ગુજરાત પોલીસમાં 12 હજાર 472 જગ્યાઓ પર ભરતી થશે, ભરતીને લઇ નવા નિયમો પણ જાહેર, જુઓ Video

સરકારી ભરતીની તૈયારી કરતા લોકો માટે સારા સમાચાર સામે આવ્યા છે. પોલીસ વિભાગમાં 12 હજાર જગ્યાઓની ભરતી કરવામાં આવશે. પોલીસ ભરતી માટે સત્તાવાર જાહેરાત થઇ છે. ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે આ જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, લોકરક્ષક ભરતીની જાહેરાત કરી છે. જેમાં કુલ 12 હજાર 472 જગ્યાઓ પર ભરતી થશે.

Kinjal Mishra
| Edited By: | Updated on: Mar 19, 2024 | 6:42 PM

સરકારી ભરતીની તૈયારી કરતા લોકો માટે સારા સમાચાર સામે આવ્યા છે. પોલીસ વિભાગમાં 12 હજાર જગ્યાઓની ભરતી કરવામાં આવશે. પોલીસ ભરતી માટે સત્તાવાર જાહેરાત થઇ છે. ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે આ જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, લોકરક્ષક ભરતીની જાહેરાત કરી છે. જેમાં કુલ 12 હજાર 472 જગ્યાઓ પર ભરતી થશે.

નવા ભરતી બોર્ડનું નવું એકાઉન્ટ તૈયાર કરાયું

હસમુખ પટેલના જણાવ્યા મુજબ, નવા ભરતી બોર્ડનું નવું એકાઉન્ટ તૈયાર કરાયું છે. જેને થોડા સમયમાં ઓજસ સાથે લિંક કરવામાં આવશે. પોલીસ ભરતી બોર્ડનું નોટિફિકેશન જાહેર કરાશે અને 4 એપ્રિલથી તમામ અરજીનો સ્વીકાર કરાશે. આ ભરતીને લઇ નવા નિયમો પણ જાહેર થયા છે. નકલી અરજી અટકાવવા ધોરણ 12ની માર્કશીટ પ્રમાણે નામ લખીને માહિતી અપલોડ કરવી પડશે. તમામના પ્રમાણપત્રો જમા કરાવવા પડશે.

વધુમાં તેમણે જણાવ્યું કે, 30 એપ્રિલે અરજી ફોર્મ સ્વીકારીએ તો, 15 મે સુધી પરીક્ષા ન લઇ શકાય.ચોમાસા પછી શારીરિક અને પછી લેખિત પરીક્ષા લેવાશે. ગરમી અને ચોમાસામાં પરીક્ષા થવાની શક્યતા નથી.

આ પણ વાંચો- Vadodara Video : કારેલીબાગ પોલીસ મથક હદ વિસ્તારમાં SMCના દરોડા, લાખોનો વિદેશી દારુ ઝડપાયો, એકની અટકાયત

કઇ કઇ પોસ્ટ માટે ભરતી થશે ?

12 હજાર જગ્યાઓ પર પોલીસ ભરતીની જાહેરાત કરવામાં આવી છે. જેમાં બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલની 6600 પોસ્ટ પર ભરતી થશે. હથિયારી પોલીસ કોન્સ્ટેબલની 3302 પોસ્ટ પર ભરતી થશે, SRPની 1000 પોસ્ટ, જેલ સિપાહીની 1013 જગ્યા, જેલ મહિલા સિપાહીની 85 જગ્યા પર ભરતી કરવામાં આવશે. PSIની 472 પોસ્ટ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે રૂપાલાએ જયપુરમાં રાજવી પરિવાર સાથે કરી મુલાકાત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે રૂપાલાએ જયપુરમાં રાજવી પરિવાર સાથે કરી મુલાકાત
સીએમ નિવાસસ્થાને મળી મહત્વપૂર્ણ બેઠક, આંદોલનનો આવશે સુખદ અંત ?
સીએમ નિવાસસ્થાને મળી મહત્વપૂર્ણ બેઠક, આંદોલનનો આવશે સુખદ અંત ?
અમદાવાદ પૂર્વથી ભાજપના ઉમેદવાર હસમુખ પટેલે વિજય મુહૂર્તમાં ભર્યુ ફોર્મ
અમદાવાદ પૂર્વથી ભાજપના ઉમેદવાર હસમુખ પટેલે વિજય મુહૂર્તમાં ભર્યુ ફોર્મ
ગુજરાત સહીત આ રાજ્યો માટે કેવી કરાઈ છે વરસાદની આગાહી ? જાણો
ગુજરાત સહીત આ રાજ્યો માટે કેવી કરાઈ છે વરસાદની આગાહી ? જાણો
ફોર્મ ભરતા પહેલા જાહેરસભા દરમિયાન ગેનીબેન ચોધાર આંસુએ રડ્યા- જુઓ Video
ફોર્મ ભરતા પહેલા જાહેરસભા દરમિયાન ગેનીબેન ચોધાર આંસુએ રડ્યા- જુઓ Video
Porbandar : મનસુખ માંડવીયાએ શક્તિ પ્રદર્શન કરી ભર્યુ લોકસભાનું ઉમેદવાર
Porbandar : મનસુખ માંડવીયાએ શક્તિ પ્રદર્શન કરી ભર્યુ લોકસભાનું ઉમેદવાર
Surat : ઝાડા-ઉલટીના કારણે ટ્રાફિક પોલીસ જવાનનું મોત, જુઓ Video
Surat : ઝાડા-ઉલટીના કારણે ટ્રાફિક પોલીસ જવાનનું મોત, જુઓ Video
Weather Update : હજુ એક દિવસ ગુજરાતમાં રહેશે કમોસમી વરસાદનું વાતાવરણ
Weather Update : હજુ એક દિવસ ગુજરાતમાં રહેશે કમોસમી વરસાદનું વાતાવરણ
પોરબંદર બેઠકના વિધાનસભા અને લોકસભા ઉમેદવાર આજે ભરશે ફોર્મ
પોરબંદર બેઠકના વિધાનસભા અને લોકસભા ઉમેદવાર આજે ભરશે ફોર્મ
આ રાશિના જાતકોને આજે થશે આકસ્મિક ધનલાભ
આ રાશિના જાતકોને આજે થશે આકસ્મિક ધનલાભ
g clip-path="url(#clip0_868_265)">