રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, જાણો કયા વિસ્તારોમાં પડશે વરસાદ

હવામાન વિભાગ દ્વારા રાજ્યના ઘણા જિલ્લાઓમાં વરસાદની આગાહી કરાઇ છે. રાજ્યના અનેક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ રહેશે. કેટલાક વિસ્તારોમાં પવન સાથે વરસાદ રહેવાનું અનુમાન છે. 5 જૂનથી 11 જૂન સુધી રાજ્યમાં વરસાદી માહોલ રહી શકે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 05, 2024 | 6:20 PM

રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી અને ચોમાસું નજીક આવતાં વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસને લઇને આગાહી કરવામાં આવી છે. જેમાં રાજ્યના ઘણા જિલ્લાઓમાં વરસાદની આગાહી કરાઇ છે. રાજ્યના અનેક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ રહેશે. કેટલાક વિસ્તારોમાં પવન સાથે વરસાદ રહેવાનું અનુમાન છે.

5 જૂનથી 11 જૂન સુધી રાજ્યમાં વરસાદી માહોલ રહી શકે છે. જેમાં 5 જૂને વલસાડ, નવસારી, ડાંગ, તાપી, દાહોદ, દમણ, દાદરાનગર હવેલીમાં વરસાદની આગાહી કરાઈ છે. તો 6 જૂને દાહોદ, છોટા ઉદેપુર, તાપી, ડાંગ, વલસાડ, નવસારીમાં વરસાદ પડી શકે છે. 7 જૂને દાહોદ, છોટા ઉદેપુર, વલસાડ, તાપી, નર્મદામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 8 જૂને ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, આણંદ, પંચમહાલમાં વરસાદ પડી શકે છે.

9 જૂને રાજ્યના ઘણા જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ અને ઘણી જગ્યાએ ગાજવીજ સાથે હળવો વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. જેમાં સૌરાષ્ટ્ર, મધ્યગુજરાત, દક્ષિણ ગુજરાતના જિલ્લાઓનો સમાવેશ થાય છે. 10મી જૂને દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, સાબરકાંઠા, સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. તો 11 જૂને રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વરસાદની આગાહી કરાઈ છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">