Ahmedabad Video : મણિનગરના મિલ્લતનગરમાં ઉભરાયા ગટરના પાણી, રહીશોમાં જોવા મળ્યો રોષ

અમદાવાદના મણિનગરના મિલ્લતનગરમાં વિકાસના બણગા ફૂંકતા AMCના શાસકો માટે આ દ્રશ્યો શરમજનક કહી શકાય છે.મિલ્લતનગરના લોકોનો આરોપ છે કે છાશવારે ડ્રેનજના પાણી સમગ્ર વિસ્તારમાં ફરી વળે છે. ભર શિયાળે ચોમાસુ આફત સર્જાઈ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 08, 2024 | 4:57 PM

અમદાવાદ ભલે વિકાસની રાહ પર ચાલી રહ્યુ છે. પરંતુ કેટલાક વિસ્તારના લોકો અહીં નર્કાગારની જિંદગી જીવવા મજબૂર છે. અમદાવાદના મણિનગરના મિલ્લતનગરમાં વિકાસના બણગા ફૂંકતા AMCના શાસકો માટે આ દ્રશ્યો શરમજનક કહી શકાય છે. મિલ્લતનગરના લોકોનો આરોપ છે કે છાશવારે ડ્રેનજના પાણી સમગ્ર વિસ્તારમાં ફરી વળે છે. ભર શિયાળે ચોમાસુ આફત સર્જાઈ છે. ગટરના ગંદા પાણી જો ઘરના આંગણે દસ્તક દઇ રહ્યા હોય, તો સ્વાભાવિક છે કે રોગચાળો વકરવાનો જ છે. સ્થાનિકોની પણ આ જ ફરિયાદ છે કે તંત્રના પાપે અહીં ઘરે ઘરે બીમારીના ખાટલા પથરાયા છે.

સ્થિતિ એટલી ખરાબ બની છે કે હવે સ્થાનિકોની ધીરજ ખૂટી રહી છે. મુશ્કેલી ભોગવતા લોકોનો મોરચો કોર્પોરેશને મંડાયો છે. રોષે ભરાયેલા રહીશોએ કોર્પોરેશનની દક્ષિણ વિભાગની કચેરીએ હોબાળો મચાવ્યો છે. સૂત્રોચ્ચારો કર્યા અને પોસ્ટર દ્વારા વિરોધ કર્યો છે. તેમજ રહીશોની ફરિયાદ છે કે રજૂઆત પર તંત્ર ધ્યાન આપતું નથી.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">