સોશિયલ મીડિયા પર આ દિવસોમાં એક વીડિયો ઝડપથી વાયરલ (Viral Video) થઈ રહ્યો છે, જેમાં મેળામાં ભોંપુ અને પુંગી વગાડીને બીજાને હેરાન કરનારા યુવકોને પોલીસ અનોખી સજા આપતી જોવા મળી રહી છે. આ વીડિયો મધ્યપ્રદેશના જબલપુરનો છે. વાયરલ ક્લિપ (Funny Viral Video)માં પોલીસ તેમને ફની રીતે પાઠ ભણાવતી જોઈ શકાય છે. જો કે આ વીડિયો પર લોકોનો અભિપ્રાય અલગ-અલગ છે. કેટલાક લોકોએ પોલીસકર્મીઓના જોરદાર વખાણ કર્યા છે તો ઘણા લોકોએ સજાની રીત પર સવાલ ઉઠાવ્યા છે.
વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે બે છોકરાઓ નવરાત્રી નિમિત્તે મેળામાં જઈને પરત ફરી રહ્યા છે. તેના હાથમાં ભોંપુ છે. કહેવામાં આવી રહ્યું છે કે બંને હોર્ન વગાડીને માત્ર ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા ન હતા, પરંતુ અન્ય લોકોને પરેશાન પણ કરતા હતા. પછી પોલીસે તેમને જોયા અને પછી તેમને એવી રીતે સજા કરી કે હવે આ છોકરાઓ ભોંપુ વગાડીને બીજાને ક્યારેય હેરાન નહીં કરે.
વીડિયોમાં તમે જોઈ શકો છો કે પોલીસકર્મીઓ બંનેને બોલાવે છે. પછી તેમને એકબીજાના કાનમાં ભોંપુ વગાડવાનું કહેવામાં આવે છે. જ્યારે છોકરો હળવેથી ભોંપુ વગાડે છે, ત્યારે પોલીસ તેને જોરથી ફૂંકવા કહે છે. જેના કારણે બંને છોકરાઓના કાન દુખવા લાગે છે. આ પછી પોલીસ બંનેને ઉઠક-બેઠક પણ કરાવે છે.
और बजाओ भोंपू 🤪 pic.twitter.com/SDfJyRCBcP
— Educators of Bihar (@BiharTeacherCan) October 6, 2022
આ વીડિયો સોશિયલ મીડિયાના અલગ-અલગ પ્લેટફોર્મ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ટ્વિટર પર, @BiharTeacherCan નામના હેન્ડલ સાથે, વપરાશકર્તાએ શેર કર્યો અને લખ્યું – ઓર બજાઓ ભોંપુ. 27 સેકન્ડની આ ક્લિપને 7.6 લાખથી વધુ વખત જોવામાં આવી છે, જ્યારે 20 હજારથી વધુ લોકોએ તેને પસંદ કરી છે. જો કે આ વીડિયો પર લોકોની મિશ્ર પ્રતિક્રિયા જોવા મળી રહી છે. અનેક લોકોએ પોલીસની શિક્ષાત્મક પ્રક્રિયા પર પણ સવાલો ઉઠાવ્યા છે.