પાટણમાં બાઇક ચોર ગેંગનો આતંક, ચોરી કરવાની ઘટના CCTVમાં કેદ, જુઓ

પાટણમાં બાઇક ચોરી કરનારી ગેંગનો તરખાટ મચ્યો છે. પાટણ શહેરમાં એક જ સોસાયટીમાંથી બે બાઈક ચોરી થવાની ઘટના સામે આવી છે. બાઈક ચોરી કરી જવાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. જેને લઈ પાટણ પોલીસે હવે બાઇક ચોરી કરનારી ગેંગને ઝડપવા માટે પ્રયાસો શરુ કર્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 13, 2024 | 7:22 PM

ઉત્તર ગુજરાતમાં તસ્કરોએ ત્રાસ કરી મૂક્યો છે. વાહન અને ઘર ફોડ ચોરીઓ વધી ચૂકી છે. જેને લઈ સ્થાનિક લોકો પણ પરેશાન બની ચૂક્યા છે. તો પોલીસને માટે તસ્કરોને ઝડપવા અને ચોરીઓને નિયંત્રણ કરવા પર પડકાર બન્યો છે. આ દરમિયાન પાટણમાં હવે બાઈક ચોર ગેંગે પણ તરખાટ મચાવી મૂક્યો છે. બાઇક અને વાહન ચોરીથી સ્થાનિક લોકો પરેશાન બન્યા છે.

આ પણ વાંચો: સાબરકાંઠાઃ પૂર્વ MLA અને નેતાના સગાંઓનો લાખોનો ટેક્ષ બાકી, હિંમતનગર પાલિકાએ નોટિસ ફટકારી

પાટણમાં એક જ સોસાયટીમાંથી બે બાઇકોની ચોરી આચરવાની ઘટના સામે આવી છે. કે શ્યામ સોસાયટીમાંથી બાઇક ચોર ગેંગે બે બાઇકની ચોરી આચરી છે. ઘટના જોકે CCTV માં કેદ થઈ હતી. જેને લઈ હવે સ્થાનિક પોલીસે સીસીટીવી ફૂટેજ આધારે તસ્કરોને ઝડપવા માટે પ્રયાસો શરુ કર્યા છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">