Oxygen Plants: NASAએ સૂચવ્યા એવા 10 રૂમ પ્લાન્ટ્સ, જે હવામાં રહેલા ઝેરનો કરશે ખાત્મો અને વધારશે ઓક્સિજન
કોરોનાની અસર સૌથી વધુ માનવીના ફેફસામાં થાય છે અને આવા સમયમાં ફેફસાનું તંદુરસ્ત હોવુ અત્યંત જરૂરી છે. જેના માટે ઓક્સિજનથી ભરપૂર તાજી હવાની જરૂર છે તો ચાલો અહીં જાણીએ 10 રૂમ પ્લાન્ટ્સ વિશે જે વાતાવરણમાં ઑક્સિજન તો વધારશે જ સાથે સાથે વાતાવરણમાં હાનિકારક રસાયણ અને વાયુ પણ શોષી લે છે.
કોરોનાની અસર સૌથી વધુ માનવીના ફેફસામાં થાય છે અને આવા સમયમાં ફેફસાનું તંદુરસ્ત હોવુ અત્યંત જરૂરી છે. જેના માટે ઓક્સિજનથી ભરપૂર તાજી હવાની જરૂર છે તો ચાલો અહીં જાણીએ 10 રૂમ પ્લાન્ટ્સ વિશે જે વાતાવરણમાં ઑક્સિજન તો વધારશે જ સાથે સાથે વાતાવરણમાં હાનિકારક રસાયણ અને વાયુ પણ શોષી લે છે.
બેન્ઝિન (benzene),ફોર્મેલ્ડિહાઈડ (formaldehyde),ઝાયલિન (xylene),ટોલ્યુએન (toluene) અને ટ્રાઇક્લોરેથિલિન (trichloroethylene) જેવા હાનિકારક રસાયણોને વાતાવરણમાંથી જ શોષી લે છે. જગ વિખ્યાત અમેરિકાની સ્પેસ એજન્સી NASAએ ઘણા પરીક્ષણો બાદ છોડની વિશેષતાઓ શોધી કાઢી હતી.
આ પાછળનો NASAનો હેતુ સ્પેસ સ્ટેશનની હવાને કુદરતી રીતે હાનિકારક રસાયણોથી શુદ્ધ કરવાનો હતો. તેના આ અભ્યાસનો લાભ લઈને આપણે પણ ઘરમાં આ છોડનો ઉપયોગ કરીને ઘરનું વાતાવરણ શુદ્ધ કરી શકીએ છીએ.
જગ વિખ્યાત અમેરિકાની સ્પેસ એજન્સી NASAએ ઘણા પરીક્ષણો બાદ છોડની વિશેષતાઓ શોધી કાઢી હતી. આ પાછળનો NASAનો હેતુ સ્પેસ સ્ટેશનની હવાને કુદરતી રીતે હાનિકારક રસાયણોથી શુદ્ધ કરવાનો હતો તો તેના આ અભ્યાસનો લાભ લઈને આપણે પણ ઘરમાં આ છોડનો ઉપયોગ કરીને ઘરનું વાતાવરણ શુદ્ધ કરી શકીએ છીએ.
તો ચાલો જાણીએ આ 10 છોડ અને તેની વિશેષતા વિશે..
1 એરેકા પામ (Areca palm)
અન્ય પ્લાન્ટ્સની જેમ એરેકા પામ (areca palm) પણ વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઈડ શોષીને ઑક્સિજન આપે છે. આ છોડ વાતાવરણમાં રહેલા હાનિકારક ફોર્મેલ્ડિહાઈડ (formaldehyde),ઝાયલિન (xylene) ટોલ્યુએન (toluene)ને શોષી લે છે.
કઈ રીતે રાખશો સંભાળ: આ પ્લાન્ટ માત્ર જરૂરિયાત પૂરતા પાણી અને હળવા પ્રકાશમાં ઊગી જાય છે. ખભાની ઊંચાઈ સુધી ઘરમાં ચાર છોડ રાખી શકાય છે.
ક્યાં રાખશો : લિવિંગ રૂમમાં રાખી શકાય છે.
2 સ્નેક પ્લાન્ટ (Snake Plant)
ઘણી જગ્યાએ આ છોડને “સાસ કી જુબાન” (સાસુની જીભ) પણ કહે છે. કહેવાય છે કે આ છોડ રાત્રે ઑક્સિજન આપે છે અને એક વ્યક્તિ માટે એક છોડ પ્રાપ્ત થઈ રહે છે. NASAના તારણ પ્રમાણે આ છોડ હવામાંથી બેન્ઝિન (benzene), ફોર્મેલ્ડિહાઈડ (formaldehyde), ઝાયલિન (xylene),ટોલ્યુએન (toluene) અને ટ્રાઇક્લોરેથિલિન (trichloroethylene) જેવા ઝેરી રસાયણો (toxins)ને પણ શોષી લે છે.
કઈ રીતે રાખશો સંભાળ : આ છોડ બારીમાંથી આવતા સૂર્ય પ્રકાશમાં સારી રીતે ઊગી શકે છે. તેને અઠવાડિયે એક વાર પાણી આપવાની જરુર પડે છે.
ક્યાં રાખશો : આ છોડને બેડ રૂમમાં રાખી શકાય છે.
3 મની પ્લાન્ટ (Money plant)
સૌથી ઓછા પ્રકાશમાં પણ સરળતાથી ઊગી જતાં આ મની પ્લાન્ટ ઑક્સિજન આપે છે. NASA અનુસાર આ છોડ પણ હવામાંથી બેન્ઝિન (benzene), ફોર્માલ્ડિહાઈડ (formaldehyde), ઝાયલિન (xylene),ટોલ્યુએન (toluene) અને ટ્રાઈક્લોરેથિલિન (trichloroethylene) જેવા ઝેરી રસાયણોને પણ શોષી લે છે. આટલા સારા ગુણ ધર્મો હોવા છતાં આ છોડ બાળકો અને પાલતુ પ્રાણીઓ માટે હાનિકારક છે. તેના પાંદડા ખાવાથી મોઢમાં ચાંદા પડવા, ઝાડા-ઉલ્ટી જેવી તકલીફો થઈ શકે છે.
કઈ રીતે રાખશો સંભાળ : મની પ્લાન્ટને સીધા સૂર્યપ્રકાશની જરૂર નથી પડતી. તેને માત્ર સપ્તાહમાં એક વાર પાણી આપવાની જરૂર પડે છે.
ક્યાં રાખશો : આ છોડને ઘરની કોઈ પણ જગ્યામાં રાખી શકાય છે, પરંતુ બાળકો અને પાલતુ પ્રાણીઓની પહોંચથી દૂર રાખવું.
4 ગરબેરા ડેઝી (Gerbera Daisy)
સામાન્ય રીતે,સૌથી વધુ સુંદર દેખાતા આ છોડનો ઉપયોગ સજાવટમાં થાય છે, પરંતુ આ છોડ પણ રાત્રે ઑક્સિજન આપે છે. NASAના અભ્યાસ અનુસાર આ છોડ પણ વાતાવરણમાંથી બેન્ઝિન અને ટ્રાઇક્લોરેથિલિનને શોષી લે છે.
કઈ રીતે રાખશો સંભાળ : ગરબેરા ડેઝીને સૂર્ય પ્રકાશની જરૂર પડે છે, જેથી તેને એવી જગ્યાએ મૂકો કે તેને પર્યાપ્ત માત્રમાં તડકો મળી શકે છે. આ છોડ માટે માટીને ભેજ વાળી રાખવી અત્યંત જરૂરી છે. જેથી તેને પર્યાપ્ત માત્રામાં પાણીની જરૂર પૂરી પાડવી પડશે.
ક્યાં રાખશો : આ છોડને તમે બેડરૂમની બારી પાસે રાખી શકો છો.
5 ચાઇનીઝ એવરગ્રીન (chinese Evergreens)
સામાન્ય રીતે લગભગ બધાના ઘરે જોવા મળતો છોડ છે. ધીમે ધીમે વધતો આ છોડ 18-27 ડિગ્રીના તાપમાનમાં સારી રીતે ઊગી શકે છે. ઓછા તાપમાનમાં પણ સારી રીતે ઊગતા આ છોડની વધુમાં વધુ ઉંચાઈ 3 ફૂટ હોય છે. આ છોડ વાતાવરણમાંથી બેન્ઝીન અને ફોર્માલ્ડીહાઈડને શોષી લે છે.
કઈ રીતે રાખશો સંભાળ: આ છોડ બહુ ઓછી સંભાળ માંગી લે છે. તેને ક્યારેક ક્યારેક પાણી આપવાની જરૂર પડે છે. પાલતુ પ્રાણીઓ માટે આ છોડના પાન ઝેરી સાબિત થઈ શકે છે.
ક્યાં રાખશો : આ છોડને તમે લિવિંગ રૂમમાં રાખી શકો છો.
6 સ્પાઇડર પ્લાન્ટ (Spider Plant)
સ્પાઈડર પ્લાન્ટને રિબન પ્લાન્ટના નામથી પણ ઓળખવામાં આવે છે. આ છોડની ઉંચાઈ લગભગ 60 સેન્ટિમીટર અથવા બે ફૂટ સુધીની હોય છે. આ સ્પાઈડર પ્લાન્ટને 2 ડિગ્રી સેલ્સિયસ સુધી ઠંડક પણ સહન કરી લે છે. જો કે, તેના માટે સૌથી સારું તાપમાન 18 ડિગ્રીથી 32 ડિગ્રી સેલ્સિયસ હોય છે.
સ્પાઈડર પ્લાન્ટ આસપાસના વાતાવરણમાંથી ઝડપથી કાર્બન મોનોઓક્સાઈડ (CO) અને ઝાયલિન (Xylene) શોષી લે છે. તેના પાંદડા પાલતું પ્રાણીઓ અને બાળકો માટે નોન ટોક્સિસ હોય છે. એટલે કે તેનાથી કોઈને નુકસાન નથી થતું.
કઈ રીતે રાખશો સંભાળ : સ્પાઈડર પ્લાન્ટને સપ્તાહમાં એક વખત પાણી આપવાની જરૂર હોય છે. પાણી આપતા પહેલા માટી ભેજવાળી છે કે નહીં તે તપાસી લેવું, જો ભેજ હોય તો એક-બે દિવસ બાદ પાણી આપો.
ક્યાં રાખશો : બેડરૂમ અથવા લિવિંગ રૂમ
7 એલોવેરા (Aloe Vera)
આપણા ઘરના બગીચામાં સામાન્ય રીતે સૌથી વધુ જોવા મળતો ઉપયોગી છોડ એલોવેરા છે. શરીર દાઝવા પર અને બ્યુટી કેરમાં ઉપયોગમાં લેવા માટે એલોવેરા અત્યંત પ્રખ્યાત છે. તેની જેલ એન્ટિઓક્સિડન્ટ અને ઈમ્યુનિટી પણ વધારે છે.
આયુર્વેદમાં તેનો ઉપયોગ ઘણા ઔષધીય ઉપચારમાં પણ દર્શવવામાં આવ્યો છે. તેમજ તેના પાંદડા આસપાસના વાતાવરણમાંથી વાર્નિશ, ફ્લોર વાર્નિશ અને ડિટર્જન્ટમાં જોવા મળતા ટોક્સિન બેન્ઝિન, અને ફોર્માલ્ડિહાઈડને શોષી લે છે.
કઈ રીતે રાખશો સંભાળ : તડકામાં તે સારી રીતે વધે છે અને તેને પાણી આપવાની પણ ઓછી જરુરુ પડે છે.
ક્યાં રાખશો : એવી જગ્યા કે જ્યાં તડકો આવતો હોય ત્યાં આ છોડને રાખી શકાય છે.
8 બ્રોડ લેડી પામ (Borad Lady Palm)
આ છોડને બેમ્બુ પામના નામથી પણ ઓળખવામાં આવે છે. આ એક એવો છોડ છે, જે ક્લિનિંગ પ્રોડક્ટ્સમાં જોવા મળતા એમોનિયાને શોષી લે છે. આ સિવાય હવામાં મળતા હાનિકારક બેન્ઝિન, ફોર્માલ્ડિહાઈડ, ઝાયલિન અને ટ્રાઈક્લોરેથિલિનને પણ ઘટાડે છે. આ સાથે સાથે તે ઑક્સિજન પણ આપે છે. તે ચાર ઈંચ સુધી વધી શકે છે.
કઈ રીતે રાખશો સંભાળ: સીધા તડકામાં રાખવાથી તેનો રંગ આછો પડી જશે માટે તેને શેડ નીચે રાખવાની જરુરુ પડી શકે છે. ગરમીમાં તેને પ્રયાપ્ત પાણીની જરૂર પડે છે. આમ જોવા જઈએ તો તેને રોજ પાણી આપવું ઘણી સારું રહેશે.
ક્યાં રાખશો : બાથરૂમના એન્ટ્રેસ પર અથવા લિવિંગ રૂમના ખૂણામાં રાખી શકાય છે.
10 વીપિંગ ફિગ (Weeping fig)
મહારાણી વિકટોરિયાના સમયથી ઘણો પસંદ કરવામાં આવતો આ છોડ છે. સામાન્ય સ્થિતિમાં તે 20 મીટર સુધી વધી શકે છે. તેના મૂળ થડમાંથી જ બહાર આવે છે અને જ્યારે આ મૂળ અટકી જમીન સુધી પહોંચી જાય છે, ત્યારે તે પોતે જ એક વધારાના મૂળિયા બની જાય છે. આ છોડ હવામાં રહેલા ફોર્માલ્ડીહાઈડ, ઝાયલિન અને ટોલ્યુએનને શોષી લે છે. તે કાર્બન ડાયોક્સાઈડને ઝડપથી શોષીને ઓક્સિજન રિલીઝ કરે છે.
કઈ રીતે રાખશો સંભાળ: પોટ અથવા જમીનમાં તેના મૂળ ઝડપથી ફેલાય છે. તેનાથી પાલતું પ્રાણીઓને એલર્જી થઈ શકે છે. આ છોડને આરામ પણ જોઈતો હોય છે, તેથી તે સામાન્ય રીતે શિયાળામાં સૂકાઈ જાય છે, તેમ છતાં તેને પાણી અથવા ખાતર આપવાની જરૂર નથી રહેતી.
ક્યાં રાખશો : ઘરની કોઈ પણ જગ્યા કે જ્યાં તડકો આવી શકતો હોય ત્યાં આ છોડને રાખી શકાય છે.