Gujarat Election 2022: ભાજપના સાંસદ ભરતસિંહ ડાભીએ કર્યુ વિપુલ ચૌધરીનું સમર્થન

Gujarat Election 2022: ભાજપના સાંસદ ભરતસિંહ ડાભીએ કર્યુ વિપુલ ચૌધરીનું સમર્થન

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 11, 2022 | 11:48 PM

Gujarat Election 2022: અર્બુદા સેનાના સંમેલનને પાટણથી ભાજપના સાંસદ ભરતસિંહ ડાભીએ સમર્થન આપ્યુ છે. સાંસદ ભરતસિંહ ડાભી વિપુલ ચૌધરીના સમર્થનમાં આવ્યા છે. વિપુલ ચૌધરીએ વિસનગરથી AAPમાંથી ચૂંટણી લડવાની જાહેરાત કરી છે.

મહેસાણામાં ભાજપના સાંસદ ભરતસિંહ ડાભી વિપુલ ચૌધરીના સમર્થનમાં આગળ આવ્યા છે. જ્યાં અર્બુદા સેનાના સંમેલનને સાંસદ ભરતસિંહ ડાભીએ સમર્થન આપ્યુ છે. વિપુલ ચૌધરી આમ આદમી પાર્ટીમાં મહેસાણાના વિસનગરથી ચૂંટણી લડવાની જાહેરાત કરી દીધી છે. આ ઘટનાક્રમ વચ્ચે પાટણના સાંસદ ભરતસિંહ ડાભીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખી ચરાડા સ્નેહમિલનમાં ઉપસ્થિત રહેવા આમંત્રણ આપ્યુ છે.
15 નવેમ્બરે અર્બુદા સેના દ્વારા સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં માનસિંહ પટેલની જન્મજયંતિ નિમીત્તે આ સ્નેહમિલન યોજાવાનું છે, જેમાં ભરતસિંહ ડાભીએ પીએમ મોદીને પણ પત્ર લખી આમંત્રણ પાઠવ્યુ છે.

ગુજરાત એસેમ્બલી ઈલેક્શન 2022: અગાઉ પણ ભરતસિંહ ડાભીએ કર્યુ હતુ વિપુલ ચૌધરીનું સમર્થન 

આ પ્રથમવાર નથી બન્યુ કે ભાજપના સાંસદ ભરતસિંહ ડાભીએ વિપુલ ચૌધરીને સમર્થન આપ્યુ હોય. આ અગાઉ પણ ભરતસિંહે મહેસાણાના ખેરાલુમાં અર્બુદા સેનાના કાર્યાલયના ઉદ્દઘાટન પ્રસંગમાં પહોંચ્યા હતા. જ્યાં તેમણે ચોંકાવનારુ નિવેદન આપ્યુ હતુ. ભરતસિંહ ડાભીએ એ સમયે જણાવ્યુ હતુ કે બધા એક્ઠા થઈ વિપુલ ચૌધરીને ફરી રાજકારણમાં લાવીએ અને વિપુલ ચૌધરીને ફરી ગૃહમંત્રી બનાવીએ. આ પ્રકારનું નિવેદન સાંસદ ભરતસિંહ ડાભીએ જાહેર મંચ પરથી કર્યુ હતુ. તેમણે કહ્યું હતુ કે વિપુલ ચૌધરીને ગૃહમંત્રી બનાવવા ઈચ્છુ છુ. ઉલ્લેખનીય છે કે વિપુલ ચૌધરી ફરી રાજકરાણમાં સેટ થવા માટેની તૈયારી કરી રહ્યા છે અને વિસનગરથી તેઓ આમ આદમી પાર્ટી તરફથી ચૂંટણી લડવાની પણ જાહેરાત કરી ચુક્યા છે.

g clip-path="url(#clip0_868_265)">