Health: બાળકોમાં પ્રોટીનની પૂરતી માત્રા સુનિશ્ચિત કરવાનો મુખ્ય રસ્તો ડાઈવરસિફાઈડ આહાર
શાળાના બાળકોમાં આવા પોષણના પડકારોને પહોંચી વળવા માટે કેન્દ્ર સરકારે 2001માં તમામ રાજ્યોમાં મધ્યાહન ભોજન યોજના શરૂ કરી હતી. આ અત્યંત અસરકારક યોજના એ સુનિશ્ચિત કરે છે કે સરકારી અને સ્થાનિક સંસ્થાઓની શાળાઓમાં બાળકોને દરરોજ બપોરના ભોજનમાં તાજો રાંધેલો અને પૌષ્ટિક ખોરાક પીરસવામાં આવે.
ખોરાકની પર્યાપ્તતા હાંસલ કરવા છતાં ભારતના બાળકો કૂપોષણથી પીડાય છે. 2014-15માં પ્રોટીન (Protein Food) ઉર્જા કુપોષણના ભયંકર રોગને કારણે 37% ભારતીય બાળકો સ્ટંટેડ, 21% ખૂબ પાતળા હતા અને 34% ઓછા વજનવાળા હતા. દુર્ભાગ્યે, મહામારી દરમિયાન આમાં વધુ વધારો થવાની સંભાવના છે. ભારતીય ઘરોમાં ચોખા અને ઘઉં જેવા મુખ્ય અનાજના વપરાશ પર સતત ધ્યાન કેન્દ્રિત કરવાથી આહારમાં વિવિધતા અને અન્ય પોષક તત્વોના સેવનને અટકાવવામાં આવ્યું છે જે શરીરના કાર્યોને સંતુલિત કરવા માટે સમાન રીતે મહત્વપૂર્ણ છે. નેશનલ ન્યુટ્રિશન મોનિટરિંગ બોર્ડના સર્વેક્ષણો દર્શાવે છે કે ભારતીય આહારમાં લગભગ 60% પ્રોટીન અનાજમાંથી મળે છે, જે પ્રમાણમાં ઓછી પાચનક્ષમતા અને ગુણવત્તા ધરાવે છે.
પ્રો. કે.સી. બંસલ, ભૂતપૂર્વ ડિરેક્ટર, ICAR કહે છે કે “દેશમાં મોટા પ્રમાણમાં ખોરાકની ગુણવત્તા વિશે લોકોને શિક્ષિત કરવા માટે એક મિશન મોડ એજ્યુકેશન પ્રોગ્રામ શરૂ કરવો જોઈએ કારણ કે પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં કુપોષણનું પ્રમાણ ઘણું વધારે અને વ્યાપક છે. બાજરી અને કઠોળ જેવા સ્ત્રોતો જે ગુણવત્તામાં મૂલ્ય ઉમેરે છે અને તેમનો વૈવિધ્યસભર ઉપયોગ કરવો તે ખૂબ જ મહત્વપૂર્ણ છે.”
શાળાના બાળકોમાં આવા પોષણના પડકારોને પહોંચી વળવા માટે કેન્દ્ર સરકારે 2001માં તમામ રાજ્યોમાં મધ્યાહન ભોજન યોજના શરૂ કરી હતી. આ અત્યંત અસરકારક યોજના એ સુનિશ્ચિત કરે છે કે સરકારી અને સ્થાનિક સંસ્થાઓની શાળાઓમાં બાળકોને દરરોજ બપોરના ભોજનમાં તાજો રાંધેલો અને પૌષ્ટિક ખોરાક પીરસવામાં આવે. સરકારે હવે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પીએમ પોષણ યોજના હેઠળ મધ્યાહન ભોજનમાં બાજરાનો સમાવેશ કરવા વિનંતી કરી છે, જેથી કરીને પીરસવામાં આવતા ખોરાકમાં પ્રોટીનની ગુણવત્તા વધે.
પ્લાન્ટ આધારિત પ્રોટીન વિકલ્પો અને સોયા પ્રોટીન બાળકો માટે અત્યંત ફાયદાકારક હોઈ શકે છે અને દેશના ખાદ્ય વૈજ્ઞાનિકો ઘણા વર્ષોથી ભલામણ કરી રહ્યા છે કે સરકાર આ ઉત્પાદનોને શાળાના બાળકો માટે મધ્યાહન ભોજન યોજના જેવા સરકારી કાર્યક્રમોમાં સામેલ કરે.
“પ્લાન્ટ આધારિત માંસ જેવા ઉત્પાદનોએ સોયા નગેટ્સ જેવા પહેલા મળતા ઉત્પાદનો કરતાં વધુ સારો દેખાવ કર્યો છે. તેઓ મટન અને ચિકનનો સ્વાદ આપી રહ્યા છે.
ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઑફ ગુડ ફૂડના મેનેજિંગ ડિરેક્ટરે વરુણ દેશપાંડેએ કહ્યું કે યોગ્ય સ્વાદ સાથે યોગ્ય ભાવે પ્રોટીન મેળવવાની આ તક હોવી જોઈએ અને સરકાર અહીં મુખ્ય ભૂમિકા ભજવી શકે છે. ઉદાહરણ તરીકે આ નવા ખોરાકને મધ્યાહ્ન ભોજન જેવી પોષણ સુરક્ષા યોજનાઓમાં સામેલ કરી શકાય છે,”
માત્ર શાળાઓમાં જ નહીં, પરંતુ ઘરમાં પણ બાળકોના સામાન્ય આહારમાં યોગ્ય પોષણ અને પ્રોટીનનો અભાવ હોય છે જે તેમના સર્વાંગી વિકાસ માટે જરૂરી છે. દેશપાંડેના જણાવ્યા મુજબ આજે ખોરાક વિજ્ઞાને ઉચ્ચ સ્તરના પ્રોટીન સાથેના ચોખા, રોટલી વગેરે જેવા મુખ્ય ખોરાકને મજબૂત કરવા માટે વપરાતી પદ્ધતિઓમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે. માંસ, ઈંડા અને ડેરી જેવા સામાન્ય સ્ત્રોતો સિવાય, કુત્રિમ માંસ પણ સારો વિકલ્પ છે, જે શાકાહારી ઘરોમાં સરળતાથી ખાઈ શકાય છે.
અભિનેત્રી અને સેલિબ્રિટી ફિટનેસ ઉત્સાહી મંદિરા બેદી પણ પ્રોટીનની જરૂરિયાતોને પહોંચી વળવા કુત્રિમ માંસ અને સોયાબીનના મહત્વને સમર્થન આપે છે. “મને દરરોજ ઓછામાં ઓછા 20-30 ગ્રામ પ્રોટીનની જરૂર છે. જ્યારે પહેલા મારી પાસે માત્ર ઈંડા અને ચીઝ હતું. પ્રોટીનની ઉચ્ચ ગુણવત્તાને કારણે આજે મારી પસંદગી કુત્રિમ માંસ અને સોયા તરફ વળી છે.
આ રીતે શાકાહારી પરિવારોમાં પ્રોટીન-ફોર્ટિફાઈડ ખોરાક કે જે પશું ઉત્પાદનોના સારા વિકલ્પ છે, તેના વિશે જાગૃતિ લાવવી જરૂરી છે. આ બદલામાં બાળકોમાં તંદુરસ્ત ખોરાકની આદતો કેળવવામાં મદદ કરશે, જેથી તેઓ મોટા થાય તેમ માહિતગાર પસંદગીઓ કરી શકે. દેશપાંડે કહે છે “સમુદાય, ઉદ્યોગ અને સરકારની જવાબદારી છે કે તેઓ ભેગા થાય અને ખાદ્ય વિજ્ઞાનનો ઉપયોગ કરીને ખોરાકના ઉત્પાદનને સક્ષમ બનાવે જે ઉચ્ચ પોષક મૂલ્ય ધરાવે છે, તેનો સ્વાદ સારો છે અને પોષણક્ષમ ભાવે પણ મળે છે.” પરિવારોએ પણ પોતાને પ્રોટીનના નવા સ્ત્રોતો વિશે શિક્ષિત કરવું જોઈએ, જેથી કરીને ઘરમાં ખોરાકની આદતો સંતુલિત રહે.
જાણીતા ન્યુટ્રિશન એવેન્જલિસ્ટ અને વન હેલ્થ પ્લેટફોર્મના સ્થાપક ડો. શિખા શર્મા આખા અનાજ અને વિવિધ પ્રકારની શાકભાજી ધરાવતા વૈવિધ્યસભર આહારની સલાહ આપે છે. તેઓ સૂચવે છે, “પરિવારોએ દરરોજ વિવિધ શાકભાજી ખાવાનો પ્રયાસ કરવો જોઈએ અને સૂર્યમુખી, ઘી અને સરસવના તેલ જેવા વિવિધ રસોઈ તેલનો ઉપયોગ કરવો જોઈએ. કાકડી, ગાજર વગેરે જેવા સલાડનું સેવન કરવું પણ જરૂરી છે.”
ડૉ. શર્માને એમ પણ લાગે છે કે “શાળાના અભ્યાસક્રમમાં ખાદ્ય શિક્ષણનો સમાવેશ થવો જોઈએ કારણ કે આનાથી તેમના જીવનની શરૂઆતથી જ સારી ખોરાકની આદતો રાખવામાં મદદ મળશે.”