જાહેરમાં થૂંકતા પહેલા નહીં ચેતો તો દંડાશો, મહાનગરપાલિકાની તીસરી આંખ તમારા પર રાખી રહી છે બાઝ નજર- વીડિયો

અમદાવાદને સ્વચ્છ શહેર બનાવવા મહાનગરપાલિકા દ્વારા સઘન ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. શહેરના તમામ જાહેર રસ્તા પર થૂંકનારા લોકો પાસેથી 50 થી 100 રૂપિયાનો દંડ વસુલવામાં આવી રહ્યો છે. શહેરના વિવિધ રસ્તાઓ પર સીસીટીવી કેમેરાની મદદથી બાઝ નજર રખાઈ રહી છે.

Narendra Rathod
| Edited By: | Updated on: Feb 06, 2024 | 10:20 AM

જો તમે અમદાવાદમાં રહેતા હો અને જાહેરમાં થૂંકવાના આદી હો તો ચેતી જજો. જો હવે તમે જાહેરમાં થૂકતા પકડાશો તો તમારે દંડ ભરવો પડી શકે છે. ખાસ કરીને પાન મસાલા ખાનારા વ્યસનીઓ લોકો જે પાન મસાલા ખાઈને જ્યાં ત્યાં થૂંકતા હોય છે તેમના માટે કોર્પોરેશન દ્વારા વિશેષ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે.

આવા થૂંકનારા તત્વો પર લગામ કસવા માટે સીસીટીવી કેમેરાની પણ મદદ લેવામાં આવી રહી છે. ઉપરાંત વિશેષ સ્કવોડ પણ ફરજ પર મુકવામાં આવી છે. જે આવા શહેરમાં ગમે ત્યાં થૂંકી ગંદકી કરતા લોકો પર નજર રાખશે.

5 રૂપિયાની પાન મસાલાની પડીકી ભરાવશે 500 રૂપિયા સુધીનો દંડ

શહેરના સ્માર્ટ સીસીટીવી દ્વારા શહેરના જાહેર રસ્તા પરથી પસાર થતા વાહનચાલકો અને રાહદારીઓ પર નજર રાખવામાં આવી રહી છે. જેમા જો કોઈ થૂંકતા દેખાશે તો ટ્રાફિકના મેમોની જેમ થૂંકવા માટેનો મેમો પણ આપના ઘરે આવી જશે. જાહેરમાં થૂંકવા બદલ આપે 100 રૂપિયાથી લઈને મહત્તમ 500 રૂપિયા સુધીનો દંડ ભરવાની તૈયારી રાખવી પડશે.

આથી પાન મસાલાના વ્યવસનીઓ જે 5 થી 10 રૂપિયાની પડીકી ખાઈને જાહેર રસ્તા પર પીચકારી મારતા હોય છે તેમને એ પાંચ 10 રૂપિયાની પીચકારી 100 રૂપિયામાં પડશે. પાન મસાલા ખાઈને ક્લિન સિટીને ગંદુ કરનારા તત્વો સામે હવે AMCના સોલિડ વેસ્ટ વિભાગે લાલ આંખ કરતા દંડની કામગીરી અમલમાં મુકી છે અને ઝોન મુજબ સ્કવોડ બનાવીને પણ થૂંકનારા લોકોને પકડવામાંઆવી રહ્યા છે.

મ્યુનિ. કમિશનરની સૂચનાથી શહેરના સ્વચ્છ રાખવા શરૂ કરાઈ ખાસ ડ્રાઈવ

અમદાવાદ શહેરને ક્લિન સિટી બનાવવા મ્યુનિસિપલ કમિશનર એમ થેન્નારસને જાહેરમાં લોકો થૂંકી ગંદકી ફેલાવતા બંધ થાય તેના માટે તમામ વિભાગના અધિકારીઓને અસરકારક કામગીરી કરવા આદેશ આપ્યો છે. જે મુજબ શહેરને સ્વચ્છ રાખવા કોર્પોરેશન દ્વારા ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જે મુજબ લોકો જાહેર રસ્તા પર થૂંકતા બંધ થાય તે માટે

  • જાહેરમાં થૂંકવા માટે 50 થી 100 રૂપિયાના દંડની જોગવાઇ
  • જાહેરમાં થૂંકનારા પર નજર રાખવા AMC દ્વારા ઝોન મુજબ સ્ક્વોડ તૈયાર કરાઈ
  • જાહેરમાં થૂંકનારાઓને પકડવા સ્માર્ટ CCTVની લેવાઈ રહી છે મદદ
  • રાહદારીઓ સહિત વાહનચાલકો પર CCTVથી રખાઈ રહી છે નજર
  • ચાર દિવસના અભિયાનમાં જાહેરમાં થૂંકરનારા 388 લોકોને ફટકારાયો દંડ
  • છેલ્લાં એક વર્ષમાં જાહેરમાં થૂંકી ગંદકી કરનારા 3100થી વધુ લોકો દંડાયા
  • નિયમ મુજબ વાહન ચલાવતી વખતે રોડ પર થૂંકનારા પાસેથી મહત્તમ 500 રૂપિયા દંડ વસુલાશે

આપને જણાવી દઈએ કે શહેરને સ્વચ્છ રાખવા શરૂ કરાયેલી આ ઝુંબેશ થકી

  1. પહેલા દિવસે સાત ઝોનના વિવિધ રસ્તા પર થૂંકનારા 152 લોકો પાસેથી 18050 રૂપિયાનો દંડ વસુલવામાં આવ્યો છે.
  2. બીજા દિવસે 135 થી વધુ લોકોને દંડ કરાયો છે અને તેમની પાસેથી 15,210 રૂપિયા દંડ પેટે વસુલવામાં આવ્યા છે.
  3. ત્રીજા દિવસે જાહેરમાં થૂંકવા બદલ 101 લોકો દંડાયા અને તેમની પાસેથી 12000 રૂપિયાનો દંડ વસુલવામાં આવ્યો છે.

સૌથી વધુ નદીપારના પશ્ચિમ ઝોન વિસ્તારમાંથી લોકો દંડાયા

ઉલ્લેખનીય છે કે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરની સૂચનાથી શહેરના તમામ ઝોનમાં શુક્રવારથી જાહેરમાં થૂંકનારા લોકો પાસેથી દંડની વસુલાત શરૂ કરી દેવાઈ છે. જેમા અત્યાર સુધીમાં સૌથી વધુ દંડ નદીપારના પશ્ચિમ ઝોનમાંથી વસુલવામાં આવ્યો છે. પ્રથમ દિવસે પશ્ચિમ ઝોનમાંથી 54 લોકો પાસેથી દંડ વસુલાયો હતો જ્યારે બીજા દિવસે નદીપારના વિસ્તારના 70 લોકો પાસેથી દંડ વસુલાયો અને ત્રીજા દિવસે 32 લોકો નદીપારના વિસ્તારમાંથી દંડાયા છે.

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">