રાજકોટ જિલ્લામાં પડેલા ભારે વરસાદના પગલે પાકને નુકસાન, ખેડૂતોએ કલેકટરને આવેદન આપી વળતરની કરી માગ, જુઓ Video

રાજકોટ જિલ્લામાં પડેલા ભારે વરસાદના પગલે પાકને નુકસાન, ખેડૂતોએ કલેકટરને આવેદન આપી વળતરની કરી માગ, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 03, 2024 | 9:45 AM

સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં પડેલા અતિભારે વરસાદને લઈને ખેડૂતોને મોટુ નુકસાન થયુ છે. ધોધમાર વરસાદને પગલે ખેડૂતોના પાકને ભારે નુકસાન થયુ છે. પાક નુકસાનને લઈ ખેડૂતોએ કલેકટરને આવેદન આપ્યુ છે.

સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં પડેલા અતિભારે વરસાદને લઈને ખેડૂતોને મોટુ નુકસાન થયુ છે. ધોધમાર વરસાદને પગલે ખેડૂતોના પાકને ભારે નુકસાન થયુ છે. પાક નુકસાનને લઈ ખેડૂતોએ કલેકટરને આવેદન આપ્યુ છે. ખેડૂતોએ કલેકટરને પાકની નુકસાનીને લઈને રજૂઆત કરી છે.

તેમજ ખેડૂતોએ સર્વે કરી યોગ્ય વળતર આપવાની માગ કરી છે. એરંડા, કપાસ, તુવેર, લીલા શાકભાજી અને ચારાને મોટું નુકસાન થયુ છે. બીજી તરફ પડધરી તાલુકામાં અનેક ગામોમાં 50 ટકા ખેતરો સંપૂર્ણ ધોવાઈ ગયા છે. ખેતરોમાં ઉભો પાક નષ્ટ થતા ખેડૂતોને પારાવાર નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે.

ખેડૂતોએ સહાય ચુકાવવાની માગ કરી

બીજી તરફ વડોદરાના વાઘોડિયામાં વરસાદથી ખેડૂતોના ખેતરોમાં પાણી ઘૂસી જતા ખેડૂતને મોટા પાયે નુકસાન વેરવાનો વારો આવ્યો છે. પપૈયા, કેળ, મરચી તેમજ શાકભાજીના ઉભા પાક નષ્ટ પામતા ખેડૂતો સર્વે કરી સહાય ચુકવવા ખેડૂતોની માગ કરી રહ્યા છે.

g clip-path="url(#clip0_868_265)">