અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્શિયલ બિલ્ડિંગમાં લાગી આગ, લિફ્ટમાં ફસાયેલા 25 લોકોનું કરાયુ રેસક્યુ – Video
અમદાવાદમાં પ્રહલાદનગર વિસ્તારમાં આવેલી કોમર્શિયલ બિલ્ડિંગમાં અચાનક આગ લાગી હતી. ફાયર બ્રિગેડ દ્વારા 65 લોકોનુ રેસક્યુ કરવામાં આવ્યુ છે. જો કે હજુ 25 લોકો લિફ્ટમાં ફસાયા હોવાની પ્રાથમિક વિગતો સામે આવી છે.
અમદાવાદમાં પ્રહલાદનગરમાં એક કોમર્શિયલ બિલ્ડિંગમાં આગ લાગવાની ઘટના સામે આવી. કોમર્શિયલ હાઉસ 4માં આગ લાગી હતી. ફાયર બ્રિગેડ દ્વારા તાત્કાલિક આગ બુજાવવાની કામગીરી હાથ ધરાઈ હતી. જેમા 65 જેટલા લોકોનુ રેસક્યુ કરી લેવાયુ છે. જો કે મળતી પ્રાથમિક વિગતો અનુસાર 25 જેટલા લોકો લિફ્ટમાં ફસાયા હતા. આ તમામ લોકોનું પણ ફાયર બ્રિગેડ દ્વારા રેસક્યુ કરી લેવાયુ છે. બિલ્ડિંગના 9માં માળે ઈલેક્ટ્રીક ડક્ટમાં આગ લાગવાની ઘટના બની હતી.
ફાયર ઓફિસરના જણાવ્યા મુજબ બિલ્ડિંગના 9માં માળે ઈલેક્ટ્રીક ડક્ટમાં આગ લાગી હતી. જે પ્રસરીને 11માં માળ સુધી પહોંચી હતી. આગની જાણ થતા જ ઓફિસમાં કામ કરતા લોકો અગાશી પર દોડી ગયા હતા. ફાયર વિભાગે આગ પર કાબુ કરવાની સાથે 65 જેટલા લોકોનું રેસક્યુ કર્યુ હતુ. સ્ટેરકેસ, ઈમરજન્સી રેસક્યુ ટેન્ડર, બ્રિધીંગ એપરેટર્સ સહિતના ઈક્વીપમેન્ટસની આ આગ દરમિયાન મદદ લેવામાં આવી હતી. આ આગમાં કોઈપણ પ્રકારની જાનહાનિ કે કોઈ ઈજા થવા પામી નથી.
બિલ્ડિંગના 9માં માળે 25 જેટલા લોકો લિફ્ટમાં ફસાયા હતા તેમને સલામત રીતે ફાયર બ્રિગેડની ટીમ દ્વારા રેસક્યુ કરવામાં આવ્યા હતા. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. વ્યાપક પ્રમાણમાં ધુમાડો પ્રસરી જતા લોકો ગભરાઈ ગયા હતા. વધુ પડતા સ્મોકને કારણે લોકોને લાગતુ હતુ કે વધુ વિકરાળ આગ લાગી છે. જો કે ફાયર બ્રિગેડની ઓફિસ પણ આ જ વિસ્તારમાં નજીકમાં હોવાથી તાત્કાલિક ફાયર બ્રિગેડ પહોંચી ગયુ હતુ અને આગ પર કાબુ કરી લેવાયો હતો. ફાયરના સૂત્રો દ્વારા મળતી વિગતો અનુસાર આગ પર સંપૂર્ણ કાબુ કરી લેવાયો છે.
આ પણ વાંચો: રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મંદિર, રામદેવપીર અને મેલડી માતાજીના મંદિરને કર્યુ આગને હવાલે- Video