80 હજાર જેટલી ભાવ પહોંચી ગયો છે છતાં પણ ટિકિટ નથી મળતી, આથી ભારત સરકાર, ગુજરાત સરકાર વહેલી તકે વતન પરત લાવે તેવી માંગ કરી છે.
મિતના પિતા હિતેશભાઈ ધીરજભાઈ બોડા તથા માતા જાગૃતિબેન હિતેશભાઈ બોડા તેમજ રાજના પિતા અતુલભાઇ આરદેશણા તથા માતા ચેતનાબેન પણ પોતાનાં પુત્રની વાત કરતા રડી પડ્યા હતા. અને સરકારને અપીલ કરી હતી કે કોઈપણ સંજોગોમાં અમારા બાળકોને પરત લાવી આપો, ત્યાં હાલ તેમની પાસે પૈસા નથી, રસ્તાઓ બંધ છે ખાવા પીવાનું ખૂટી ગયેલ છે. બહુ ચિંતા થાય છે. અને હાલતો આ તમામ વિદ્યાર્થીઓ ના માતાપિતા સરકાર કાઈ કરશે તેવી આશા રાખીને બેઠા છે.
આ પણ વાંચો : MONEY9: સરકારી કર્મચારીઓએ સમજવા જેવું, કઇ પેન્શન સ્કીમ સારી ? નવી કે જૂની ? સમજો આ વીડિયોમાં