Weird food : લો બોલો…પાણીપુરી પર કર્યો આવો અત્યાચાર, જોઈને લોકોનો પારો ચડી ગયો, થયા લાલઘુમ, જુઓ વીડિયો
તમે પાણીપુરી તો ખૂબ જ ખાધી હશે, પરંતુ શું તમે ક્યારેય પાણીપુરીને ફળો સાથે ખાધી છે? જી હા, સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક વ્યક્તિ બટાકા અને વટાણાને બદલે સફરજન, ડ્રેગન ફ્રુટ્સ અને નાશપતીનો ઉમેરો કરતો જોવા મળી રહ્યો છે. આવી અજીબોગરીબ પાણીપુરી જોઈને લોકોનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો છે.
દુનિયામાં ખાવા-પીવાના શોખીન લોકોની કોઈ કમી નથી. ઘણા લોકો એવા છે જે ખાવાના નામે ગમે ત્યાં જવા માટે તૈયાર હોય છે. આવા ઘણા કિસ્સાઓ અવાર-નવાર પ્રકાશમાં આવે છે જ્યારે લોકો તેમની મનપસંદ વસ્તુ ખાવા માટે અન્ય શહેર જતા હોય છે. આ જ કારણ છે કે આખી દુનિયામાં ખોરાકને લગતા વિવિધ પ્રકારના પ્રયોગો થતા રહે છે. આવા જ એક ફૂડ એક્સપરિમેન્ટનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ ફૂડ પ્રયોગ એવો છે કે તેને જોયા પછી તમને પણ ગુસ્સો આવી શકે છે.
વિવિધ વસ્તુઓ ઉમેરીને વિચિત્ર પાણીપુરી કરી તૈયાર
વાસ્તવમાં એક વ્યક્તિએ પાણીપુરીમાં બટાકા અને વટાણાની જગ્યાએ એવી વસ્તુઓ ઉમેરી છે કે તે ખાવાનું જોઈને જ તમારું મન ખરાબ થઈ જશે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે લારી વાળા ભાઈ પહેલા સફરજનના નાના ટુકડા કરે છે અને પછી ડ્રેગન ફ્રુટ્સ અને નાશપતીને કાપે છે. આ પછી તે ત્રણેયને મિક્સ કરીને પાણીપુરીની અંદર ભરી દે છે. પછી તે પાણીપુરીમાં દહીં સહિતની વિવિધ વસ્તુઓ ઉમેરે છે અને વિચિત્ર પાણીપુરી તૈયાર કરે છે. કહેવામાં આવી રહ્યું છે કે, આ વિચિત્ર પાણીપુરી જયપુરમાં જોવા મળે છે.
આ વિચિત્ર ફુડનો વીડિયો અહીં જુઓ…
View this post on Instagram
(Credit Source : jaipurhunger_stories )
આ વિચિત્ર ફૂડ કોમ્બિનેશનનો વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર jaipurhunger_stories નામની આઈડીથી શેર કરવામાં આવ્યો છે, જેને અત્યાર સુધીમાં 2 લાખ 80 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે, જ્યારે હજારો લોકોએ આ વીડિયોને લાઈક પણ કર્યો છે.
લોકો કરી રહ્યા છે કમેન્ટ્સ
તે જ સમયે વીડિયો જોયા પછી, લોકોએ વિવિધ પ્રકારની કોમેન્ટ્સ કરીને પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. એક યુઝરે ગુસ્સામાં લખ્યું છે કે, ‘જો તમે આનાથી કરતા પણ કોઈ ખરાબ વસ્તુ કરવા માંગતા હોય તો કરી દો’, જ્યારે બીજાએ લખ્યું છે કે ‘તમે ફળ અને પાણીપુરી બંનેનો સ્વાદ બગાડ્યો છે’. એ જ રીતે અન્ય એક યુઝરે પણ ગુસ્સામાં લખ્યું છે કે ‘જે ભાઈએ તેને બનાવ્યું તેણે પણ શરમને લીધે માસ્કથી પોતાનો ચહેરો છુપાવ્યો છે’, જ્યારે એકે લખ્યું છે કે, ‘આવા લોકોને જનતા માફ નહીં કરે’.