bronze medalist : પી.વી સિંધુએ બ્રોન્ઝ મેડલ જીતી ઈતિહાસ રચ્યો, સતત 2 ઓલિમ્પિકમાં મેડલ જીતનાર પ્રથમ ભારતીય મહિલા ખેલાડી બની

ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympics) માં ભારતીય બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુએ બ્રોન્ઝ મેડલ ( bronze medal)જીતી ઈતિહાસ રચ્યો છે. ઈન્ડિયન બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુએ ટોક્યો ઓલિમ્પિકમાં મહિલા સિંગલ્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે.

bronze medalist : પી.વી સિંધુએ બ્રોન્ઝ મેડલ જીતી ઈતિહાસ રચ્યો, સતત 2 ઓલિમ્પિકમાં મેડલ જીતનાર પ્રથમ ભારતીય મહિલા ખેલાડી બની
PVSindhu wins bronze medal after defeating China's He Bingjiao
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 01, 2021 | 7:50 PM

PV Sindhu : સિંધુ ઓલિમ્પિકમાં સતત બે મેડલ જીતનારી પ્રથમ ભારતીય ખેલાડી બની ગઈ છે. ભારત માટે ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympics)માં આ બીજો મેડલ છે. સિંધુની આ ઉપલબ્ધિ સમગ્ર દેશમાં ખુશીને લહેર છે.

ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympics)ની શરૂઆતના બીજા દિવસે વેઇટલિફ્ટિંગ (Weightlifting)માં મીરાબાઈ ચાનૂને સિલ્વર મેડલ મળ્યો હતો. ત્યારબાદ 10માં દિવસે સિંધુએ ભારતને મેડલ અપાવ્યો છે. ભારતને ટોક્યો ઓલિમ્પિક (Olympics)માં બીજો મેડલ મળ્યો છે.

સિંધુના પિતા પી. વી. રમણ અર્જુન અવોર્ડથી સમ્માનિત છે. પી. વી. રમણે ભારતનું પ્રતિનિધીત્વ વોલીબોલ (Volleyball)માં કર્યુ હતું.પુસરલા વેંકટ સિંધુ (જન્મ ૫ જુલાઇ ૧૯૯૫) એક ભારતીય બેડમિન્ટન ખેલાડી છે.

IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા

21 સપ્ટેમ્બર 2012ના રોજ પ્રસિદ્ધ થયેલી બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશનની યાદી પ્રમાણે સિંધુ ટોચની ૨૦ ખેલાડીઓમાં સામેલ હતી. 10 ઓગસ્ટ 2013ના રોજ સિંધુ વિશ્વ પ્રતિયોગિતામાં મેડલ જીતનાર પ્રથમ ભારતીય બેડમિન્ટન ખેલાડી (Badminton player)હતી. 30 માર્ચ 2015માં ચોથો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મશ્રી એનાયત થયો હતો.

18 ઓગસ્ટ 2016ની તારીખે તેમણે ઓલિમ્પિક બેડમિન્ટનના ફાઇનલમાં પ્રવેશનાર પ્રથમ ભારતીય મહિલા બની હતી. સેમી ફાઇનલ મેચમાં તેણીએ જાપાનની નોઝોમી ઑકુહારાને હરાવી હતી.19 ઓગસ્ટ, 2016ના દિવસે 2016ની રીઓ ઓલિમ્પિકની ફાઇનલ (Olympic final)માં સિલ્વર મેડલ જીત્યો હતો.

સિંધુએ 8 વર્ષની ઉંમરથી બેડમિન્ટન રમવાનુ શરુ કર્યુ

2009ની સબ જુનિયર એશિયન બેડમિન્ટન સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ

2010માં ઈરાન ફજ્ર્ર્ર્ર આંતરરાષ્ટ્રીય બેડમિન્ટન ચેલેન્જમાં ગોલ્ડ મેડલ

2016ની રીઓ ઓલિમ્પિકની ફાઇનલમાં સિલ્વર મેડલ જીત્યો હતો.

2021 ટોક્યો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યો

પી. વી. સિંધુના માતા-પિતા પી. વી. રમણ અને પી. વિજયા છે. તેઓ પોતે ભૂતપૂર્વ વોલીબોલ ખિલાડીઓ છે. રમણભાઈને ભારત સરકારે અર્જુન એવોર્ડથી વર્ષ 2000માં સમ્માનિત કર્યા હતા. તેણીના માતા-પિતા વ્યવસાયિક વોલીબોલ ખિલાડી હોવા છતાં 2001ના ઓલ ઈંગ્લેન્ડ ઓપન બેડમિંટન ચેમ્પિયન પુલેલા ગોપીચંદની સફળતાથી પ્રેરણા લઇને તેમણે બેડમિન્ટન રમવાનુ નક્કી કર્યુ. સિંધુએ 8 વર્ષની ઉંમરથી બેડમિન્ટન રમવાનુ શરુ કર્યુ હતું

આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે કોલંબો ખાતે યોજાયેલ 2009ની સબ જુનિયર એશિયન બેડમિન્ટન સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો હતો. 2010માં ઈરાન ફજ્ર્ર્ર્ર આંતરરાષ્ટ્રીય બેડમિન્ટન ચેલેન્જમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો. 2010માં મેક્સિકો ખાતે યોજાયેલ જુનિયર વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પ્યનશીપમાં તેણી ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી હતી. 2010ના ઉબેર કપ માટેની ભારતની રાષ્ટ્રીય ટીમની તે સદસ્ય હતી.14 જૂન 2012 ના રોજ ઈન્ડોનેશિયન ક્પમાં તેણી જર્મનીની જુલિયાન શેન્ક સામે 21-14, 21-14થી હારી હતી.

1995ની5મી જુલાઈએ હૈદરાબાદમાં જન્મેલી અને લગભગ 6 ફૂટની ઊંચાઈ ધરાવતી સિંધુ ઑલિમ્પિક્સમાં બૅડમિન્ટનનો સિલ્વર મેડલ જીતી ચૂકી છે.સિંધુના પ્રથમ કોચ મેહબૂબ અલી હતા, પરંતુ પછીથી તે ગોપીચંદની શિષ્યા બની અને તેમની એકેડેમી હેઠળ તાલીમ પ્રાપ્ત કરી.

2016માં રિયો ઓલિમ્પિક્સમાં સિલ્વર મેડલ જીતી લીધા પછી આઇસક્રીમ ખાઇને જીતની ઉજવણી કરી રહેલી સિંધુ સૌને યાદ હશે. રિયો ઓલિમ્પિક્સની તૈયારી દરમિયાન કોચ ગોપીચંદે સિંધુ પાસેથી તેનો મોબાઇલ લઇ લીધો હતો અને તેના ચોકલેટ ખાવા ઉપર પ્રતિબંધ ફરમાવી દીધો હતો. રિયો ઓલિમ્પિક્સમાં મેડલ જીતીને સિંધુએ પોતાની આઇસક્રીમ પણ પાછી જીતી હતી.

બેડમિન્ટન સ્ટાર પીવી સિંધૂ એ એક તસ્વીર પોતાના ટ્વીટર હેન્ડર દ્વારા શેર કરી હતી. જે તસ્વીરમાં તેની આંગળીઓ પરના નખ પર સુંદર આર્ટ જોવા મળ્યુ હતુ. તે આર્ટ સિંધૂનો ટોક્યો ઓલિમ્પિક પ્રત્યેના ઉમળકા સ્વરુપ હતુ. આંગળીઓના નખ પર કરેલ નેઇલ આર્ટમાં ઓલિમ્પિકનુ પાંચ રિંગો વાળુ રંગીન પ્રતિક દોરેલુ હતુ. આ માટે તેણે રિંગ ફિંગર અને મિડલ ફિંગરના નેઇલ પર આર્ટ કરાવ્યુ હતુ. જે એકદમ સુંદર લાગી રહ્યુ હતુ.

પીવી સિંધુએ ટોક્યો ઓલિમ્પિક -2020માં બેડમિન્ટનમાં મહિલા સિંગલ્સ કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો છે. તે ઓલિમ્પિક ગેમ્સમાં બે મેડલ જીતનાર ભારતની પ્રથમ મહિલા ખેલાડી બની છે.તેમના પહેલા પુરુષ કુસ્તીમાં સુશીલ કુમારે બેઇજિંગ અને લંડન ઓલિમ્પિકમાં મેડલ જીત્યા હતા.

ટોક્યો ઓલિમ્પિકમાં ભારત માટે બ્રોન્ઝ મેડલ જીતનાર પીવી સિંધુને સમગ્ર દેશ અભિનંદન આપી રહ્યો છે. દેશના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે પણ સિંધુના વખાણ કર્યા છે અને અભિનંદન આપ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ સિંધુને શુભકામના પાઠવી છે.

ટોક્યો ઓલિમ્પિકમાં ભારતીય બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુ બ્રોન્ઝ મેડલ મેચમાં ચીનની હી બિંગ ઝિયાઓ સામે મેચ જીતી ગઈ છે. સિંધુએ પ્રથમ સેટમાં 21-13થી તથા બીજા સેટમાં પણ 21-15થી જીતી બ્રોન્ઝ મેડલ પોતાને નામ કર્યો છે. આ મેચ 53 મિનિટ સુધી ચાલી હતી.

આ પણ વાંચો : Olympic Medalist: લવલીનાને આસામ સરકાર વિશેષ ભેટ આપશે, ગ્રામજનો લાડલી લવલીનાની જોઈ રહ્યા છે રાહ

g clip-path="url(#clip0_868_265)">