રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મંદિર, રામદેવપીર અને મેલડી માતાજીના મંદિરને કર્યુ આગને હવાલે- Video

રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મંદિર, રામદેવપીર અને મેલડી માતાજીના મંદિરને કર્યુ આગને હવાલે- Video

Mohit Bhatt
| Edited By: | Updated on: May 14, 2024 | 2:32 PM

રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે ભગવાનથી નારાજ થઈને એક મંદિરને જ આગ લગાવી દીધી. પૂર્વ સરપંચે રામદેવપીર અને મેલડી માતાના મંદિરને આગને હવાલે કર્યુ છે. પોલીસને ઘટનાની જાણ થતા જ આરોપીની અટકાયત કરી છે.

રાજકોટના જીયાણા ગામે મંદિરને આગ લગાવવાની ઘટના સામે આવી છે. ગામના પૂર્વ સરપંચે ભગવાનથી નારાજ થઈને રામદેવપીર અને મેલડી માતાજીના મંદિરને આગ લગાવી દીધી. પોલીસને જાણ થતા જ આરોપીની અટકાયત કરી છે. ઍરપોર્ટ પોલીસે માજી સરપંચ અરવિંદ સરવૈયાને સકંજામાં લઈ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મંદિરને આગ લગાવવા પાછળનું સ્પષ્ટ કારણ તો કોઈ સામે આવ્યુ નથી પરંતુ હતાશામાં આવી જઈ આ પગલુ ભર્યુ હોવાનુ પ્રાથમિક દૃષ્ટિએ સામે આવ્યુ છે. સરપંચનું કહેવુ છે કે પૂજાપાઠ કર્યા પરંતુ સ્થિતિ ન સુધરતા આ દુષ્કૃત્ય આચર્યુ હોવાનુ સરપંચનું રટણ છે.

ગામલોકોને પ્રાથમિક દૃષ્ટિએ એવુ લાગ્યુ કે કોઈ અંગત અદાવતમાં કે જુના રાગદ્વેશ રાખી આ પ્રકારનું કૃત્ય કરવામાં આવ્યુ હશે. આ ઘટનામાં પોલીસે ઉંડાણપૂર્વકની તપાસ કરતા ચોંકાવનારી હકીકતો સામે આવી. ગામના જ પૂર્વ સરપંચ અરવિંદ સરવૈયાએ આ મંદિર સળગાવ્યુ હતુ. તેનુ કારણ એ હતુ કે તેની લાગણી ઘવાઈ હોવાથી તે ભગવાનથી નારાજ હતો અને આવેશમાં આવી જઈ તેમણે આ કૃત્ય કર્યુ હતુ.

આ પણ વાંચો: પીએમ મોદીએ વારાણસીથી સતત ત્રીજીવાર નોંધાવી ઉમેદવારી, એનડીએના નેતાઓ, વિવિધ રાજ્યોના મુખ્યપ્રધાનો રહ્યાં ઉપસ્થિત

 

રાજકોટ સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">