છોકરાએ કૂદી-કૂદીને કર્યો જોરદાર ડાન્સ, લોકોએ કહ્યું-કાંગારૂની આત્મા પ્રવેશી ગઈ લાગે
સોશિયલ મીડિયા પર એક છોકરાના ડાન્સ વીડિયોએ લોકોનું ધ્યાન ખેંચ્યું છે. આમાં વ્યક્તિએ એવું ચોંકાવનારું ડાન્સ સ્ટેપ બતાવ્યું કે સોશિયલ મીડિયા યુઝર્સે કહ્યું- એવું લાગે છે કે કાંગારુનો આત્મા પ્રવેશી ગયો છે.
સોશિયલ મીડિયા પર દરરોજ સેંકડો ડાન્સ વીડિયો વાયરલ થાય છે. તેમાંના કેટલાક એટલા અદ્ભુત છે કે લોકો તેને વારંવાર જોવાનું પસંદ કરે છે, જ્યારે કેટલાક એટલા રમુજી છે કે ન પૂછો વાત. લોકો પેટ પકડીને હસવા લાગે છે. હાલમાં, ઇન્સ્ટાગ્રામ પર છોકરાના ડાન્સ વીડિયોએ લોકોનું ધ્યાન ખેંચ્યું છે. જેમાં વ્યક્તિએ એવું ચોંકાવનારું ડાન્સ સ્ટેપ કરી બતાવ્યું કે, સોશિયલ મીડિયા યુઝર્સે કહ્યું- એવું લાગે છે કે કાંગારુની આત્મા પ્રવેશી ગઈ છે. તો તમે પણ જુઓ આ વીડિયો અને મજા માણો.
આ વીડિયો કોઈ ઓફિસ પાર્ટી વખતે શુટ થયો હોય તેવું લાગે છે. જેવું તમે વાયરલ વીડિયોમાં જોઈ રહ્યા છો કે, હોલમાં ઘણાં લોકો બેઠા છે અને પાછળ બેકગ્રાઉન્ડ મ્યુઝિક ‘તારે ગીન ગીન યાદ’ વાગી રહ્યું છે. આ જોશીલું ટ્રેક સાંભળીને પીળા ટીશર્ટ વાળો છોકરો એકદમ જોશમાં આવીને કૂદી-કૂદીને ડાન્સ કરી રહ્યા છે. પછી જોત-જોતામાં તે કૂદમકૂદ કરી મુકે છે. ત્યાં હાજર લોકોમાંથી કોઈને પણ ખ્યાલ નહોતો કે વ્યક્તિ આવો ડાન્સ કરશે. આ વીડિયો જોયા પછી તમે હસવાનું નહી રોકી શકો.
અહીંયા જુઓ, છોકરાનો રમુજી ડાન્સ
View this post on Instagram
આ ફની ડાન્સ વીડિયોને mahabir_singh_9695 નામના યુઝરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. યુઝરે હસતાં ઇમોજી સાથે કેપ્શન આપ્યું છે, ‘કૂલ ડાન્સ.’ સમાચાર લખ્યા ત્યાં સુધી 1.1 લાખથી વધુ લોકોએ વીડિયોને લાઇક કર્યો છે, જ્યારે ઘણા લોકોએ કોમેન્ટ કરી છે.
એક યુઝરે કહ્યું કે, આ વ્યક્તિ તો મને જુરાસિક પાર્કનો ટી-રેક્સ લાગી રહ્યો છે. તો બીજા યુઝરે કહ્યું કે, આ પરફેક્ટ મુર્ગી ડાન્સ છે. એક અન્ય યુઝરે કોમેન્ટ્સ કરીને લખ્યું છે કે, એવું લાગી રહ્યું છે કે કોઈએ ચાવી આપીને છોડી દીધી હોય. બીજા યુઝરે લખ્યું છે કે, લાગે છે કે છોકરામાં કાંગારૂની આત્મા પ્રવેશી ગઈ છે. જે હોય તે પણ આ વીડિયો લોકોનું ખૂબ જ મનોરંજન કરી રહ્યો છે.