ગીરસોમનાથ: માંડવી ચેકપોસ્ટના ચકચારી તોડકાંડમાં પીઆઈ ગોસ્વામી બાદ હવે ASI નિલેશ મૈયાની કરાઈ ધરપકડ- Video

ગીરસોમનાથના ચકચારી તોડકાંડ કેસમાં ASI નિલેશ મૈયાની 4 મહિના કરતા વધુ સમય બાદ ધરપકડ કરાઈ છે. આ કેસમાં અગાઉ પીઆઈ ગોસ્વામીની ધરપકડ થઈ ચુકી છે. ઉના પોલીસના પીઆઈ ગોસ્વામી, તેમનો વચેટિયો અને એએસઆઈ નિલેશ મૈયાએ મળીને અનેક પ્રવાસીઓને રોકીને તેમની પાસેથી તોડપાણી કરતા હતા. લાંબા સમયથી ચાલતી આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો અને ઉના પોલીસના તોડકાંડનો પર્દાફાશ થયો હતો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 28, 2024 | 9:08 PM

ગીરસોમનાથના ચકચારી માંડવી ચેકપોસ્ટના તોડકાંડમાં ACBએ ASI નિલેશ મૈય્યાની ધરપકડ કરી છે. આ કેસમાં અગાઉ પીઆઈ ગોસ્વામીની ધરપકડ થઈ ચુકી છે. ઉના પોલીસ પર દીવથી આવતા પ્રવાસીઓ સાથે તોડપાણી કરવાના અનેક આરોપ લાગ્યા હતા.

ઉના પોલીસના માંડવી ચેકપોસ્ટ પર તોડકાંડનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, પોલીસ તોડપાણી કરતી હોવાનો વીડિયો સામે આવ્યા બાદ પીઆઈ ગોસ્વામી અને ASI નિલેશ મૈયા ભૂગર્ભમાં ઉતરી ગયા હતા. ત્યારબાદ  પીઆઈ નિલેશ ગોસ્વામી નાયકીય  ઢબે રાજકોટમાં સરેન્ડર થતા તેમની ધરપકડ કરાઈ હતી. પીઆઈ નિલેશ ગોસ્વામી, તેમનો વચેટિયો નિલેશ તડવી અને ASI નિલેશ મૈયાએ 50થી વધુ પ્રવાસીઓ સાથે તોડ કર્યો હતો. આ તોડમાં પીઆઈનો ખાનગી માણસ નિલેશ તડવી પ્રવાસીઓ પાસેથી ઉઘરાણી કરતો હતો.

દીવથી આવતા પ્રવાસીઓને દારૂના કેસમાં ફસાવવાની ધમકી આપી મોટી રકમનો કરાતો હતો તોડ

આ કેસમા ACBએ અહેમદપુર માંડવી ચેકપોસ્ટ પર રેડ કરી હતી અને પોલીસ વતી લાંચ લેતા વહીવટદારને ઝડપી લીધો હતો. પોલીસની રેડનો ખ્યાલ આવી જતા ફરજ પરના પોલીસકર્મી, જીઆરડી સહિતના અન્ય લોકો ફરાર થઈ ગયા હતા. આ રેડને પગેલે અહેમદપુર માંડવી ચેકપોસ્ટ પર અફરાતફરી મચી ગઈ હતી. ઉના પોલીસના તોડકાંડનો વીડિયો વાયરલ થયો હતો જેમા પ્રવાસીઓ સાથે પોલીસ તોડ કરતી હોવાનુ સામે આવ્યુ હતુ. દીવથી આવતા પ્રવાસીઓને દારૂનો કેસ કરવાની ધમકી આપી મોટી રકમનો તોડ કરવામાં આવતો હતો. જો પ્રવાસી પાસે રોકડ ન હોય તો ATMમાં લઈ જઈને પૈસા પડાવવામાં આવતા હતા. ઓનલાઈન પૈસા ટ્રાન્સફર કર્યા હોવાનો પણ પ્રવાસીઓએ આરોપ લગાવ્યો છે.

આ પણ વાંચો: ભાવનગર પશ્ચિમ વિધાનસભા વિસ્તારને અશાંતધારા હેઠળ આવરી લેવાતા ભાવેણાવાસીઓની 18 વર્ષની માગણીનો આવ્યો સુખદ અંત- જુઓ Video

ગીર સોમનાથ સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
અમદાવાદ પૂર્વથી ભાજપના ઉમેદવાર હસમુખ પટેલે વિજય મુહૂર્તમાં ભર્યુ ફોર્મ
અમદાવાદ પૂર્વથી ભાજપના ઉમેદવાર હસમુખ પટેલે વિજય મુહૂર્તમાં ભર્યુ ફોર્મ
ગુજરાત સહીત આ રાજ્યો માટે કેવી કરાઈ છે વરસાદની આગાહી ? જાણો
ગુજરાત સહીત આ રાજ્યો માટે કેવી કરાઈ છે વરસાદની આગાહી ? જાણો
ફોર્મ ભરતા પહેલા જાહેરસભા દરમિયાન ગેનીબેન ચોધાર આંસુએ રડ્યા- જુઓ Video
ફોર્મ ભરતા પહેલા જાહેરસભા દરમિયાન ગેનીબેન ચોધાર આંસુએ રડ્યા- જુઓ Video
Porbandar : મનસુખ માંડવીયાએ શક્તિ પ્રદર્શન કરી ભર્યુ લોકસભાનું ઉમેદવાર
Porbandar : મનસુખ માંડવીયાએ શક્તિ પ્રદર્શન કરી ભર્યુ લોકસભાનું ઉમેદવાર
Surat : ઝાડા-ઉલટીના કારણે ટ્રાફિક પોલીસ જવાનનું મોત, જુઓ Video
Surat : ઝાડા-ઉલટીના કારણે ટ્રાફિક પોલીસ જવાનનું મોત, જુઓ Video
Weather Update : હજુ એક દિવસ ગુજરાતમાં રહેશે કમોસમી વરસાદનું વાતાવરણ
Weather Update : હજુ એક દિવસ ગુજરાતમાં રહેશે કમોસમી વરસાદનું વાતાવરણ
પોરબંદર બેઠકના વિધાનસભા અને લોકસભા ઉમેદવાર આજે ભરશે ફોર્મ
પોરબંદર બેઠકના વિધાનસભા અને લોકસભા ઉમેદવાર આજે ભરશે ફોર્મ
આ રાશિના જાતકોને આજે થશે આકસ્મિક ધનલાભ
આ રાશિના જાતકોને આજે થશે આકસ્મિક ધનલાભ
આગાહી વચ્ચે રાજ્યના અનેક જિલ્લાઓમાં ખાબક્યો કમોસમી વરસાદ
આગાહી વચ્ચે રાજ્યના અનેક જિલ્લાઓમાં ખાબક્યો કમોસમી વરસાદ
ક્ષત્રિય મહાસંમેલનના અંતે કરણસિંહ ચાવડાએ કરી આ જાહેરાત- જુઓ Video
ક્ષત્રિય મહાસંમેલનના અંતે કરણસિંહ ચાવડાએ કરી આ જાહેરાત- જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">