Tokyo Olympics 2020 Highlights : ભારતીય મહિલા હોકી ટીમ મળી હાર, મેડલ ટેબલમાં ચીન ટોપ પર

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 19, 2021 | 2:39 PM

Tokyo Olympics 2020 Highlights : ટેબલ ટેનિસની મિક્સ ડબલ્સમાં સ્પર્ધામાં હાર બાદ મનિકા બત્રાએ મહિલાઓની સિંગલ સ્પર્ધામાં જીતની સાથે શરુઆત કરી છે.

Tokyo Olympics 2020 Highlights :  ભારતીય મહિલા હોકી ટીમ મળી હાર, મેડલ ટેબલમાં ચીન ટોપ પર
નેધરલેન્ડ અને ભારતની મહિલા હોકી ટીમ

Tokyo Olympics 2020 Live : ટોક્યો ઓલિમ્પિક્સનો આજે બીજો દિવસ છે. આજે બીજા દિવસે મીરા બાઈ ચાનૂએ વેઈટલિફ્ટિંગમાં સિલ્વર મેડલ જીતી મોટી સફળતા મેળવી છે.ટેબલ ટેનિસ ખેલાડી મનિકા બત્રા, તેમજ ભારતીય યુવા નિશાનેબાજ સૌરભ ચૌધરીએ (Saurabh Chaudhary) ફાઇનલ માટે ક્વોલિફાય કરી લીધુ છે.

. આજે 24 જુલાઇએ ટોક્યો ઓલિમ્પિક્સમાં અલગ અલગ રમતોનુ આયોજન થશે. આ રમતોમાં ભારતીય ખેલાડીઓ પણ ભાગ લેશે. દિવસની શરુઆત 10મીટર એર રાઇફલ ક્વોલિફિકેશન રાઉન્ડ સાથે થઇ. જેમાં અપૂર્વી ચંદેલા અને ઇલાવેનિલ ફાઇનલમાં જગ્યા ન મેળવી શક્યા. જ્યારે દીપિકા અને જાધવની મિક્સ્ડ ટીમે આર્ચરીના ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા મેળવી લીધી છે. 10મીટર એર રાઇફલ પિસ્ટલ (પુરુષ) પણ આજે યોજાશે. આ સિવાય આર્ચરી, હૉકી,જુડો જેવી રમતોનુ પણ આયોજન થશે

ટેબલ ટેનિસ મિક્સ ડબલ્સમાં સ્પર્ધામાં હાર બાદ મનિકા બત્રાએ મહિલાઓની સિંગલ સ્પર્ધામાં જીતની સાથે શરુઆત કરી છે. તેમણે પ્રથમ મેચમાં ગ્રેટ બ્રિટેનના હો ટિ ટિન ને માત આપી છે. મનિકા શાનદાર ફોર્મમાં જોવા મળી હતી અને મેચ ને 11-7,11-6,12-10,11-9થી મેચ જીતી પોતાને નામ કર્યો છે.મનિકા બત્રા અને સુતીર્થા મુખર્જીએ મહિલા સિંગ્લ્સમાં જીતથી શરુઆત કરી છે.

મનિકા બત્રાએ પ્રથમ વખત ઓલિમ્પિક રમતમાં ભાગ લીધો છે.તીરંદાજીમાં મિક્સ સ્પર્ધાની ક્વાર્ટરફાઈનલમાં ભારતની દીપિકા કુમારી અને પ્રવીણ જાધવની જોડીને હરાવનીરી કોરિયાની જોડીએ આ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો છે. ઓલિમ્પિકમાં આ વખતે પ્રથમવાર તીરંદાજી મિક્સ ડબ્લસ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતુ.

બોક્સિંગમાં ભારતની નિરાશાજનક શરૂઆત, વિકાસ કૃષ્ણ પ્રથમ રાઉન્ડમાં બહાર થયો હતો.ભારતીય મહિલા હોકી ટીમ ટોક્યો ઓલિમ્પિક્સ -2020નો વિજય સાથે શરૂઆત કરી શકી નહિ. પ્રથમ મેચમાં નેધરલેન્ડ દ્વારા 5-1 એકતરફી પરાજિત થઈ હતી. બીજા ક્વાર્ટર સુધીમાં નેધરલેન્ડ ટીમ પર હાવી રહી હતી.પરંતુ ત્રીજા ક્વાર્ટરમાં નેધરલેન્ડ્સે ત્રણ ગોલ ફટકાર્યા હતા. ભારત માટે મુશ્કેલી સર્જાય હતી. અંતે પ્રથમ ક્વાર્ટરમાં ભારત તરફથી એકમાત્ર ગોલ કેપ્ટન રાની રામપાલે કર્યો હતો.  હોકી ટીમને હાર મળી હતી.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 24 Jul 2021 08:59 PM (IST)

    આજના દિવસની તમામ મેડલ ઇવેન્ટ સમાપ્ત, ચીન ટોચ પર

    આજની તમામ મેડલ ઇવેન્ટ ખતમ થઇ ચુકી છે. અને પ્રથમ દિવસે ચીનનો દબદબો રહ્યો હતો. આજે 11 ઇવેન્ટમાં મેડલ માટે ટક્કર જામી હતી. જેમાં 11 ગોલ્ડ, 11 સિલ્વર અને 15 બ્રોન્ઝ મેડલ સામેલ હતા. ચીને સૌથી વધુ આજે 3 ગોલ્ડ મેડલ અને 1 બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. આમ મેડલ ટેબલમાં તે ટોચ પર રહ્યુ હતુ. બીજા સ્થાન પર ઇટાલી અને જાપાન રહ્યા હતા. બંને દેશોએ 1-1 ગોલ્ડ અને 1-1 સિલ્વર મેડલ મેળવ્યા હતા. ભારતના ખાતામાં 1 સિલ્વર મેડલ આવ્યો. હતો. મેડલ ટેબલમાં ભારત 14 માં સ્થાન પર આજે રહ્યુ હતુ.

  • 24 Jul 2021 07:40 PM (IST)

    ઇટાલી એ તાઈક્વાંડોંમાં ગોલ્ડ મેડલ થી ખાતું ખોલાવ્યું

    ઇટાલી પણ ટોક્યો ઓલિમ્પિક્સમાં પ્રથમ ગોલ્ડ મેડલ જીતી લીધો છે. વિટો ડેલઅક્વિલાએ પ્રથમ વખત ઓલિમ્પિક રમતોમાં ભાગ લેતા પુરુષોના 58 કિલોગ્રામ તાઈક્વાંડોંમાં ટ્યુનિશિયાના મોહમ્મદ ખલીલને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. ખલીલને રજત મળ્યો, જ્યારે રશિયન ઓલિમ્પિક કમિટી (ROC) ના ધ્વજ હેઠળ રમતા રશિયાના મિખાઇલ આર્તામોનોવને બ્રોન્ઝ મળ્યો હતો.

  • 24 Jul 2021 06:52 PM (IST)

    Tokyo Olympics 2020 Live : ભારતીય હોકી ટીમને મળી હાર, (India 1-5 Netherlands)

    ભારતીય મહિલા હોકી ટીમ ટોક્યો ઓલિમ્પિક્સ -2020નો વિજય સાથે શરૂઆત કરી શકી નહિ. પ્રથમ મેચમાં નેધરલેન્ડ દ્વારા 5-1 એકતરફી પરાજિત થઈ હતી. બીજા ક્વાર્ટર સુધીમાં નેધરલેન્ડ ટીમ પર હાવી રહી હતી.પરંતુ ત્રીજા ક્વાર્ટરમાં નેધરલેન્ડ્સે ત્રણ ગોલ ફટકાર્યા હતા. ભારત માટે મુશ્કેલી સર્જાય હતી. અંતે પ્રથમ ક્વાર્ટરમાં ભારત તરફથી એકમાત્ર ગોલ કેપ્ટન રાની રામપાલે કર્યો હતો.

  • 24 Jul 2021 06:49 PM (IST)

    Tokyo Olympics 2020 Live : ભારતીય મહિલા હોકી ટીમને મળી હાર

    નેધરલેન્ડની હોકી ટીમે શરૂઆતની મિનિટોમાં ગોલ ફટકાર્યા બાદ ભારતીય ટીમ થોડા સમય માટે દબાણમાં હતી પરંતુ તેઓ હાર ન માની અને ટીમની કેપ્ટન રાણી રામપાલ ટીમને India 1-1 Netherlands બરાબરી કરીહતી. અંતે ભારતીય હોકી ટીમને  નેધરલેન્ડ સામે હારનો સામનો કરવો પડ્યો હતો.

  • 24 Jul 2021 06:44 PM (IST)

    Tokyo Olympics 2020 Live : નેધરલેન્ડની ટીમે પાંચમો ગોલ ફટકાર્યો

    ચોથા ક્વાર્ટર ફાઈનલમાં નેધરલેન્ડે ગોલ ફટકારવાનો સિલસિલો ચાલુ રાખ્યો છે. 52 મિનિટમાં પેનલ્ટી કૉર્નરને ગોલમાં પરિવર્તન કરી પાંચમો ગોલ કર્યો છે. ભારતીય મહિલા હોકી ટીમની હાર નક્કી લાગી રહી છે. 4 ગોલનું અંતર કાપવું અસંભવ લાગી રહ્યું છે.

  • 24 Jul 2021 06:20 PM (IST)

    Tokyo Olympics 2020 Live : નેધરલેન્ડનો સ્કોર 2-1

    નેધરલેન્ડે ત્રીજા ક્વાર્ટરમાં તેમનો બીજો ગોલ ફટકાર્યો હતો. તેમણે આ ગોલ પેનલ્ટી કૉર્નર પર કર્યો હતો. 32 મિનિટમાં નેધરલેન્ડે પેનલ્ટી કૉર્નરની માગ કરી હતી. જેને રેફરીએ સ્વીકાર કર્યો ન હતો. ત્યારબાદ નેધરલેન્ડે રિવ્યુ લીધો જે સફળ રહ્યો અને નેધરલેન્ડને પેનલ્ટી કૉર્નર મળ્યો હતો.

  • 24 Jul 2021 06:17 PM (IST)

    Tokyo Olympics 2020 Live : નેધરલેન્ડનો સ્કોર 2-1

  • 24 Jul 2021 06:11 PM (IST)

    Tokyo Olympics 2020 Live : 1952માં આજના દિવસે જ ભારતીય ટીમે ગોલ્ડ મેડલ જીત્યો હતો

    ભારતીય પુરુષ હોકી ટીમે હેલસિંકી ઓલિમ્પિક-1952માં આજના દિવસે એટલે કે 24 જુલાઈના રોજ ગોલ્ડ મેડલ જીત્યો હતો. ઓલિમ્પિક હોકીમાં  આ ભારતનો પાંચમો ગોલ્ડ જીત્યો હતો.આઝાદી પછી ભારતનો બીજો ગોલ્ડ મેડલ હતો. આ પહેલા ભારતે 1928, 1932, 1936, 1948 માં ગોલ્ડ મેડલ જીત્યા હતા.

  • 24 Jul 2021 05:50 PM (IST)

    Tokyo Olympics 2020 Live : : નેધરલેન્ડને 2 પેનલ્ટી કૉર્નર મળ્યા

    નેધરલેન્ડને બીજી ક્વાર્ટરમાં 22 મિનિટમાં સતત બે પેનલ્ટી કૉર્નર મળ્યા હતા પરંતુ ગોલકીપર સવિતાએ બોલને નેટમાં જવા દીધો ન હતો. નેધરલેન્ડને ટીમને મુશ્કેલીમાં મુકી હતી. ભારતે નેધરલેન્ડના સર્કિલમાં એન્ટ્રી કરી પરંતુ ગોલ કરી શકી ન હતી.

  • 24 Jul 2021 05:40 PM (IST)

    Tokyo Olympics 2020 Live : પ્રથમ રાઉન્ડમાં સ્કોર 1-1 રહ્યો

    પ્રથમ ક્વાર્ટરમાં બંને ટીમો બરાબરનું રમી હતી. શરૂઆતમાં, નેધરલેન્ડની ટીમે ગોલ કરવાનો પ્રયાસ કર્યો જેમાં તે છઠ્ઠી મિનિટમાં સફળ રહી. જોકે ભારતીય કેપ્ટન રાનીએ 4 મિનિટ બાદ ટીમને બરાબરી કરી લીધી હતી, પરંતુ 13મી મિનિટમાં નેધરલેન્ડની પાસે વધુ એક ગોલ કરવાની તક મળી હતી પરંતુ પેનલ્ટી કોર્નર પર ગોલ ચૂકી ગઈ હતી.

  • 24 Jul 2021 05:37 PM (IST)

    Tokyo Olympics 2020 Live : મહિલા હોકી ટીમની કેપ્ટન રાણીએ 10મી મિનિટમાં જ ગોલ ફટકાર્યો

    નેધરલેન્ડની ટીમે શરૂઆતની મિનિટોમાં ગોલ ફટકાર્યા બાદ ભારતીય ટીમ થોડા સમય માટે દબાણમાં હતી પરંતુ તેઓ હાર ન માની અને ટીમની કેપ્ટન રાણી રામપાલ ટીમને India 1-1 Netherlands બરાબરી કરી છે. કેપ્ટને ફર્સ્ટ હિટમાં બોલ નેટમાં નાંખી સ્કોર બરાબર કર્યો હતો, રાણીએ 10મી મિનીટમાં જ ગોલ ફટકાર્યો હતો.

  • 24 Jul 2021 05:32 PM (IST)

    Tokyo Olympics 2020 Live : નેધરલેન્ડની ટીમે ગોલ ફટકારતા ભારતીય હોકી ટીમ દબાણમાં આવી

  • 24 Jul 2021 05:28 PM (IST)

    Tokyo Olympics 2020 Live : નેધરલેન્ડન ટીમે ગોલ ફટકાર્યો , (Indian 0-1 Netherlands)

    ભારતીય મહિલા હોકી ટીમે સારી શરૂઆત કરી હતી પરંતુ નેધરલેન્ડની ટીમે તુરંત જ ભારતીય ટીમ પર દબાણ બનાવ્યું હતું અને ગોલ ફટકાર્યો હતો. આ ગોલ બાદ ભારતીય ટીમ દબાણમાં આવી છે.

  • 24 Jul 2021 05:27 PM (IST)

    Tokyo Olympics 2020 Live : ભારતીય ટીમનો મેચ શરુ થયો

    ભારતીય મહિલા ટીમનો મેચ શરુ થઈ ચૂક્યો છે. ભારતીય ટીમ નેધરલેન્ડની ટીમને ટક્કર આપી રહી છે.

  • 24 Jul 2021 05:17 PM (IST)

    Tokyo Olympics 2020 Live : ભારતીય મહિલા હોકી ટીમ સ્ટેડિયમમાં પહોચી, થોડી વારમાં મેદાનમાં રમવા માટે ઉતરશે

  • 24 Jul 2021 05:12 PM (IST)

    Tokyo Olympics 2020 Live : ભારતીય મહિલા હોકી ટીમનો મેચ ટુંક સમયમાં જ શરુ થશે

    ભારતીય મહિલા હોકી ટીમનો મેચ ટુંક સમયમાં જ શરુ થશે

  • 24 Jul 2021 04:37 PM (IST)

    Tokyo Olympics 2020 Live : ત્રીજા ઓલિમ્પિકમાં વિકાસનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું

  • 24 Jul 2021 04:27 PM (IST)

    Tokyo Olympics 2020 Live : બૉક્સિંગમાં વિકાસને મળી હાર

    બૉક્સિંગમાં ભારતને હાર મળી છે. વિકાસ કૃષ્ણા પહેલા રાઉન્ડમાં જ ટોક્યો ઓલિમ્પિકમાંથી બહાર થયો છે. તેમને જાપાનના ખેલાડીને 5-0થી હાર આપી છે.

  • 24 Jul 2021 04:24 PM (IST)

    Tokyo Olympics 2020 Live : ભારતીય બૉક્સર વિકાસ કૃષ્ણ રિંગમાં ઉતર્યો

    ભારતના 69 કિલોગ્રામ ભાર વર્ગમાં વિકાસ કૃષ્ણ યાદવ રિંગમાં ઉતર્યો છે. આ વિકાસ ત્રીજી વખત ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યો છે. વિકાસ પ્રથમ રાઉન્ડમાં જાપાનની મેન્સા ક્વીંસી સ્વોનરેટ્સ વિરુદ્ધ ઉતર્યા છે.

  • 24 Jul 2021 04:09 PM (IST)

    Tokyo Olympics 2020 Live : અભિનવ બિંદ્રાએ મીરાબાઈ ચાનૂને શુભકામના પાઠવી

    સિંગલ્સ ઇવેન્ટમાં ભારતને પ્રથમ ઓલિમ્પિક ગોલ્ડ મેડલ આપનાર  નિશાનેબાજ અભિનવ બિન્દ્રાએ મીરાબાઈ ચાનુને ટોક્યો ઓલિમ્પિકમાં મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

  • 24 Jul 2021 03:36 PM (IST)

    Tokyo Olympics 2020 Live : મીરાબાઈ ચાનૂએ ટ્વિટર પર તમામ લોકોનો આભાર માન્યો

    મીરાબાઈ ચાનૂએ ટ્વિટર પર મેડલ જીત્યા બાદ તેમની ખુશી વ્યક્ત કરી હતી અને પ્રવાસમાં સાથ આપનાર તમામ લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો.

  • 24 Jul 2021 03:23 PM (IST)

    Tokyo Olympics 2020 Live : કોરિયાએ તીરંદાજીમાં મિક્સડબલ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો

    તીરંદાજીમાં મિક્સ સ્પર્ધાની ક્વાર્ટરફાઈનલમાં ભારતની દીપિકા કુમારી અને પ્રવીણ જાધવની જોડીને હરાવનીરી કોરિયાની જોડીએ આ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો ઓલિમ્પિકમાં આ વખતે પ્રથમવાર તીરંદાજી મિક્સ ડબ્લસ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં 20 વર્ષની એન સાન અને 17 વર્ષની કિમ જેની જોડી આ સ્પર્ધામાં પ્રથમ ગોલ્ડ મેડાલિસ્ટ ટીમ બની ગઈ છે.

  • 24 Jul 2021 02:51 PM (IST)

    Tokyo Olympics 2020 Live : ભારતની સ્ટાર એથલીટ દુતી ચંદ ટોક્યો પહોંચી

  • 24 Jul 2021 02:48 PM (IST)

    Tokyo Olympics 2020 Live : ટેબલ ટેનિસમાં સુતીર્થાની પ્રથમ રાઉન્ડમાં જીત થઈ

    સુતીર્થા મુખર્જીએ મહિલા સિંગ્લસના પ્રથમ રાઉન્ડમાં જીતની સાથે શરુઆત કરી હતી. તેમણે આ રોમાંચક મુકાબલો 4-3થી પોતાને નામ કર્યો હતો. સુતીર્થાએ એક કલાક સુધી ચાલેલા આ મુકાબલો 5-11,11-9,11-3,9-11,11-3,11-9,11-5થી જીત્યો છે.

  • 24 Jul 2021 02:44 PM (IST)

    Tokyo Olympics 2020 Live : ટેબલ ટેનિસમાં સતત 2 ગેમ હાર્યા બાદ સુતીર્થા કોર્ટમાં પરત ફરી

    સતત બે રાઉન્ડમાં હાર મળ્યા બાદ સુતીર્થા મુખર્જી રમતમાં પરત ફરી છે.એકતરફી મેચમાં પ્રથમ રાઉન્ડ 11-3 પોતાને નામ કર્યો છે. આ મુકાબલામાં 2-3થી પાછળ છે. સુતીર્થા કોઈ પણ સંજોગોમાં સુતીર્થા જીત મેળવવા માગે છે એક-એક પોઈન્ટ લેવા માટે મહેનત કરી રહી છે

  • 24 Jul 2021 01:53 PM (IST)

    Tokyo Olympics 2020 Live : ટેબલ ટેનિસ ખેલાડી સુતીર્થા મુખર્જી પ્રથમ રાઉન્ડ હારી

    ભારતની સુતીર્થા મુખર્જી સ્વિઝરલેન્ડની લિંડાલિંડા બર્ગસ્ટ્રોમ સામેની તેની પ્રથમ રાઉન્ડની મેચમાં પ્રવેશ કર્યો હતો. સુતિર્થી મુખર્જીની શરૂઆત સારી નહોતી. તે પ્રથમ રાઉન્ડમાં 5-11થી હારી હતી.

  • 24 Jul 2021 01:46 PM (IST)

    Tokyo Olympics 2020 Live : ટેબલ ટેનિસમાં મનિકા બત્રાએ મહિલા સિંગલ્સની પ્રથમ મેચ જીતી

    મિક્સ ડબલ્સમાં સ્પર્ધામાં હાર બાદ મનિકા બત્રાએ મહિલાઓની સિંગલ સ્પર્ધામાં જીતની સાથે શરુઆત કરી છે.

  • 24 Jul 2021 01:33 PM (IST)

    Tokyo Olympics 2020 Live : કરનામ મલ્લેશ્વરીએ ચાનૂને પાઠવી શુભકામના

    કરનામ મલ્લેશ્વરીએ ચાનૂને શુભકામના પાઠવી

  • 24 Jul 2021 01:01 PM (IST)

    બેડમિન્ટન (Badminton) – ભારતના સાત્વિક-ચિરાગે જીત સાથે કરી શરુઆત

    પુરુષ ડબલ્સ વર્ગમાં ભારતના સાત્વિક સાઇરાજ અને ચિરાગ શેટ્ટીએ જીત સાથે શરુઆત કરી. તેમણે ચીની તાઇપેના લી યંગ અને વૈંગ ચીની જોડીને 42 મિનિટ સુધી મુકાબલામાં 21-16 અને 16-21,27-25થી હરાવ્યા.

  • 24 Jul 2021 12:45 PM (IST)

    શૂટિંગ (Shooting) – ભારતના સૌરભ ચૌધરી મેડલથી ચૂક્યા

    ભારતીય ફેન્સ માટે ઝટકો. ભારતના સૌરભ ચૌધરી 10મીટર એયર પિસ્ટલના ફાઇનલમાં બહાર થનારા બીજા નિશાને બાજ રહ્યા. તેઓ ક્વોલિફાઇંગ રાઉન્ડમાં ટૉપ પર હતા પરંતુ ફાઇનલમાં સાતમાં સ્થાન પર રહ્યા.

  • 24 Jul 2021 12:27 PM (IST)

    પ્રધાનમંત્રી મોદી અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે મીરાબાઇને આપી શુભેચ્છા

    ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ટ્વિટર પર મીરાબાઇને સિલ્વર મેડર જીતવા બદલ શુભેચ્છાઓ આપી છે.

  • 24 Jul 2021 12:09 PM (IST)

    ભારતને પહેલો મેડલ, મીરાબાઇ ચાનૂએ વેઇટલિફ્ટિંગમાં સિલ્વર મેડલ જીતી રચ્યો ઇતિહાસ

    ભારતના મીરાબાઇ ચાનૂએ 49 કિલોગ્રામ વર્ગમાં 202ના કુલ વજન સાથે સિલ્વર મેડલ જીતી લીધો છે.

  • 24 Jul 2021 11:58 AM (IST)

    વેઇટલિફ્ટિંગ (Weightlifting) – મીરાબાઇ ચાનૂનો સફળ પ્રયાસ

    ક્લીન એન્ડ જર્કના પહેલા પ્રયાસમાં મીરાબાઇ ચાનૂ 110 કિગ્રા ઉઠાવવામાં સફળ રહ્યા

  • 24 Jul 2021 11:38 AM (IST)

    આર્ચરીમાં(Archery) દીપિકા અને પ્રવીણની જોડી થઇ બહાર

    આર્ચરીમાં દીપિકા કુમારી અને પ્રવીણ જાધવની જોડી મિકસ્ડ ટીમ ઇવેન્ટમાં કોરિયા સામે હારીને બહાર થઇ ગઇ છે.આ સફર ક્વાર્ટરફાઇનલમાં જ પૂર્ણ થઇ ગયુ.

  • 24 Jul 2021 11:23 AM (IST)

    બેડમિન્ટન (Badminton) -બી સાઇ પ્રણીત હાર્યા પહેલી મેચ

    બી સાઇ પ્રણીતને પોતાની પહેલી મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. ઇઝરાયલની મિશાએ 21-17,21-15થી હરાવ્યા. હજી તેઓ ટૂર્નામેન્ટમાંથી બહાર નથી.

  • 24 Jul 2021 11:19 AM (IST)

    વેઇટલિફ્ટિંગ (weightlifting) : ચાનુએ ઉઠાવ્યો 87 કિલોગ્રામ ભાર

    મીરાબાઇ ચાનૂએ સ્નેચના બીજા અટેમ્પટમાં 87 કિલોગ્રામનુ વજન ઉઠાવ્યુ. સારા કંટ્રોલમાં દેખાયા ચાનૂ.

  • 24 Jul 2021 11:13 AM (IST)

    બેડમિન્ટન – પ્રણીત હાર્યા પહેલી ગેમ

    બી સાઇ પ્રણીત જિલ્બરમેન સામે પહેલો રાઉન્ડ હારી ગયા છે. પ્રણીત 13-11થી આગળ ચાલી રહ્યા હતા. પરંતુ પછી ઇઝરાયલના જિલ્બરમેને 21-17થી ગેમ જીતી લીધી.

  • 24 Jul 2021 11:08 AM (IST)

    શૂટિંગ (Shooting ) – સૌરભ 10મીટર એર પિસ્ટલના ફાઇનલમાં

    ભારતીય યુવા નિશાનેબાજ સૌરભ ચૌધરીએ (Saurabh Chaudhary) ફાઇનલ માટે ક્વોલિફાય કરી લીધુ છે છેલ્લી સીરીઝ પહેલા અભિષેક રેસમાં સામેલ હતા પરંતુ બે 9 અને બે 8 સ્કોર બાદ માત્ર 92 અંક મેળવી શક્યા અને ફાઇનલમાં જગ્યા ન બનાવી શક્યા.

  • 24 Jul 2021 10:55 AM (IST)

    શૂટિંગ(Shooting) – 6 સીરીઝ પૂર્ણ કર્યા બાદ સૌરભ ચૌધરીએ મેળવ્યા 586 અંક

    નિશાનેબાજીમાં સૌરભ ચૌધરીએ 10મીટર એર પિસ્ટલ ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. તેઓ ક્વોલિફિકેશન રાઉન્ડમાં પહેલા સ્થાન પર રહ્યા. તેમણે કુલ 586અંક મેળવ્યા.

  • 24 Jul 2021 10:25 AM (IST)

    સૌરભ ચૌધરી પહેલા સ્થાન પર

    સૌરભ ચૌધરીએ ચોથી સીરીઝમાં પરફેક્ટ સ્કોર મેળવ્યો. ચોથી સીરીઝમાં 100/100 અંક મેળવ્યા અને પહેલા સ્થાન પર આવી ગયા છે.

  • 24 Jul 2021 10:21 AM (IST)

    શૂટિંગ (Shooting) -બીજા સ્થાન પર પહોંચ્યા સૌરભ ચૌધરી

    સૌરભ ચૌધરી (Saurabh Chaudhary) પોતાના અંદાજમાં રમી રહ્યા છે. પહેલી સીરીઝમાં 95 અંક બીજી બે સીરીઝમાં 98-98 સ્કોર મેળવ્યો છે. તેઓ અત્યારે ટૉપ -2માં છે. જો કે અભિષેક થોડા પાછળ છે તેમણે બે સીરીઝ પૂરી કરી છે અને 94,96 સ્કોર મેળવ્યો છે.

  • 24 Jul 2021 10:10 AM (IST)

    ટેનિસ (Tennis) – સુમિત નાગલે જીત્યો પહેલો સેટ

    સુમિત નાગલે 42 મિનિટ સુધી ચાલેલા પહેલા સેટમાં 6-4થી જીત મેળવી છે.

  • 24 Jul 2021 10:02 AM (IST)

    સૌરભ ચૌધરીએ મેળવ્યા 95 અંક

    10 મીટર એર પિસ્ટલના (10m Air Pistol) (પુરુષ)ક્વોલિફિકેશન રાઉન્ડમાં અભિષેક વર્મા અને સૌરભ ચૌધરીનો મુકાબલો છે.સૌરભ ચૌધરીએ પોતાના પહેલા 10 શોટમાં 100માંથી 95 અંક મેળવ્યા છે. દરેક નિશાનેબાજ પાસે 10-10 શોટ્સની છ સીરીઝ હશે. ક્વોલિફિકેશન રાઉન્ડમાં 36 નિશાનેબાજ છે જેમાંથી 8 ફાઇનલમાં પહોંચશે.

  • 24 Jul 2021 09:27 AM (IST)

    ટેબલ ટેનિસ – મનિકા બત્રા અને શરત કમલની જોડી પહેલી ગેમ હારી

    મનિકા બત્રા અને શરત કમલની જોડી મિકસ્ડ યુગલમાં પહેલી ગેમ હારી ગઇ છે. ચીની તાઇપેની જોડીએ પહેલી ગેમમાં ભારતીય જોડીને 11-8થી પરાજિત કરી.

  • 24 Jul 2021 09:07 AM (IST)

    ટેબલ ટેનિસમાં શરુઆતના બે રાઉન્ડમાં હાર

    ટેબલ ટેનિસમાં ભારતનો મુકાબલો ચીન સાથે થઇ રહ્યો છે. મનિકા બત્રા અને શરત કમલની શરુઆત સારી ન રહી તેઓ શરુઆતના બે રાઉન્ડ હારી ચૂક્યા છે.

  • 24 Jul 2021 08:53 AM (IST)

    જુડો ખેલાડી સુશીલા દેવીની પહેલા રાઉન્ડમાં હાર

    ભારતીય જુડો ખેલાડી સુશીલા દેવીને પહેલા રાઉન્ડમાં હાર મળી છે.તેમની મેચ હંગરીની ઇવા સેરનોવિસ્કી સામે છે.

  • 24 Jul 2021 08:39 AM (IST)

    ભારતીય હૉકી ટીમે ટોક્યો ઓલિમ્પિકના પહેલા મુકાબલામાં ન્યુઝીલેન્ડને 3-2થી મ્હાત આપી

    ભારતીય હૉકી ટીમે ટોક્યો ઓલિમ્પિકના પહેલા મુકાબલામાં ન્યુઝીલેન્ડને 3-2થી મ્હાત આપી અભિયાનની શરુઆત કરી.ભારતની જીતમાં ટીમના ગોલકીપર પીઆર શ્રીજેશનો મહ્તવપૂર્ણ રોલ રહ્યો.

  • 24 Jul 2021 08:21 AM (IST)

    હૉકીમાં ભારત 3-2 થી આગળ

    કીવી ટીમ સતત ભારતને પડકાર આપી રહી છે. ત્રીજા ક્વાર્ટરમાં કીવી ખેલાડી નિક વિલ્સને ગોલ કર્યો. ભારત હવે 3-2થી આગળ છે.

  • 24 Jul 2021 08:19 AM (IST)

    રોવિંગ – ભારતીય ખેલાડી હીટ્સ રાઉન્ડમાં હાર્યા

    રોવિંગના લાઇટવેટ પુરુષ ડબલ્સ સ્કલ્સમાં ભારત 06:40:33ના સમય સાથે પોતાની હીટમાં પાંચમા સ્થાન પર રહ્યા તેઓ સેમીફાઇનલ માટે આગળ ન વધી શક્યા. પરંતુ અર્જુન જાટ લાલ અને અરવિંદ સિંહની આ જોડી પાસે હજી  રેપેચેજ રાઉન્ડનો મોકો છે.

  • 24 Jul 2021 08:13 AM (IST)

    ચીને ટોક્યો ઓલિમ્પિકનો પહેલો ગોલ્ડ મેડલ જીત્યો

    ચીને ટોક્યો ઓલિમ્પિક 2020નો પહેલો ગોલ્ડ મેડલ જીત્યો. ચીનની યાંગ કિયાને 10મીટર એર રાઇફલમાં 251.8 સ્કોર સાથે ઓલિમ્પિક રેકોર્ડ બનાવ્યો અને આ રમતોનો પહેલો ગોલ્ડ જીત્યો

    https://twitter.com/Tokyo2020/status/1418757435649527815?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1418757435649527815%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.tv9hindi.com%2Fsports%2Ftokyo-olympics-2020-21%2Ftokyo-olympics-2020-live-updates-24th-july-matches-of-india-team-score-updates-medals-winners-from-olympic-stadium-tokyo-in-hindi-748886.html

  • 24 Jul 2021 07:52 AM (IST)

    જૂડો- સુશીલા દેવીનો મુકાબલો શરુ

    ટોક્યો ઓલિમ્પિકમાં ભારતની એક માત્ર જૂડો ખેલાડી સુશીલા દેવી પોતાના રાઉન્ડ ઑફ 32ના મુકાબલા માટે ઉતર્યા છે. તેમનો સામનો લંડન ઓલિમ્પિકના મેડલિસ્ટ ઇવા સેજરનોવિજકી સાથે છે. હંગરીના આ ખેલાડી અત્યારે વર્લ્ડ રેન્કિંગના 24માં સ્થાન પર છે.

  • 24 Jul 2021 07:45 AM (IST)

    હૉકીમાં ભારત 3-1થી આગળ

    ભારતે બીજી વાર વીડિયો રેફરલ લીધુ. અને  સાચુ સાબિત થતા પેનલ્ટી કોર્નર મળ્યો. હરમનપ્રીત સિંહે ભારત માટે ત્રીજો ગોલ કર્યો. ભારત હવે 3-1થી આગળ છે.

  • 24 Jul 2021 07:27 AM (IST)

    હૉકીમાં ભારતે કર્યો બીજો ગોલ

    હૉકીમાં ભારતે બીજો ગોલ કરીને 2-1ની લીડ મેળવી છે.

  • 24 Jul 2021 07:22 AM (IST)

    અતનુ સાથે રમવા ઇચ્છતા હતા દીપિકા કુમારી

    દીપિકા કુમારી મિક્સ્ડ ટીમ ઇવેન્ટના ક્વાર્ટર ફાઇનમાં પહોંચી ગયા છે. તેઓ પ્રવીણ જાધવ સાથે રમી રહ્યા છે. પરંતુ તેઓ તેમના પતિ અતનુ દાસ સાથે રમવા ઇચ્છતા હતા.

  • 24 Jul 2021 07:06 AM (IST)

    પહેલા ક્વાર્ટર બાદ બંને ટીમનો સ્કોર  1-1  

    ન્યૂઝીલેન્ડને બીજો પેનલ્ટી કોર્નર મળ્યો પરંતુ આ વખતે શ્રીજેશે ગોલનો બચાવ કર્યો. વીડિયો રેફરલની મદદથી પુષ્ટી કરવામાં આવી. પહેલા ક્વાર્ટર બાદ બંને ટીમનો સ્કોર  1-1

  • 24 Jul 2021 06:58 AM (IST)

    હૉકીમાં ન્યૂઝીલેન્ડ અને ભારતનો મુકાબલો

    આજે પુરુષ ભારતીય હૉકી પહેલી મેચ ન્યુઝીલેન્ડ સામે રમે છે. શરુઆતમાં પેનલ્ટી કોર્નર મળ્યો પણ રુપિંદર સિંહ ચુકી ગયા.ન્યુઝીલેન્ડે પેનલ્ટી કોર્નરને ગોલમાં બદલી 1-0ની લીડ લીધી. પરંતુ ત્યારબાદ ભારતને પેનલ્ટી સ્ટ્રોક મળ્યો. પહેલીવાર કોર્નરને ગોલમાં બદલવામાં નિષ્ફળ રહેલા રુપિંદર સિંહે આ વખતે ન ચૂક્યા અને ગોલ કર્યો.અત્યારે બંને ટીમનો સ્કોર 1-1 છે.

  • 24 Jul 2021 06:29 AM (IST)

    ક્વોલિફાઇંગ રાઉન્ડમાં પૂર્ણ થઇ અપૂર્વી અને ઇલાવેનિલની સફર

    ઇલાવેનિલ 626.5 કુલ સ્કોર સાથે 16માં સ્થાન રહ્યા. અપૂર્વી ચંદેલા 621.9 સ્કોર સાથે 36માં સ્થાન પર રહ્યા. બંને ખેલાડીઓની સફર ક્વોલિફાઇંગ રાઉન્ડમાં પૂર્ણ.

  • 24 Jul 2021 06:24 AM (IST)

    આર્ચરી મિક્સ્ડ ટીમનો મુકાબલો શરુ

    આર્ચરી મિક્સ્ડ ટીમનો મુકાબલો શરુ દીપિકા કુમારી અને પ્રવીણ જાધવની જોડી ઉતરી છે. આ મુકાબલાનો પહેલો સેટ ચીની તાઇપેની જોડીના નામે રહ્યો. તેમણે એ રાઉન્ડ જીત્યો.જ્યારે બીજો રાઉન્ડ બંને ટીમ વચ્ચે ટાઇ રહ્યો. આપને જણાવી દઇએ કે રાઉન્ડ ઑફ 16માં પ્રવીણ જાધવ અને દીપિકા કુમારીની જોડી ચીની તાઇપે સામે ઉતરી છે.

  • 24 Jul 2021 06:21 AM (IST)

    ચોથી સીરીઝ બાદ અપૂર્વીનો સ્કોર 104.2

    અપૂર્વી ચંદેલાએ ચોથી સીરીઝમાં 104.2 સ્કોર કર્યો. તે હાથમાંથી ફાઇનલ લગભગ નિકળી ગયુ છે. જ્યારે ઇલાવેનિલનો સ્કોર પણ 104.2 છે. પણ તે રેસમાં હજી કાયમ છે.

  • 24 Jul 2021 06:04 AM (IST)

    જેનેટ હેગ પહેલા સ્થાન પર

    નોર્વેની જેનેટ હેગ પહેલા સ્થાન પર છે અને ક્વોલિફેકશન રાઉન્ડનો વર્લ્ડ રેકોર્ડ તોડી શકે તેમ છે. અત્યારે ક્વોલિફિકેશન રાઉન્ડનો વર્લ્ડ રેકોર્ડ ચીનની જાઓ રૌજોના નામ પર છે.તેમણે 634 અંક મેળવ્યા હતા.

  • 24 Jul 2021 05:59 AM (IST)

    ચોથી સીરીઝમાં ઇલાવેનિલનો સ્કોર 104.2

    ઇલાવેનિલે ચોથી સીરીઝમાં 104.2 સ્કોર કર્યો અને 13માં સ્થાન આવી ગઇ છે. ભારતીય ખેલાડીઓ માટે ટોપ 8નો રસ્તો કઠિન.

  • 24 Jul 2021 05:56 AM (IST)

    ઇલાવેનિલ 11માં સ્થાન પર

    ઇલાવેનિલની ત્રીજી સીરીઝ ઘણી સારી રહી. જેના કારણે તે 11માં સ્થાન પર પહોંચી ગયા છે. ત્રીજી સીરીઝમાં તેમણે 106.0 સ્કોર કર્યો છે.

  • 24 Jul 2021 05:47 AM (IST)

    બીજી સીરીઝમાં અપૂર્વીનો સ્કોર 102.5

    બીજી સીરીઝમાં 102.5 અંક સાથે અપૂર્વી ચંદેલા 30માં સ્થાન પર છે. અત્યારે તેમનો સ્કોર 207 છે.

  • 24 Jul 2021 05:43 AM (IST)

    ઇલાવેનિલની બીજી સીરીઝ થઇ પૂર્ણ,અત્યારે 24માં સ્થાન પર

    ઇલાવેનિલની બીજી સીરીઝ થઇ પૂરી. આ વખતે મળ્યા 104.0 અંક. કુલ 208.3 સ્કોર સાથે તે અત્યારે 24માં સ્થાન પર છે.

  • 24 Jul 2021 05:36 AM (IST)

    સૌથી વધારે અંક મળશે તે ટૉપ 8 ખેલાડીઓ ફાઇનલમાં જશે.

    10 મીટર એર રાઇફલના ક્વોલિફિકેશન રાઉન્ડમં દરેક ખેલાડીને 10 શોટની 6 સીરીઝ રમવાની છે. જેમને સૌથી વધારે અંક મળશે તે ટૉપ 8 ખેલાડીઓ ફાઇનલમાં સ્થાન લેશે, અપૂર્વી અને ઇલાવેનિલ બંને પહેલી સીરીઝ બાદ ટૉપ 10માંથી બહાર છે.

  • 24 Jul 2021 05:32 AM (IST)

    અપૂર્વીએ પોતાની પહેલી સીરીઝમાં કર્યો 104.5 સ્કોર

    અપૂર્વીએ પોતાની પહેલી સીરીઝમાં 104.5 સ્કોર કર્યો. અત્યારે તે 20માં સ્થાન પર છે. અપૂર્વી ખૂબ શાંત થઇને નિશાન લગાવી રહ્યા છે.

  • 24 Jul 2021 05:26 AM (IST)

    10 શોટની પહેલી સીરિઝમાં ઇલાવેનિલે 104.3 અંક મેળવ્યા

    10 મીટર એર રાઇફલ (મહિલા) ક્વોલિફિકેશન રાઉન્ડમાં ઇવેન્ટની પહેલી સીરીઝ જેમાં 10 શોટ્સ સાથે બંને ખેલાડીઓએ શરુઆત કરી. ઇલાવેનિલે 10 શોટની પહેલી સીરિઝમાં 104.3 અંક મેળવ્યા અને અત્યારે 24માં સ્થાન પર છે.

Published On - Jul 24,2021 9:00 PM

Follow Us:
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
વડોદરાના હરણીકાંડની પ્રથમ વરસીએ પરિવારજનોએ કરી ન્યાયની માગ-
વડોદરાના હરણીકાંડની પ્રથમ વરસીએ પરિવારજનોએ કરી ન્યાયની માગ-
સાંઢિયા પુલ પાસે અને નસુમરા વાડી પ્રાથમિક શાળાનું દબાણ મનપાએ દૂર કર્યુ
સાંઢિયા પુલ પાસે અને નસુમરા વાડી પ્રાથમિક શાળાનું દબાણ મનપાએ દૂર કર્યુ
g clip-path="url(#clip0_868_265)">