Tokyo Olympics 2020 live : પી.વી સિંધુએ બ્રોન્ઝ મેડલ જીતી ઈતિહાસ રચ્યો, ભારતીય પુરુષ હોકી ટીમ 49 વર્ષ બાદ સેમીફાઇનલમાં, બ્રિટનને 3-1થી હરાવ્યું

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 01, 2021 | 8:21 PM

Tokyo Olympics 2020 Live Update : ભારતના બોક્સર સતીશ કુમાર છેલ્લા રાઉન્ડમાં 0:5થી હારી ગયા અને મેડલની રેસમાંથી બહાર થઇ ગયા છે

Tokyo Olympics 2020 live :  પી.વી સિંધુએ બ્રોન્ઝ મેડલ જીતી ઈતિહાસ રચ્યો, ભારતીય પુરુષ હોકી ટીમ 49 વર્ષ બાદ સેમીફાઇનલમાં, બ્રિટનને 3-1થી હરાવ્યું
ભારતીય પુરુષ હોકી ટીમ 41 વર્ષ બાદ સેમીફાઇનલમાં

Tokyo olympics 2020 live :ટોક્યો ઓલિમ્પિકમાં શનિવારનો દિવસ ભારતીય દળ માટે ઠીક ઠાક રહ્યો. એક તરફ ભારતીય મહિલા હૉકી ટીમ અને ડિસ્ક થ્રોઅર કમલપ્રીત કૌરની જીત ખુશીનુ કારણ બન્યા. તો બીજી તરફ વર્લ્ડ નંબર વન બોકસર અમિત પંઘાલ અને બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુની હારના કારણે ફેન્સની ગોલ્ડ મેડલની આશા તૂટી ગઇ. આજે ભારત વધારે રમતોમાં ભાગ લેવા નહીં ઉતરે

સતીશ કુમાર છેલ્લા રાઉન્ડમાં 0:5થી હારી ગયા અને મેડલની રેસમાંથી બહાર થઇ ગયા છે.સતીશ કુમાર ક્યારે પણ જીતવાની સ્થિતિમાં ન દેખાયા ટૉપ સીડ સામે ઇજાગ્રસ્ત સતીશકુમારે હાર ન માની અને કોશિશ કરતા રહ્યા. પરંતુ આ તેમને જીત અપવવા માટે પૂરતુ નહોતુ

અમેરિકન સ્વિમર કેલેબ ડ્રેસેલે રવિવારે ટોક્યો ઓલિમ્પિક સ્વિમિંગ ઇવેન્ટમાં પોતાનો ચોથો અને પાંચમો ગોલ્ડ મેડલ જીત્યો છે. ઓસ્ટ્રેલિયાની મહિલા તરવૈયા એમ્મા મેકકોને પણ આ ઓલિમ્પિકમાં પોતાનો ચોથો ગોલ્ડ મેડલ સહિત સાતમો મેડલ જીતીને નવો રેકોર્ડ બનાવ્યો છે. આ બંને તરવૈયાઓ આ ઓલિમ્પિકના સૌથી સફળ ખેલાડીઓની યાદીમાં સામેલ છે.

પુરુષ હોકીના સેમીફાઇનલમાં ઓસ્ટ્રેલિયા, જર્મની અને બેલ્જિયમ પહોંચી છે. ભારત જો આજે જીત મેળવશે તો તેમનો સામનો સેમાફાઇનલ બેલ્જિયમ સાથે થશે.બેડમિન્ટન સ્ટાર પી.વી સિંધુએ  બ્રોન્ઝ મેડલ જીત્યો છે.

ભારતીય પુરુષ હોકી ટીમે (Hockey team) ટોક્યો ઓલિમ્પિક 2020ની સેમિફાઇનલ (Semifinals)માં જગ્યા બનાવી છે. કોચ ગ્રેહામ રીડ અને કેપ્ટન મનપ્રીત સિંહની ટીમે 41 વર્ષ બાદ ભારતને હોકીની સેમીફાઇનલમાં લઇ જવામાં સફળતા મેળવી છે. ભારતે 1980માં મોસ્કો ઓલિમ્પિક (Moscow Olympics) બાદ પ્રથમ વખત પુરુષ હોકીના અંતિમ -4 માં સ્થાન મેળવ્યું હતું.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 01 Aug 2021 07:03 PM (IST)

    Tokyo Olympics 2020 Live: ટોક્યો ઓલિમ્પિકમાં ભારત માટે સારા સમાચાર

    હોકીમાં ભારતે ક્વાર્ટર ફાઇનલમાં બ્રિટનને હરાવ્યું. 3-1થી હરાવ્યું છે.ભારત પાસે 41 વર્ષ પછી ઓલિમ્પિક મેડલ જીતવાની તક છે

  • 01 Aug 2021 07:00 PM (IST)

    Tokyo Olympics 2020 Live: મનપ્રીત સિંહને યલો કાર્ડ મળ્યું

    ભારતના કેપ્ટન મનપ્રીત સિંહને યલો કાર્ડ બતાવવામાં આવ્યું છે. તે 5 મિનિટ માટે મેદાનની બહાર રહેશે. ટીમ ઇન્ડિયા 10 ખેલાડીઓ સાથે રમશે.

  • 01 Aug 2021 06:57 PM (IST)

    Tokyo Olympics 2020 Live: હોકી: ત્રીજા ક્વાર્ટર બાદ ભારત 2-1થી આગળ છે

    ત્રીજા ક્વાર્ટર સુધી ભારતે શાનદાર રમત રહી છે. ગ્રેટ બ્રિટનને બે પેનલ્ટી કોર્નર આપ્યા. ગ્રેટ બ્રિટને બીજા પેનલ્ટી કોર્નર પર ગોલ કરીને પોતાનું ખાતું ખોલ્યું. ભારત માટે આ ચિંતાનો વિષય છે કારણ કે, હવે તફાવત માત્ર એક જ લક્ષ્ય છે અને તેમને છેલ્લા ક્વાર્ટરમાં રમત રમીને પોતાની લીડ જાળવી રાખવી પડશે.

  • 01 Aug 2021 06:30 PM (IST)

    Tokyo Olympics 2020 Live: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સિંધુને શુભકામના પાઠવી

  • 01 Aug 2021 06:21 PM (IST)

    Tokyo Olympics 2020 Live: સિંધુની ઔતિહાસિક સફળતા

  • 01 Aug 2021 06:19 PM (IST)

    Tokyo Olympics 2020 Live: રાજનાથ સિંહે સિંધુને અભિનંદન આપ્યા

    ટોક્યો ઓલિમ્પિકમાં ભારત માટે બ્રોન્ઝ મેડલ જીતનાર પીવી સિંધુને સમગ્ર દેશ અભિનંદન આપી રહ્યો છે. દેશના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે પણ સિંધુના વખાણ કર્યા છે અને અભિનંદન આપ્યા છે.

  • 01 Aug 2021 06:12 PM (IST)

    Tokyo Olympics 2020 Live: બેડમિન્ટનમાં સિંધુએ રચ્યો ઈતિહાસ

    પીવી સિંધુએ ટોક્યો ઓલિમ્પિક -2020માં બેડમિન્ટનમાં મહિલા સિંગલ્સ કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો છે. તે ઓલિમ્પિક ગેમ્સમાં બે મેડલ જીતનાર ભારતની પ્રથમ મહિલા ખેલાડી બની છે.તેમના પહેલા પુરુષ કુસ્તીમાં સુશીલ કુમારે બેઇજિંગ અને લંડન ઓલિમ્પિકમાં મેડલ જીત્યા હતા.

  • 01 Aug 2021 06:08 PM (IST)

    Tokyo Olympics 2020 Live: હોકી : ભારત 2-0થી આગળ

    પ્રથમ ક્વાર્ટરમાં શાનદાર શરૂઆત કર્યા બાદ ભારતની પુરુષ હોકી ટીમે બીજા ક્વાર્ટરમાં પણ બીજો ગોલ કર્યો હતો. બીજા ક્વાર્ટરની શરૂઆતમાં ગુરજંતે ભારત માટે ગોલ કરીને તેમને 2-0ની લીડ અપાવી હતી. હવે ગ્રેટ બ્રિટન પર દબાણ છે.

  • 01 Aug 2021 06:01 PM (IST)

    Tokyo Olympics 2020 Live: બેડમિન્ટન સ્ટાર પી.વી સિંધુએ જીત્યો બ્રોન્ઝ મેડલ

    ભારતની બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુએ ટોક્યો ઓલિમ્પિક -2020માં મહિલા સિંગલ્સ વર્ગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. તેણે ચીનના હી બિંગજિયાઓને 21-13, 21-15થી હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો છે. તે રિયો ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતવામાં સફળ રહી હતી અને હવે તેણે આ વખતે બ્રોન્ઝ મેડલ જીત્યો છે.

  • 01 Aug 2021 05:56 PM (IST)

    Tokyo Olympics 2020 Live: જીત તરફ વધી રહી છે પીવી સિંધુ

    બેડમિન્ટનમાંથી ભારત માટે સારા સમાચાર આવી રહ્યા છે. શટલર પીવી સિંધુ બ્રોન્ઝ મેડલ મેચ જીતવા તરફ આગળ ચાલી રહી છે તે બીજા સેટમાં 19-15થી આગળ છે.

  • 01 Aug 2021 05:50 PM (IST)

    Tokyo Olympics 2020 Live: બીજા રાઉન્ડમાં સિંધુ 14-11થી આગળ

    સ્ટાર શટલર પીવી સિંધુએ બીજા સેટમાં પોતાની લીડ જાળવી રાખી હતી. તે 14-11થી આગળ છે.

  • 01 Aug 2021 05:44 PM (IST)

    Tokyo Olympics 2020 Live: ભારતની હોકી ટીમે 1-0ની લીડ મેળવી

    ભારતની પુરુષ હોકી ટીમની મેચ પણ ચાલી રહી છે. તે ગ્રેટ બ્રિટન સાથે મેદાનમાં છે. આ ક્વાર્ટર ફાઇનલ મેચ છે. ટીમ ઇન્ડિયાએ પહેલો ગોલ કર્યો છે. દિલપ્રીત સિંહે 7 મી મિનિટે ગોલ કર્યો હતો. ભારતે 1-0ની લીડ મેળવી લીધી છે.

  • 01 Aug 2021 05:41 PM (IST)

    Tokyo Olympics 2020 Live: હોકી ભારત અને ગ્રેટ બ્રિટન વચ્ચે મેચ શરૂ

    ભારત અને ગ્રેટ બ્રિટનની ટીમો વચ્ચે ક્વાર્ટર ફાઇનલ મેચ શરૂ થઈ ગઈ છે. બંને ટીમો માત્ર આમાં જીત ઈચ્છે છે કારણ કે હારથી તેમનું ટોક્યો ઓલિમ્પિક -2020 સફર પૂર્ણ થશે

  • 01 Aug 2021 05:39 PM (IST)

    Tokyo Olympics 2020 Live: બેડમિન્ટન: સિંધુ બીજા સેટમાં 5-2થી આગળ

    સિંધુએ બીજા સેટમાં પણ ચીની ખેલાડી પર પ્રભુત્વ જમાવ્યું છે અને 5-2થી આગળ ચાલી રહી છે.

  • 01 Aug 2021 05:33 PM (IST)

    Tokyo Olympics 2020 Live: પી.વી સિંધુએ પ્રથમ સેટમાં જીત મેળવી

    પ્રથમ ગેમમાં પીવી સિંધુએ ચીનના બિંગજિયાઓ શાનદાર ફોર્મમાં રહી હતી. સિંધુએ પ્રથમ ગેમ 21-13થી જીતી છે. પ્રથમ ગેમ 23 મિનિટ સુધી ચાલી હતી. જો સિંધુ બીજી ગેમ જીતે તો તે બ્રોન્ઝ મેડલ પાકો છે.

  • 01 Aug 2021 05:24 PM (IST)

    Tokyo Olympics 2020 Live: સિંધુ અને બિંગજિયાઓ વચ્ચે ગેમમાં જોરદાર ટક્કર

    સિંધુ અને બિંગજિયાઓ વચ્ચેની પ્રથમ ગેમમાં જોરદાર ટક્કર ચાલી રહી છે.સિંધુએ ફરી એક વખત 14-9થી આગળ છે.

  • 01 Aug 2021 05:20 PM (IST)

    Tokyo Olympics 2020 Live: સિંધુ પ્રથમ મેચમાં 11-8થી આગળ છે

    પીવી સિંધુ મેચમાં આગળ ચાલી રહી છે. તે 11-8થી આગળ છે. તમને જણાવી દઈએ કે આ પહેલી ગેમ ચાલી રહી છે.

  • 01 Aug 2021 05:12 PM (IST)

    Tokyo Olympics 2020 Live: પુરુષ હોકી સેમફાઇનલમાં પહોંચશે આ ત્રણ ટીમ

    પુરુષ હોકીના સેમીફાઇનલમાં ઓસ્ટ્રેલિયા, જર્મની અને બેલ્જિયમ પહોંચી છે. ભારત જો આજે જીત મેળવશે તો તેમનો સામનો સેમાફાઇનલ બેલ્જિયમ સાથે થશે

  • 01 Aug 2021 04:51 PM (IST)

    Tokyo Olympics 2020 Live: બેડમિન્ટન સિંધુ અને બિંગજિયાઓના આંકડા

    જો આપણે સિંધુ અને ચીની ખેલાડી હી બિંગજિયાઓ વચ્ચેના આંકડા પર નજર કરીએ તો ચીની ખેલાડીના ખાતામાં વધુ અંક છે. સિંધુએ તેમની પાસેથી માત્ર છ મેચ જીતી છે જ્યારે ચીની ખેલાડીએ ભારતીય ખેલાડી સામે નવ જીત મેળવી છે.

  • 01 Aug 2021 04:47 PM (IST)

    Tokyo Olympics 2020 Live: થોડી જ વારમાં શરુ થશે પી.વી સિંધુનો મેચ

    સ્ટાર શટલર પીવી સિંધુ ફાઇનલની રેસમાંથી બહાર છે. જોકે, તેની પાસે મેડલ જીતવાની વધુ એક તક છે. તે આજે સાંજે 5 કલાકે બ્રોન્ઝ મેડલ માટે મેચ રમશે. તેમનો સામનો ચીનના હી બિંગ જિયાઓ સાથે થશે.

  • 01 Aug 2021 04:33 PM (IST)

    Tokyo Olympics 2020 live : ગોલ્ફ જેન્ડર સ્કેફેલે જીત્યો ગોલ્ડ મેડલ

    અમેરિકાના જેન્ડર સ્કેફલે પુરુષોની ગોલ્ફ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો છે. તેણે ચાર રાઉન્ડમાં કુલ 266 સ્કોર બનાવ્યો હતો. સ્લોવાકિયાની રોરી સબાતિની કુલ 267 સાથે બીજા અને ચીની તાઈપેઈની સીટી પેન કુલ 269 સાથે ત્રીજા સ્થાને રહી.

  • 01 Aug 2021 03:37 PM (IST)

    Tokyo Olympics 2020 live : ટેનિસ – યુવા સ્ટાર ઝ્વેરેવે ગોલ્ડ મેડલ જીત્યો

    એલેક્ઝાન્ડર ઝ્વેરેવે રશિયન ઓલિમ્પિક સમિતિના ખેલાડી કેરન ખાચનોવને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો. 1988માં સ્ટેફી ગ્રાફ બાદ તે જર્મનીનો પ્રથમ ગોલ્ડ મેડલ વિજેતા છે.

  • 01 Aug 2021 02:53 PM (IST)

    Tokyo Olympics 2020 live : સ્વિમિંગ કેલેબ ડ્રેસેલ અને એમ્મા મેકકોનનો શાનદાર પ્રદર્શન

    અમેરિકન સ્વિમર કેલેબ ડ્રેસેલે રવિવારે ટોક્યો ઓલિમ્પિક સ્વિમિંગ ઇવેન્ટમાં પોતાનો ચોથો અને પાંચમો ગોલ્ડ મેડલ જીત્યો છે. ઓસ્ટ્રેલિયાની મહિલા તરવૈયા એમ્મા મેકકોને પણ આ ઓલિમ્પિકમાં પોતાનો ચોથો ગોલ્ડ મેડલ સહિત સાતમો મેડલ જીતીને નવો રેકોર્ડ બનાવ્યો છે. આ બંને તરવૈયાઓ આ ઓલિમ્પિકના સૌથી સફળ ખેલાડીઓની યાદીમાં સામેલ છે.

  • 01 Aug 2021 02:37 PM (IST)

    Tokyo Olympics 2020 live : બેડમિન્ટન-સિંગ્લની ફાઈનલમાં વિક્ટર એક્સલેસનની સામે હશે ચેન લૉન્ગ

    બેડમિન્ટનની સિંગ્લનો મેચ આજે રમાશે. ફાઈનલ મુકાબલામાં વિક્ટર એક્લેસનનો સામનો ચેન લૉન્ગ સામે થશે. ચેન લોન્ગ એક ચેમ્પિયન ખેલાડી છે.

  • 01 Aug 2021 01:30 PM (IST)

    Tokyo Olympics 2020 live : હોકી, જર્મની,ઓસ્ટ્રેલિયામાં રમાશે સેમીફાઈનલ

    પુરુષ હોકીમાં બે મજબૂત ટીમ ઓસ્ટ્રેલિયા અને જર્મની સેમિફાઇનલ મેચ રમશે. બંનેએ પોતપોતાની મેચ જીતીને સેમિફાઇનલમાં જગ્યા બનાવી છે. જર્મનીએ રિયો ઓલિમ્પિક વિજેતા આર્જેન્ટિનાને હરાવી છે, જ્યારે ઓસ્ટ્રેલિયાએ નેધરલેન્ડને સેમિફાઇનલ માટે હરાવ્યું છે. હવે આ બંને ટીમો સેમીફાઈનલમાં એકબીજા સામે ટકરાશે.

  • 01 Aug 2021 12:53 PM (IST)

    ગોલ્ફ – અદિતિ અશોક છે તૈયાર

    પુરુષ ગોલ્ફનો આજે છેલ્લો રાઉન્ડ છે. ત્યારબાદ મહિલા ગોલ્ફની શરુઆત થશે.જેમાં ભારતના બે મહિલા ખેલાડી અદિતિ અશોક અને દીક્ષા ડાગર ભાગ લેશે. અદિતિ ટોક્યો પહોંચી ચૂક્યા છે અને ચાર ઑગષ્ટથી શરુ થનારી સ્પર્ધા માટે ઉત્સાહિત દેખાઇ રહ્યા છે.

  • 01 Aug 2021 12:47 PM (IST)

    આયરલેન્ડના બોક્સર જીતની ઉજવણી કરતા થયા ઇજાગ્રસ્ત

    આયરલેન્ડના મુક્કેબાજ વૉલ્શ ક્વાર્ટર ફાઇનલમાં જીતની ઉજવણી કરતા ઇજાગ્રસ્ત થયા અને ઓલિમ્પિકની બહાર થઇ ગયા છે. મુક્કાબાજી અધિકારીઓએ રવિવારે કહ્યુ કે વોલ્શન બ્રિટેનના પૈટ મૈકોરમેક સામે સેમિફાઇનલ મુકાબલા પહેલા મેડિકલ ચેક ઇન માટે ન આવ્યા. જેના કારણે તેમના વિરોધીને ફાઇનલમાં વૉકઓવર મળી ગયુ

  • 01 Aug 2021 12:24 PM (IST)

    ઘાનાએ 29 વર્ષ બાદ જીત્યો મેડલ

    ઘાનાએ 29 વર્ષની રાહ બાદ આખરે પોતાના માટે એક મેડલ પાક્કો કરી લીધો છે. ઘાનાના બૉક્સર સૈમ્યૂસ ટાક્યેએ મેન્સ ફેદરવેટ કેટેગરી ઇવેન્ટમાં સેમીફાઇનલમાં જગ્યા મેળવી લીધી છે. આ જીત ઘાના માટે મોટી છે. ઘાનાને છેલ્લે 1992માં બાર્સિલોના ઓલિમ્પિકમાં મેડલ મળ્યો હતો.

  • 01 Aug 2021 12:05 PM (IST)

    દેશ પરત ફર્યા ટેબલ ટેનિસ ખેલાડી

    ભારતીય ટેબલ ટેનિસ ખેલાડી ટોક્યો ઓલિમ્પિકથી પરત ફર્યા છે. શરત મલિકે ફોટો શેર કર્યો છે.

  • 01 Aug 2021 11:48 AM (IST)

    હૉકી – ભારતીય ટીમ પાસે છે મેડલ જીતવાનો મોકો

    ભારતીય હૉકી ટીમ આજે ગ્રેટ બ્રિટન સામે ક્વાર્ટર ફાઇનલ મુકાબલામાં ઉતરવાની છે. ભારતીય હૉકી ટીમે 1980 બાદ કોઇ ઓલિમ્પિક મેડલ જીત્યો નથી. આ વખતે ટીમ પાસે મોકો છે કે તેઓ મેડલ ઘરે લાવે.

  • 01 Aug 2021 11:26 AM (IST)

    સ્વીમિંગ- ઑસ્ટ્રેલિયાના મહિલા મેડલી ટીમે બનાવ્યો ઓલિમ્પિક રેકોર્ડ

    ટોક્યો ઓલિમ્પિક 2020ના મહિલા 4×100 મીટર મેડલે રિલેમાં ઑસ્ટ્રેલિયાના સ્વિમરે રવિવારે ઓલિમ્પિક રેકોર્ડ અને ગોલ્ડ મેડલ બંને અમેરિકાની ટીમ પાસેથી છીનવી લીધા છે. કેલી મેકોનના નેતૃત્વ વાળી ચેલ્જી હૉજ, એમા મેકોન અને કેટ કૈમ્પેબલની ચોકડીએ 3 મિનિટ 51.60 સેકન્ડનો નવો ઓલિમ્પિક રેકોર્ડ બનાવ્યો છે. પોતાના દેશને આ સ્પર્ધામાં પાંચ ઓલિમ્પિકમાં ત્રીજી વાર ગોલ્ડ જીતાડ્યો

  • 01 Aug 2021 10:41 AM (IST)

    જિમનાસ્ટિક – સિમોન બાઇલ્સ ફ્લોર ફાઇનલમાં નહી લે ભાગ

    અમેરિકાના જિમનાસ્ટ સિમોન બાઇલ્સે ઓલિમ્પિક ફ્લોર ફાઇનલથી નામ પાછુ લઇ લીધુ છે. અમેરિકા પાસે જિમનાસ્ટિકમાં હવે માત્ર  એક મેડલ જીતવાનો મોકો બચ્યો છે. ફેડરેશને ફરી એક વાર તેમના નિર્ણયનુ  સમર્થન કર્યુ છે.

  • 01 Aug 2021 10:05 AM (IST)

    બોક્સિંગ –ક્વાર્ટરફાઇનલ મુકાબલો 0:5થી હાર્યા સતીશ કુમાર

    સતીશ કુમાર છેલ્લા રાઉન્ડમાં 0:5થી હારી ગયા અને મેડલની રેસમાંથી બહાર થઇ ગયા છે.સતીશ કુમાર ક્યારે પણ જીતવાની સ્થિતિમાં ન દેખાયા ટૉપ સીડ સામે ઇજાગ્રસ્ત સતીશકુમારે હાર ન માની અને કોશિશ કરતા રહ્યા. પરંતુ આ તેમને જીત અપવવા માટે પૂરતુ નહોતુ

  • 01 Aug 2021 09:54 AM (IST)

    બીજો રાઉન્ડ પણ હાર્યા સતીશ કુમાર

    બીજા રાઉન્ડમાં પણ એ જ હાલત રહી. સતીશ પોતાના વિરોધીઓના પંચનો કોઇ જવાબ શોધી ન શક્યા. આ રાઉન્ડ પણ સતીશ કુમાર 0:5થી હારી ગયા.

  • 01 Aug 2021 09:52 AM (IST)

    બોક્સિંગ – સતીશકુમાર હાર્યા પહેલો રાઉન્ડ

    ભારતના સતીશ કુમાર પહેલો રાઉન્ડ 5:0થી હારી ગયા છે.પાંચ જજે રેડ કોર્નર બોક્સરને 10 અને સતીશને નવ અંક આપ્યા છે. ઉજ્બેકિસ્તાનના બોક્સર વધારે ટેક્નિકલ દેખાઇ રહ્યા છે. તેમનુ ફૂટવર્ક પણ સતીશ કરતા સારુ હતુ. આ રાઉન્ડમાં તેમણે સતીશ કુમાર પર જોરદાર જૈબ શોટનો  ઉપયોગ કર્યો.

  • 01 Aug 2021 09:47 AM (IST)

    શરુ થયો સતીશ કુમારનો મુકાબલો

    સતીશ કુમારનો મુકાબલો શરુ થઇ ગયો છે. બંને બોક્સર રિંગમાં પહોંચી ચૂક્યા છે. સતીશની આંખ પર ઇજા દેખાઇ રહી છે.

  • 01 Aug 2021 09:33 AM (IST)

    બોક્સિંગ- સતીશ સામે હશે વર્લ્ડ ચેમ્પિયનનો પડકાર

    આજે ક્વાર્ટર ફાઇનલમાં સતીશનો સામનો ઉજબેકિસ્તાનના બખોદિર જાલોલોવ સામે છે. અત્યારના વિશ્વ અને એશિયાઇ ચેમ્પિયન છે. જાલોલોવે અજરબૈજાનના મોહમ્મદ અબ્દુલ્લાયેવને 5-0થી હરાવ્યા છે.

  • 01 Aug 2021 09:25 AM (IST)

    બોક્સિંગ – સતીશ કુમાર પર હશે દબાવ

    સતીશ કુમાર  ઓલિમ્પિકમાં ભાગ લેનારા દેશના પહેલા હેવીવેટ બોક્સર છે. પોતાની પહેલી મેચમાં તેમણે જમૈકાના રિકાર્ડો 5:0થી હરાવ્યા હતા.

  • 01 Aug 2021 08:56 AM (IST)

    અમેરિકાના સ્ટાર સ્વીમરે જીત્યો ગોલ્ડ મેડલ

    અમેરિકાના કેલેબ ડ્રૈસલે પુરુષ 50મીટર ફ્રી સ્ટાઇલમાં ઓલિમ્પિકમાં રેકોર્ડ કરીને ગોલ્ડ મેડલ જીત્યો. ટોક્યો ઓલિમ્પિકમાં આ તેમનો પાંચમો ગોલ્ડ છે.

  • 01 Aug 2021 08:30 AM (IST)

    બોક્સર સતીશ કુમારની નજર મેડલ પાકકુ કરવા પર

    ઓલિમ્પિકમાં ભાગ લઇ રહેલા પહેલા સુપર હૈવીવેટ (91 કિલો પ્લસ ) મુક્કેબાજ સતીશ કુમારે જમૈકાના રિકાર્ડો બ્રાઉનને પહેલા મુકાબલામાં હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. બંને મુક્કાબાજનો આ પહેલો મુકાબલો છે.

  • 01 Aug 2021 08:07 AM (IST)

    ઘોડેસવારી -16માં સ્થાન પર ફવાદ મિર્ઝા

    ભારતીય ઘોડેસવાર ફવાદ મિર્ઝા અત્યારે ઇવેન્ટમાં 16માં સ્થાન પર છે. તેમની પાસે કુલ 39.20 પેન્લટી છે. જેમાં 11.20 પેનલ્ટી ક્રોસ કંટ્રીથી આવ્યા છે.

  • 01 Aug 2021 07:50 AM (IST)

    આજના બે મહત્વપૂર્ણ મુકાબલા

    બોક્સિંગ – મેન્સ+ 91 કિલો ક્વાર્ટરફાઇનલ સતીશ કુમાર VS બી.જલોલોવ–9:36 am

    બેડમિન્ટન- વિમેંસ સિંગલ્સ બ્રોન્ઝ મેડલ –પીવી સિંધુ VS બિંગ જિઆઓ5:00 pm

  • 01 Aug 2021 07:47 AM (IST)

    આજે પીવી સિંધુ પાસેથી બ્રોન્ઝની આશા

    આજે ભારતના બેડમિન્ટન સ્ટાર  પીવી સિંધુ બ્રોન્ઝ મેડલ મેચ રમવા માટે ઉતરશે.

  • 01 Aug 2021 07:46 AM (IST)

    આજે પાંચ રમતોમાં ભાગ લેશે ભારત

    ટોક્યો ઓલિમ્પિક 2020ના નવમાં દિવસે રવિવારે ભારતના ખેલાડી પાંચ અલગ અલગ રમતમાં ભાગ લેતા જોવા મળશે. તેમાંથી બે રમત પદકની છે.

Published On - Aug 01,2021 7:03 PM

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">