Ahmedabad : પડતર માંગને લઈને BRTSના કર્મચારીઓ હડતાળ પર, 100 જેટલી બસો બંધ રહેતા લોકોને હાલાકી

ઉચ્ચ અધિકારી સાથે વહેલી સવારે વાટાઘાટો બાદ નિવારણ ન આવતા કર્મચારીઓએ (BRTS Employe) વિરોધ કર્યો હતો. હડતાળને પગલે વસ્ત્રાલ ડેપો ખાતે પોલીસનો (Ahmedabad Police)  ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 20, 2022 | 7:33 AM

અમદાવાદમાં (Ahmedabad) BRTS ના કર્મચારીઓ બોનસ અને પગાર વધારા સહિત વિવિધ મુદ્દાઓને લઈ હડતાલળ (Strike ) પર ઉતર્યા છે.  વસ્ત્રાલ ડેપો ખાતે JBM કંપનીના BRTS કર્મચારીઓએ ભેગા થઈને વિરોધ નોંધાવ્યો હતો. ઉચ્ચ અધિકારી સાથે વહેલી સવારે વાટાઘાટો બાદ નિવારણ ન આવતા કર્મચારીઓએ (BRTS Employe) વિરોધ કર્યો હતો. હડતાળને પગલે વસ્ત્રાલ ડેપો ખાતે પોલીસનો (Ahmedabad Police)  ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો.

મહત્વનું છે કે 70 કર્મચારીઓ હડતાલ પર ઉતરતા BRTSની 100 બસો બંધ રહી હતી. કર્મચારીઓની હડતાળના પગલે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જ્યાં સુધી પગાર નહિ વધે ત્યાં સુધી હડતાળ યથાવત રાખવા કર્મચારીઓએ ચીમકી આપી છે. તો સાથે જ કર્મચારીઓએ અધિકારીઓ ધમકી આપતા હોવાના આક્ષેપ પણ કર્યા છે.

અધિકારીઓ ધમકી આપતા હોવાનો કર્મચારીઓનો આક્ષેપ

મહત્વનું છે કે ખાનગી કંપનીના કોન્ટ્રાક્ટ બેઝ ડ્રાઈવરોની બોનસ (Bonus) અને પગાર વધારાની માંગણીને લઈ હડતાળ પર ઉતરી જતા બસ સેવાને આંશિક અસર થઈ હતી. તો બીજી તરફ 70 જેટલા ડ્રાઈવરો અચાનક હડતાળ પર ઉતરી જતા અમદાવાદ જનમાર્ગ લિમિટેડ દ્વારા કોન્ટ્રાક્ટ કંપનીને તાત્કાલિક અન્ય ડ્રાઈવરો મૂકી બસ શરૂ કરવા જણાવવામાં આવ્યુ હતુ. હાલ તહેવારના સમયે જ BRTS કર્મચારીઓ હડતાળ પર ઉતરતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.

Follow Us:
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">