ગેસ ગીઝર વાપરતા હોય તો સાવધાન! મોરબીમાં ગેસ ગીઝર ફાટતા થયો બ્લાસ્ટ, 3 લોકોને ઈજા
બ્લાસ્ટ થતાં આસપાસના કુલ 3 મકાનોમાં નુકસાન થયાની માહિતી મળી છે. રહેણાંક મકાનમાં બ્લાસ્ટ થતાં 3 લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આસપાસના લોકોને ઘટનાની જાણ થતાં ઈજાગ્રસ્તોને પ્રથમ મોરબી અને ત્યાર બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા.
મોરબીમાં રહેણાંક મકાનમાં બ્લાસ્ટ થયો હોવાની ઘટના સામે આવી છે. દલવાડી સર્કલ નજીક આવેલ ઉમા-2 રેસિડેન્સીના રહેણાંક મકાનમાં બ્લાસ્ટ થયો હતો. મકાનમાં બ્લાસ્ટ થતા ત્રણ લોકોને ઈજા પહોંચી હોવાની માહિતી મળી છે. મકાનમાં રહેલ ગેસ ગીઝર ફાટતા બ્લાસ્ટ થયો હતો.
બ્લાસ્ટ થતાં આસપાસના કુલ 3 મકાનોમાં નુકસાન થયાની માહિતી મળી છે. રહેણાંક મકાનમાં બ્લાસ્ટ થતાં 3 લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આસપાસના લોકોને ઘટનાની જાણ થતાં ઈજાગ્રસ્તોને પ્રથમ મોરબી અને ત્યારબાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા.
(With Input : Rajesh Ambalia)
આ પણ વાંચો રાજ્યમાં નવા કાયદાને લઈ પારાયણ, ટ્રક ચાલકોએ હાઈવે કર્યો ચક્કાજામ, આ છે કારણ?
Latest Videos