અમદાવાદ: રામોલમાં ખાનગી હોસ્પિટલમાં ગર્ભવતી મહિલા અને બાળકનું મોત થતા પરિવારજનોએ કર્યો હોબાળો- વીડિયો
અમદાવાદના રામોલ CTM વિસ્તારમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં ગર્ભવતી મહિલાનું મોત થતા પરિવારજનોએ ભારે હોબાળો મચાવ્યો અને તોડફોડ કરી હોવાનુ સામે આવ્યુ છે. મહિલાએ મૃત બાળકને જન્મ આપ્યો હતો ત્યારબાદ મહિલાનું પણ મોત થયુ હતુ. જેના પગલે પરિવારજનો રોષે ભરાયા અને તોડફોડ મચાવી હતી.
અમદાવાદના રામોલ CTM ખાતે ખાનગી હોસ્પિટલમાં તોડફોડની ઘટના બની છે. ઘટનાની વિગતવાર વાત કરીએ તો અહીં આવેલી રજની હોસ્પિટલમાં એક ગર્ભવતી મહિલા દાખલ થઈ હતી. આ મહિલાએ મૃત બાળકને જન્મ આપ્યો હતો. ત્યારબાદ માતાનું પણ મોત થયું. જેના પગલે મૃતક મહિલાના પરિવારજનોએ હોસ્પિટલમાં ભારે હોબાળો કર્યો હતો.
અહીંના તબીબોનું માનીએ તો મૃતકના પરિવાર જનોએ હોસ્પિટલમાં તોડફોડ કરી હતી. સાથે જ હોસ્પિટલમાં કેરોસિનનો છટકાવ કર્યો હતો અને ધમકી આપી હતી કે હોસ્પિટલ બંધ કરી દેજો નહીં તો સળગાવી દેવામાં આવશે.
આ પણ વાંચો: જાહેરમાં થૂંકતા પહેલા નહીં ચેતો તો દંડાશો, મહાનગરપાલિકાની તીસરી આંખ તમારા પર રાખી રહી બાઝ નજર- વીડિયો
જુઓ આ દ્રશ્યો કેવી રીતે હોસ્પિટલમાં આવેલા અસામાજિક તત્વો દ્વારા લાકડાના ધોકા મારવામાં આવી રહ્યા છે. ઘટનાની જાણ પોલીસને પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો હાલ તો પોલીસે આ મામલે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે અને હોસ્પિટલમાં તોડફોડ કરનારાઓને ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે.