AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શું ટીમ ઈન્ડિયા સતત ત્રીજી વખત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ રમશે? ICCએ આપ્યું મોટું અપડેટ

ટીમ ઈન્ડિયા હાલમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023-25ના પોઈન્ટ ટેબલમાં ટોપ પર છે. આ વખતે ટીમ ઈન્ડિયાને ફાઈનલમાં પહોંચવાની કઈ તક છે, તેની માહિતી ICC દ્વારા આપવામાં આવી છે. ટીમ ઈન્ડિયા ફરી એકવાર ફાઈનલની રેસમાં સૌથી આગળ છે.

શું ટીમ ઈન્ડિયા સતત ત્રીજી વખત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ રમશે? ICCએ આપ્યું મોટું અપડેટ
Team India (Photo : Stu Forster / Getty Images)
| Updated on: Sep 12, 2024 | 7:23 PM
Share

ટીમ ઈન્ડિયા લાંબા વિરામ બાદ મેદાનમાં વાપસી કરવા જઈ રહી છે. ટીમ ઈન્ડિયાએ 19 સપ્ટેમ્બરથી ઘરઆંગણે બાંગ્લાદેશ સામે બે મેચની ટેસ્ટ શ્રેણી રમવાની છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપને જોતા આ સિરીઝ ઘણી મહત્વની બની રહી છે. ભારતીય ટીમ અગાઉની બંને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં પહોંચવામાં સફળ રહી હતી, જોકે બંને વખત ટીમને ફાઈનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો. આ વખતે ICC એ અપડેટ આપ્યું છે કે ટીમ ઈન્ડિયાને ફાઈનલમાં પહોંચવાની કેટલી તક છે.

ટીમ ઈન્ડિયા ફરી WTC ફાઈનલ રમશે?

ટીમ ઈન્ડિયા હાલમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023-25ના પોઈન્ટ ટેબલમાં આગળ છે. ભારતે 9માંથી 6 મેચ જીતી છે અને માત્ર 2 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. આ સાથે જ એક મેચ ડ્રો રહી છે. આ સ્થિતિમાં ટીમ ઈન્ડિયા 68.52 ટકા માર્ક્સ સાથે ટોપ પર છે. હવે ટીમ ઈન્ડિયા પાસે 10 ટેસ્ટ મેચ બાકી છે. જેમાંથી 5 ટેસ્ટ ભારતમાં અને 5 મેચ ઓસ્ટ્રેલિયામાં થશે. જો ટીમ ઈન્ડિયા આ તમામ મેચો જીતે છે તો તે મહત્તમ 85.09 ટકાના આંકડા સુધી પહોંચી શકે છે. જોકે આ મુશ્કેલ છે.

ભારતમાં રમાનાર પાંચેય ટેસ્ટ જીતશે તો ફાઈનલમાં

આ 10 મેચોમાંથી ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશ સામે 2 ટેસ્ટ અને ન્યુઝીલેન્ડ સામે 3 ટેસ્ટ ઘરઆંગણે રમવાની છે. આ પછી તે 5 ટેસ્ટ મેચ માટે ઓસ્ટ્રેલિયા જશે. જો ટીમ ઈન્ડિયા ભારતમાં રમાનાર પાંચેય ટેસ્ટ મેચો જીતી લે છે, તો તે 79.76 ટકા અંક સુધી પહોંચી શકે છે, જે ફાઈનલમાં પહોંચવા માટે પૂરતું હશે. આવી સ્થિતિમાં આ સમયે ટીમ ઈન્ડિયા ફાઈનલમાં પહોંચવાની સૌથી મોટી દાવેદાર છે.

અન્ય ટીમોની હાલત કેવી છે?

છેલ્લી વખત ઓસ્ટ્રેલિયાએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનો ખિતાબ જીત્યો હતો. પરંતુ આ વખતે તેમણે ફાઈનલમાં પહોંચવા માટે ઘણી મહેનત કરવી પડશે. ઓસ્ટ્રેલિયાની 7 મેચ બાકી છે. જેમાંથી તે ભારત સામે 5 ટેસ્ટ અને શ્રીલંકામાં 2 ટેસ્ટ તેમના ઘરે રમશે. જો ઓસ્ટ્રેલિયા આ તમામ મેચો જીતી જાય તો પણ તે ઓછામાં ઓછા 76.32 ટકા માર્કસ સુધી પહોંચી શકશે. બીજી તરફ ન્યુઝીલેન્ડને 8 ટેસ્ટ મેચ રમવાની છે. આવી સ્થિતિમાં, તેમની પાસે હજુ પણ 78.57 ટકા માર્કસ સુધી પહોંચવાની તક છે, જે તેમને ઓસ્ટ્રેલિયાથી આગળ લઈ જઈ શકે છે.

આ ટીમો માટે ફાઈનલમાં પહોંચવું ખૂબ મુશ્કેલ

બાંગ્લાદેશની ટીમ આ વખતે મહત્તમ 72.92 ટકા અંક સુધી પહોંચી શકે છે. જ્યારે શ્રીલંકા 69.23 ટકા, ઈંગ્લેન્ડ 57.95, દક્ષિણ આફ્રિકા 69.44, પાકિસ્તાન 59.52 અને વેસ્ટ ઈન્ડિઝ 43.59 ટકા માર્ક્સ સુધી પહોંચી શકશે. આવી સ્થિતિમાં, હવે આ ટીમો માટે ફાઈનલમાં પહોંચવું ખૂબ મુશ્કેલ લાગે છે.

આ પણ વાંચો: AFG vs NZ: અફઘાનિસ્તાન-ન્યુઝીલેન્ડ ટેસ્ટનો ચોથો દિવસ પણ રદ્દ, 134 વર્ષમાં આઠમી વખત આવું થશે!

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
g clip-path="url(#clip0_868_265)">