softball stadium : ઓલિમ્પિકમાં સ્ટેડિયમમાં દર્શકોની No Entry, સ્ટેડિયમમાં એશિયાઈ રીંછ મેચ જોવા પહોચ્યું
ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympics) કોરોનાને કારણે ભલે ફ્રેન્સને સ્ટેડિયમમાં જવાની પરવાનગી ન હોય પરંતુ બુધવારના રોજ એક એશિયન રીંછ (Asian black bear) સ્ટેડિયમમાં પહોંચ્યું હતુ.
softball stadium : ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympics) શરુ થવાને માત્ર એક દિવસ જ બાકી રહ્યો છે ત્યારે ઓલિમ્પિકની ઓપનિંગ સેરમની બે દિવસ પહેલા જ સૉફટબોલની રમત શરુ થઈ ચૂકી છે. સ્ટેડિયમમાં રીંછ નજરે ચડ્યું હતુ
બુધવારના રોજ જાપાને પણ ઓલિમ્પિક રમતની શરુઆત કરી હતી.ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympics) કોરોનાને કારણે ભલે ફ્રેન્સને સ્ટેડિયમમાં જવાની પરવાનગી ન હોય પરંતુ બુધવારના રોજ એક એશિયન રીંછ (Asian black bear)સ્ટેડિયમમાં પહોંચ્યું હતુ. જાપાન અને ઓસ્ટ્રેલિયા (Australia)ની ટીમ વચ્ચે રમાનારી સૉફ્ટબોલ મેચ શરુ થવાને થોડા કલાકે પહેલા જ ફુફુશિમા અજુમા બેઝબૉલ સ્ટેડિયમમાં એક રીંછ નજરે ચડ્યું હતુ. સોશિયલ મીડિયા (social media) પર આ સમચાર ખુબ વાયરલ થઈ રહ્યા છે.
રીંછ (bear) સ્ટેડિયમમાં પહોંચતા જ આયોજકો માટે માથાનો દુખાવો બન્યો હતો. ફુફુશિમા ટોક્યો ઓલિમ્પિક આયોજન સ્થળોથી 150 કિલોમીટર ઉત્તરમાં છે. સ્થાનિક મીડિયાના જણાવ્યા અનુસાર સ્ટેડિયમમાં રીંછ જોવા મળ્યું છે તે એશિયાઈ રીંછ (Asian black bear) હતુ.શૉર્ટસ્ટૉપ અમાંડા ચિડેસ્ટેર કહ્યું મને સવારે ટેક્સ મેસેજ આવ્યો તેમા પુછવામાં આવ્યું કે, શું આ સમાચાર સાચા છે. તે કાળું રીછ હતુ. મેદાનમાં આવી ચડ્યું હતુ. અમેરિકી કોચ કેન એરિક્સને કહ્યું કે, અમે રીંછને શોધતા હતા.
આયોજકો વિચાર કરી રહ્યા છે કે, રીંછ જોવા મળ્યાની આ પહેલી ઘટના નથી. જો ફરી આવી કોઈ ઘટના બને છે તો ખેલાડીઓ (Players)ને મેચ બંધ થઈ શકે છે. જો ટોક્યોમાં દર્શકોને પરવાનગી આપવામાં આવે અને રીછ(bear) સ્ટેડિયમમાં પ્રવેશ કરે તો આયોજકો માટે મુશ્કેલીનો વિષય બની જાય છે.
કોરોના વાયરસ (Corona virus)ના કારણે દર્શકોના પ્રવેશ પર પ્રતિબંધ છે પરંતુ રીંછની સ્ટેડિયમમાં પ્રવેશ કરવો જાપાનની ટીમ માટે શુભ સાબિત થશે , કારણ કે, જાપાનની ટોક્યોમાં શરુઆત જીતથી થઈ છે. પ્રથમ મુકાબલામાં જાપાનને શાનદાર પ્રદર્શન કરતા ઓસ્ટ્રેલિયાને હરાવી જીત મેળવી હતી. જાપાને મહિલા સૉફ્ટબૉલના પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયાને 8-1થી હાર આપી છે.