આજનું હવામાન : રાજ્યમાં ઠંડીની આગાહી, નલિયામાં નોંધાયુ સૌથી ઓછું તાપમાન, જુઓ વીડિયો
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં ઠંડીનો ચમકારો જોવા મળે છે. તેમજ પવનની ગતિ વધતા ઠંડીનો પારો ગગડે તેવી શક્યતા વ્યક્ત કરી છે. આજે અમદાવાદમાં 21 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં ઠંડીનો ચમકારો જોવા મળે છે. તેમજ પવનની ગતિ વધતા ઠંડીનો પારો ગગડે તેવી શક્યતા વ્યક્ત કરી છે. આજે અમદાવાદમાં 21 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે. તેમજ વડોદરા, ભાવનગર, સુરત, વલસાડ સહિતના જિલ્લાઓમાં 23 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે. આ ઉપરાંત ભૂજમાં 19 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે. બીજી તરફ રાજકોટમાં 22 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે. તેમજ પાલનપુરમાં 19 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે.
હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યમાં ફરી ઠંડીનો રાઉન્ડ શરુ થઈ ગયો છે. જેમાં નલિયામાં સૌથી ઓછું 9 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. તેમજ ડિસામાં 11 ડિગ્રી, ગાંધીનગરમાં 12 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. બીજી તરફ કંડલામાં 11 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. રાજકોટમાં 13 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. આ ઉપરાંત કેશોદ, સુરેન્દ્ર નગર, ભૂજમાં 14 ડિગ્રી તાપમાન નોંધાયુ છે.