High Protein lentils : વજન ઘટાડવા માટે આહારમાં પ્રોટીનનો કરો સમાવેશ, આ 5 ઉચ્ચ-પ્રોટીન દાળ રહેશે ફાયદાકારક

પ્રોટીનથી ભરપૂર મસૂર તમને ફિટ રાખે છે. તમે તેને સરળતાથી સ્ટોર કરી શકો છો અને બનાવી શકો છો. આવો જાણીએ તેના ફાયદા.

High Protein lentils : વજન ઘટાડવા માટે આહારમાં પ્રોટીનનો કરો સમાવેશ, આ 5 ઉચ્ચ-પ્રોટીન દાળ રહેશે ફાયદાકારક
High Protein Lentils: Include These 5 High-Protein Lentils in the Diet
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 14, 2022 | 9:59 AM

રોજ એક વાટકી ગરમ દાળનું સેવન કરવું આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. વજન ઘટાડવા (Weight loss)ની આ એક સૌથી સસ્તી, સરળ અને સૌથી અસરકારક રીત છે. દરેક દાળમાં (lentils) ફાઈબર અને પ્રોટીન વધુ માત્રામાં હોય છે. દાળ ન માત્ર ઓછી કેલરીવાળું ફૂડ છે, પરંતુ તે તમને લાંબા સમય સુધી તૃપ્ત પણ રાખે છે. અલગ અલગ દાળ ફાઈબર, લેકટીન્સ અને પોલિફીનોલ્સ જેવા જરૂરી પોષક તત્વોથી ભરપૂર હોય છે. તે હૃદય રોગ, સ્થૂળતા, ડાયાબિટીસ અને કેન્સરના જોખમને ઘટાડવામાં પણ મદદ કરે છે.

અડદની દાળ અથવા કાળી દાળ

અડદની દાળનો ઉપયોગ સામાન્ય રીતે સ્વાદિષ્ટ દાળ મખાની બનાવવા માટે થાય છે. આ દાળ સૌથી પૌષ્ટિક દાળમાંની એક છે. તેમાં ચરબી અને કેલરી ઓછી હોય છે. તે પાચન સુધારવામાં મદદ કરે છે. તે પ્રોટીન અને વિટામિન B3નો સમૃદ્ધ સ્ત્રોત છે. તે આપણા હાડકાંને મજબૂત બનાવે છે. તે ઉર્જા સ્તરને વેગ આપે છે, હૃદયને સ્વસ્થ રાખે છે અને આપણા ચેતાતંત્રને મજબૂત બનાવે છે. તે પ્રોટીનથી ભરપૂર હોય છે. તે લાંબા સમય સુધી તમારુ પેટ ભરેલું રાખે છે.

ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો

ચણાની દાળ

પ્રોટીન અને ફાઈબરથી ભરપૂર ચણાની દાળ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તે ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. એક કપ ચણાની દાળ તમને પૂરતા પ્રમાણમાં પ્રોટીન, આયર્ન, કેલ્શિયમ અને પોટેશિયમ પ્રદાન કરે છે. તે તમારા હૃદયને સ્વસ્થ રાખે છે. તે ડાયાબિટીસ માટે પણ યોગ્ય આહાર છે. તે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. તે તમારા મેટાબોલિક રેટને વધારે છે.

તુવેર દાળ

તુવેર દાળ એ પ્રોટીનનો સૌથી સમૃદ્ધ સ્ત્રોત છે. તેમાં ફાઈબર, ફોલિક એસિડ, આયર્ન અને કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે. તેમાં સારા કાર્બોહાઇડ્રેટ્સ હોય છે જે અકાળ ભૂખને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. ડાયાબિટીસ અને હૃદય રોગથી પીડિત લોકો માટે તુવેર દાળ પણ એક સુપરફૂડ છે.

મગની દાળ

મગની દાળ એ સૌથી લોકપ્રિય શાકાહારી સુપરફૂડ પૈકી એક છે. તેમાં પ્રોટીન ભરપૂર માત્રામાં હોય છે. તે રક્ત પરિભ્રમણને પ્રોત્સાહન આપવામાં અને ત્વચાને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. પોટેશિયમ, કેલ્શિયમ અને આયર્નથી ભરપૂર હોવાથી તે હાડકાંને મજબૂત રાખે છે. મસૂર દાળ એ પોષક તત્વોથી ભરપૂર છે, જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.

મસુર દાળ

એવું માનવામાં આવે છે કે તેમાં કાર્બોહાઇડ્રેટ્સની યોગ્ય માત્રા છે. તે તમને લાંબા સમય સુધી તૃપ્ત રાખે છે. મસૂરમાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે જે સેલ ડેમેજ ઘટાડે છે અને વૃદ્ધાવસ્થાને રોકવામાં મદદ કરે છે.

ડાયાબિટીસના દર્દી માટે મસૂર એક સારો ખોરાક વિકલ્પ છે. તે બ્લડ શુગરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. ભારતમાં લગભગ દરેક ઘરમાં કઠોળ દૈનિક આહારનો એક ભાગ છે. તે ખૂબ જ સરળતાથી ઉપલબ્ધ છે. તમે વિવિધ પરોઠા, ટિક્કી, ભજીયા, પેનકેક અને ખીચડી વગેરે વાનગીઓ માટે દાળનો ઉપયોગ કરી શકો છો. આવો જાણીએ વજન ઘટાડવા માટે શ્રેષ્ઠ 5 ઉચ્ચ પ્રોટીન કઠોળ દાળ કઇ છે.

આ પણ વાંચો-

Healthy Body : શરીરમાં Hemoglobin નું સ્તર કુદરતી રીતે વધારવા કરો આ ઉપાય

આ પણ વાંચો-

Child Health : બાળકોના પેટમાં કીડાની સમસ્યા સામાન્ય છે, જાણો કેવી રીતે ઘરે જ કરશો ઈલાજ ?

g clip-path="url(#clip0_868_265)">