ભારતના મૂન મિશનની સફળતાના શ્રીગણેશ એટલે chandrayaan 1, નાસાએ પણ કરી હતી ભારતની પ્રશંસા, જુઓ Video
Chandrayaan 1 Mission : 14 જુલાઈ, 2023નો દિવસ ઈસરોના વૈજ્ઞાનિકો સહિત તમામ ભારતીયો માટે મહત્વનો છે. કારણ કે આ દિવસે ભારતનું મહત્વકાંક્ષી મિશ ચંદ્રયાન-1 લોન્ચ થવા જઈ રહ્યું છે. તેવામાં ચાલો જાણીએ ચંદ્રયાન-1 વિશેની રસપ્રદ વાતો.
Sri Harikota : 22 ઓક્ટોબર, વર્ષ 2008 આ એ દિવસ છે જ્યારે ભારતના મૂન મિશનની સફળતાના શ્રીગણેશ થયા. લગભગ 15 વર્ષ પહેલા ઈસરોએ પોતાના પહેલા ચંદ્રયાનને લોન્ચ કર્યું હતુ. અંતરિક્ષ મિશન શરુ કરવાના 45 વર્ષ બાદ ચંદ્રયાન (Chandrayaan 1) લોન્ચ કરીને ભારત, રુસ-જાપાન અને અમેરિકાની વિશેષ કબલમાં સામેલ થયો જેમણે ચંદ્ર મિશનમાં હાથ અજમાવ્યો હતો.
ભારતના વૈજ્ઞાનિકોએ ખુબ જ ઓછા સંસાધનો વચ્ચે અંતરિક્ષ મિશનની શરુઆત કરી હતી. કોઈએ ક્યારે વિચાર્યું પણ ન હતુ કે ભારત જેવો દેશ ચંદ્ર સુધી પહોંચી શકે છે. પણ ચંદ્રયાનની મદદથી દુનિયાને એ સંદેશ મળ્યો કે ભારતની ઉડાન માત્ર ચંદ્ર સુધી સીમિત નથી. જોકે, આ મિશન સમયે ચંદ્રયાન-1 નામ રાખવામાં આવ્યું ન હતુ, ચંદ્રયાન-2 પ્રોજેક્ટની શરુઆત બાદ તેને ચંદ્રયાન-1 તરીકે ઓખવામાં આવ્યું, જેની આખા વિશ્વએ નોંધ લીધી હતી.
આ પણ વાંચો : Chandrayaan-3 : મહિલાના હાથમાં ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગની કમાન, જાણો કોણ છે રિતુ કરિધાલ ?
ચંદ્રયાન -1ની ખાસ વાતો
- ભારત સરકારે વર્ષ 2003માં ચંદ્રયાન -1ની મંજૂરી આપી દીધી હતી. પાંચ વર્ષ બાદ ભારતે ચંદ્રયાન-1 તૈયાર કરીને લોન્ચ કર્યું હતુ.
- પીએસએલવી-સી11 રોકેટની મદદથી સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્ર, શ્રીહરિકોટાથી ચંદ્રયાન-1ને લોન્ચ કરવામાં આવ્યુ હતુ. ચંદ્રાયાન-1એ ચંદ્રની આસપાસ 3 હજાર ચક્કા લગાવ્યા હતા. ચંદ્રયાન-1એ ચંદ્રના પહાડો અને ક્રેટર સહિત 70 હજાર ફોટો મોકલ્યા હતા.
- ચંદ્રયાન-1નું વજન 1380 કિલો હતુ. તેમા હાઈ રેઝોલ્યૂશન રિમોટ સેંસિંગ ઉપકરણ લાગ્યા હતા,જેની મદદથી ચંદ્રની સપાટીની તપાસ થી શકે. ચંદ્રયાનમાં કુલ 11 સ્પેશ્યિલ ઉપકરણ લગાવવામાં આવ્યા હતા.
- ચંદ્રયાન-1ને ચંદ્ર સુધી પહોંચવામાં 5 દિવસ અને ચક્કર લગાવવા માટે કક્ષામાં સ્થાપિત થવામાં 15 દિવસ લાગ્યા હતા.
આ પણ વાંચો : Knowledge : છેલ્લા 50 વર્ષોથી કેમ ચંદ્ર પર કોઈ માણસ નથી મૂકી શક્યું પગ ? જાણો કારણ
- 14 નવેમ્બર, 2008ના દિવસે ચંદ્રયાન-1 ચંદ્રની સપાટી પર ઉતર્યું હતુ.
- ચંદ્રયાન -1 હેઠળ મોકવામાં આવેલું ઈમ્પેક્ટર શોધ યાન 18 નવેમ્બર, 2008ના દિવસે ઓર્બિટરથી અલગ થઈને ચંદ્રની સપાટી સાથે અથડાયું હતું. તે સપાટી સાથે તેની ટક્કર થઈને તેને જવાહર પોંઈન્ટ નામ આપવામાં આવ્યું હતુ.
- ચંદ્રયાન-1એ ચંદ્રના દક્ષિણી ધ્રુવ પર પોતાનું લેન્ડર ઉતાર્યું હતું. જ્યાં 2500 કિમી લાંબો અને 13 કિમી ઊંડાઈવાળો ચંદ્રનો સૌથી મોટો ખાડો હાજર હતો.
- 30 ઓગસ્ટ, 2009 સુધી તે ચંદ્રના ચક્કર લગાવતું રહ્યુ. ચંદ્રયાનમાં 29 કિલોગ્રામના મૂન ઈમ્પેક્ટ પ્રોબ ડિવાઈસની મદદથી ચંદ્રની સપાટી પર પાણીની શોધ થઈ હતી. આ શોધ માટે નાસા સહિત આખી દુનિયાએ ભારતની પ્રસંશા કરી હતી. જોકે, અહીં ઓક્સિજન કે પાણી હોવાની પુષ્ટિ થઈ શકી ન હતી.
- ચંદ્રયાન-1 મિશન 2 વર્ષ માટે હતુ. ચંદ્રનું ગુરુત્વાકર્ષળ બળ સાથે જોડાયેલા ડેટા લેતા સમયે સપાટીથી તેની ઊંચાઈ 100 કિમીથી વધારે 200 કિમી કરવામાં આવી, તે દરમિયાન ઓગસ્ટ, 2009માં તેના રેડિયોથી સંપર્ક તૂટ્યો હતો.
આ પણ વાંચો : Knowledge : ચંદ્ર પર દફન છે આ માણસની રાખ, જાણો તેની સાથે જોડાયેલી રસપ્રદ વાતો
ચંદ્રયાન -1 સૌથી મોટી ઉપલબ્ધિ કેમ ગણવામાં આવે છે ?
ઈસરોએ ચંદ્રયાન-1 મિશનની મદદથી શોધી કાઢયુ કે ચંદ્ર પર પાણી છે. ઈસરોના જણાવ્યા અનુસાર ચંદ્ર પર પાણી સમુદ્ર, ઝરણા કે ટીપા સ્વરુપે નહીં પણ ખનિજ અને ખડકોની સપાટી પર ઉપલબ્ધ છે. તેની વધુ તપાસ માટે જ ચંદ્રયાન-2 અને હવે ચંદ્રયાન-3 મિશનનું આયોજન થયું.
ટેક્નોલોજીના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો