Aravalli Video : માલપુરના સુરાતનપુરમાં ઝેરી ઘાસચારો ખાવાથી 10 પશુને ઝેરની અસર, 4ના મોત, 6 સારવાર આપી બચાવી લેવાયા
અરવલ્લીના માલપુરના સુરાતનપુર ગામમાં એક સાથે 4 જેટલા પશુના મૃત્યુ થયુ હોવાની ઘટના સામે આવી છે. પ્રાપ્તથતી વિગતો અનુસાર ઝેરી ધાસચારો ખાવાથી 10 પશુઓને ઝેરની અસર થઈ હતી. જેમાંથી 4 પશુ મૃત્યુ પામ્યા છે.
અરવલ્લીના માલપુરના સુરાતનપુર ગામમાં એક સાથે 4 જેટલા પશુના મૃત્યુ થયુ હોવાની ઘટના સામે આવી છે. પ્રાપ્તથતી વિગતો અનુસાર ઝેરી ધાસચારો ખાવાથી 10 પશુઓને ઝેરની અસર થઈ હતી. જેમાંથી 4 પશુ મૃત્યુ પામ્યા છે.
10 પશુને ઝેરની અસર
સાંજના સમયે ખેતરમાંથી લાવેલા ધાસચારો ખવડાવ્યા બાદ પશુઓની તબિયત લથડી હતી. ઘટના બનતાની સાથે તાત્કાલિક દિવ્યાંગ પશુપાલકે પશુઓને માલપુર સરકારી પશુ ચિકિસ્તકની ટીમને બોલાવી સારવાર આપવામાં આવી હતી. જેના પગલે માલપુર સરકારી પશુ ચિકિસ્તકની ટીમે 10માંથી 6 પશુને સારવાર આપી બચાવ્યા છે. પરંતુ 4 પશુના મોત થતા દિવ્યાંગ પશુપાલકની સ્થિતિ કફોડી બની છે. ઝેરની અસરથી પશુઓના મોતમાં આર્થિક સહાયની જોગવાઈ નહીં.
બીજી તરફ થોડા દિવસ અગાઉ દમણના દલવાડામાં એક સાથે 35 ગૌ વંશના મૃત્યુ થયાની ઘટના સામે આવી હતી. મળતી વિગતો અનુસાર શંકાસ્પદ ખોરાક ખવડાવ્યા બાદ ગાયોનું મોત થયા હોવાનું સામે આવ્યુ હતુ.
( વીથ ઈનપુટ – અવનિશ ગોસ્વામી, અરવલ્લી )