AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Paris Olympics 2024, Day 7, LIVE Score : લક્ષ્ય સેને ઈતિહાસ રચ્યો, મેન્સ બેડમિન્ટનની સેમીફાઈનલમાં પહોંચનાર પ્રથમ ભારતીય બન્યો

Nirupa Duva
| Edited By: | Updated on: Aug 02, 2024 | 10:34 PM

Paris Olympics 2024 : પેરિસ ઓલિમ્પિક 2024ના 7મા દિવસે ચાહકોને મનુ ભાકર અને શટલર લક્ષ્ય સેન પાસેથી મેડલની આશા છે. આ સાથે જ ભારતીય ખેલાડીઓ પાસે તીરંદાજી અને જુડોમાં પણ મેડલ જીતવાની તક છે.

Paris Olympics 2024, Day 7, LIVE Score : લક્ષ્ય સેને ઈતિહાસ રચ્યો, મેન્સ બેડમિન્ટનની સેમીફાઈનલમાં પહોંચનાર પ્રથમ ભારતીય બન્યો

પેરિસ ઓલિમ્પિક 2024નો 7મો દિવસ ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ બનવા જઈ રહ્યો છે. આ વખતે, ભારતે ઓલિમ્પિકમાં અત્યાર સુધીમાં કુલ 3 મેડલ જીત્યા છે અને દેશ ટેલીમાં 42માં સ્થાને છે. આવી સ્થિતિમાં હવે ચાહકોને ફરી એકવાર મનુ ભાકર પાસેથી મેડલની આશા છે. તે આજે 25 મીટર પિસ્તોલ સ્પર્ધામાં ભાગ લેશે. તમને જણાવી દઈએ કે, મનુએ અત્યાર સુધી બે બ્રોન્ઝ મેડલ જીત્યા છે. આ સાથે જ ભારતીય શટલર લક્ષ્ય સેન પણ એક્શનમાં જોવા મળશે. ક્વાર્ટર ફાઈનલ મેચમાં તેનો મુકાબલો તાઈવાનના શટલર ચાઉ ટિએન ચેન સામે થશે. આ સિવાય ભારતીય ખેલાડીઓ તીરંદાજી અને જુડોમાં પણ રમતા જોવા મળશે.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 02 Aug 2024 10:32 PM (IST)

    લક્ષ્ય સેન સેમીફાઈનલમાં

    લક્ષ્ય સેન મેન્સ બેડમિન્ટન સિંગલ્સની સેમીફાઈનલમાં પહોંચી ગયો છે. તેણે ત્રીજી અને છેલ્લી ગેમમાં પણ તાઈવાનના ખેલાડી ચાઉ ટિએન ચેનને 21-12થી હરાવ્યો હતો. આ સાથે લક્ષ્ય સેને ક્વાર્ટર ફાઈનલ મેચ 2-1થી જીતી લીધી છે.

  • 02 Aug 2024 10:11 PM (IST)

    લક્ષ્ય સેને બીજી ગેમમાં વાપસી કરી

    લક્ષ્ય સેને બીજી ગેમ જીતીને પુનરાગમન કર્યું છે. હવે મેચ 1-1ની બરાબરી પર છે. બીજી ગેમમાં લક્ષ્યે તાઈવાનના ખેલાડીને 21-15થી હરાવ્યો હતો.

  • 02 Aug 2024 10:02 PM (IST)

    પ્રથમ ગેમમાં લક્ષ્ય સેનની હાર

    પ્રથમ ગેમમાં લક્ષ્ય સેનને 19-21થી હારનો સામનો કરવો પડ્યો હતો. તાઇવાનની ચાઉ ટિએન ચેન 1-0થી આગળ છે. મેચમાં હજુ બે મેચ બાકી છે.

  • 02 Aug 2024 09:24 PM (IST)

    લક્ષ્ય સેનની મેચ શરૂ

    મેન્સ બેડમિન્ટન સિંગલ્સની ક્વાર્ટર ફાઈનલમાં લક્ષ્ય સેનની મેચ શરૂ થઈ ગઈ છે. તેની ટક્કર તાઈપેઈના શટલર ચાઉ ટિએન ચેન સાથે છે.

  • 02 Aug 2024 08:26 PM (IST)

    ભારત બ્રોન્ઝ મેડલ મેચ હારી ગયું

    અમેરિકાએ તીરંદાજી મિક્સ્ડ ટીમ ઈવેન્ટની બ્રોન્ઝ મેડલ મેચમાં હાર આપી છે. ભારતીય ટીમ બ્રોન્ઝ મેડલ જીતવાથી ચૂકી ગઈ છે. આ મેચમાં 2-6થી હારનો સામનો કરવો પડ્યો હતો. આ સાથે પેરિસ ઓલિમ્પિકમાં ધીરજ બૌમદેવરા અને અંકિતા ભકતની સફરનો અંત આવ્યો છે.

  • 02 Aug 2024 08:03 PM (IST)

    આર્ચરીમાં ભારતે પ્રથમ સેટ ગુમાવ્યો

    આર્ચરી મિક્સ્ડ ટીમ ઈવેન્ટની બ્રોન્ઝ મેડલ મેચમાં ભારતે પહેલો સેટ ગુમાવ્યો છે. અમેરિકાએ 2-0થી લીડ મેળવી લીધી છે.

  • 02 Aug 2024 07:24 PM (IST)

    તીરંદાજી ભારત હારી ગયું

    તીરંદાજી સેમીફાઈનલમાં ભારત હારી ગયું, હવે બ્રોન્ઝ માટે ટક્કર થશે

  • 02 Aug 2024 06:57 PM (IST)

    આર્ચરીમાં 7 વાગ્યે સેમીફાઈનલ મુકાબલો

    સેમીફાઈનલ મેચમાં ભારતની તીરંદાજી ટીમનો સામનો દક્ષિણ કોરિયા સામે થશે. આ મેચ 7 વાગ્યે શરૂ થશે.

  • 02 Aug 2024 06:54 PM (IST)

    ભારતે ઓસ્ટ્રેલિયાને 52 વર્ષ બાદ હરાવ્યું

    ભારતીય હોકી ટીમે ઓસ્ટ્રેલિયા સામે ઐતિહાસિક જીત હાંસલ કરી છે. ભારતે ગ્રુપ સ્ટેજની મેચમાં 3-2થી જીત મેળવી હતી. ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને 52 વર્ષ બાદ ઓલિમ્પિક મેચમાં હરાવ્યું છે. આ પહેલા ટીમે 1972 ઓલિમ્પિકમાં ઓસ્ટ્રેલિયા સામે જીત મેળવી હતી.

  • 02 Aug 2024 06:23 PM (IST)

    હોકીમાં ભારતની ઐતિહાસિક જીત

    હોકીમાં ભારતની ઐતિહાસિક જીત, 52 વર્ષ બાદ ઓસ્ટ્રેલિયાને હરાવ્યું

  • 02 Aug 2024 06:22 PM (IST)

    તીરંદાજીમાં આજે ગોલ્ડ મેડલનો મુકાબલો

    ભારત તીરંદાજી મિક્સ્ડ ઈવેન્ટમાં સેમીફાઈનલ માટે ક્વોલિફાઈ થઈ ગયું છે. આ મેચ સાંજે 7.01 વાગ્યાથી રમાશે. જો ધીરજ બુમાદેવરા અને અંકિતા ભકત આ મેચ જીતવામાં સફળ રહેશે તો બંને ગોલ્ડ મેડલ માટે રાત્રે 8.13 કલાકે મેચ રમશે. જો હાર થશે તો સાંજે 7.54 વાગ્યાથી બ્રોન્ઝ મેડલ માટે સ્પર્ધા કરીશું.

  • 02 Aug 2024 06:05 PM (IST)

    ભારત તીરંદાજીની સેમીફાઈનલમાં

    ભારત તીરંદાજીની સેમીફાઈનલમાં, મેડલથી એક પગલું દૂર

  • 02 Aug 2024 05:57 PM (IST)

    તીરંદાજીમાં ભારત 3-1થી આગળ

    ભારતીય ટીમ તીરંદાજીની મિશ્ર સ્પર્ધામાં સતત આગળ ચાલી રહી છે. બીજો સેટ પણ પૂરો થઈ ગયો છે. આ સેટ ડ્રો રહ્યો, જેના કારણે ભારત અને સ્પેનને 1-1 પોઈન્ટ મળ્યો. આ સાથે ભારત બીજા સેટ બાદ 3-1થી આગળ છે.

  • 02 Aug 2024 05:50 PM (IST)

    હોકીમાં પ્રથમ હાફ પછી ભારત 2-1થી આગળ

    હોકીનો પહેલો હાફ પૂરો થઈ ગયો. બીજા ક્વાર્ટર દરમિયાન ઓસ્ટ્રેલિયાએ જોરદાર હુમલો કર્યો પરંતુ તે માત્ર 1 ગોલ કરવામાં સફળ રહી. ભારતે પહેલા ક્વાર્ટરમાં 2-0થી સરસાઈ મેળવી લીધી હતી. તેથી ભારત હજુ પણ 2-1થી આગળ છે.

  • 02 Aug 2024 05:08 PM (IST)

    Paris Olympics 2024 : મનુ ભાકરે ફાઈનલમાં સ્થાન બનાવ્યું

    મનુ ભાકરે મહિલાઓની 25 મીટર પિસ્તોલની ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. મનુ 590 પોઈન્ટ સાથે બીજા ક્રમે રહી હતી. ઈશા સિંહ 18મા સ્થાને રહી. આવતીકાલે બપોરે 1 કલાકે ફાઇનલ મેચ રમાશે.

  • 02 Aug 2024 05:07 PM (IST)

    Paris Olympics 2024 : ભારતે 2 ગોલ કર્યા

    ભારત અને ઓસ્ટ્રેલિયાની હોકી ટીમ આમને-સામને છે. ભારત માટે અભિષેકે પહેલો ગોલ કર્યો હતો. આ પછી કેપ્ટન હરમનપ્રીત સિંહે ગોલ કર્યો.

  • 02 Aug 2024 05:05 PM (IST)

    Paris Olympics 2024 : ભારતીય હોકી ટીમ ઓલિમ્પિકમાં સફળ રહી છે

    ભારતીય હોકી ટીમ ઓલિમ્પિકમાં અત્યાર સુધીની સૌથી સફળ ટીમ છે, જેણે કુલ આઠ ગોલ્ડ મેડલ જીત્યા છે. 1928, 1932, 1936, 1948, 1952, 1956, 1964 અને 1980.

  • 02 Aug 2024 05:03 PM (IST)

    Paris Olympics 2024 : હોકીમાં ભારત 2-0થી આગળ

  • 02 Aug 2024 05:01 PM (IST)

    Paris Olympics 2024 : મનુ ભાકર બીજા સ્થાને

    મનુ ભાકરે રેપિડની બીજી સિરીઝમાં 98 પોઈન્ટ મેળવ્યા અને તે બીજા સ્થાને છે.

  • 02 Aug 2024 04:46 PM (IST)

    Paris Olympics 2024 : હોકી મેચ શરુ

    ભારત અને ઓસ્ટ્રેલિયાની હોકી મેચ શરુ

  • 02 Aug 2024 04:39 PM (IST)

    Paris Olympics 2024 : ટોપ-6 શૂટર્સ ફાઈનલ માટે ક્વોલિફાય થશે

    અનંત જીત સિંહ સ્કીટ ઈવેન્ટ (ક્વોલિફિકેશન)માં 2 રાઉન્ડ બાદ 25માં સ્થાને છે. અનંતે પ્રથમ બે સિરીઝમાં 23 અને 22 પોઈન્ટ બનાવ્યા હતા. 3 વધુ સીરિઝ બાકી છે. ટોપ-6 શૂટર્સ ફાઈનલ માટે ક્વોલિફાય થશે.

  • 02 Aug 2024 03:59 PM (IST)

    Paris Olympics 2024 : ઈશા સિંહનું નિરાશાજનક પ્રદર્શન

    ઈશા સિંહે મહિલાઓની 25 મીટર પિસ્તોલની ક્વોલિફિકેશનમાં નિરાશાજનક પ્રદર્શન કર્યું છે. ઈશા હાલમાં 581 પોઈન્ટ સાથે 15મા સ્થાને છે (પ્રિસિઝનમાં 291 અને રેપિડમાં 290). ઈશા ફાઈનલની રેસમાંથી લગભગ બહાર થઈ ગઈ છે. 20 શૂટર્સે ચોકસાઇ અને ઝડપી રાઉન્ડ બંને પૂર્ણ કર્યા છે. તે જ સમયે, 20 શૂટર્સે રેપિડ રાઉન્ડમાં ભાગ લેવાનો બાકી છે, જેમાં મનુ ભાકરનું નામ પણ સામેલ છે.

  • 02 Aug 2024 03:53 PM (IST)

    Paris Olympics 2024 : ઈશા સિંહ 13માં સ્થાને

    ઈશા સિંહે બીજી રેપિડ સીરિઝમાં 96નો સ્કોર બનાવ્યો છે . હવે તે 13મા સ્થાને સરકી ગઈ છે.

  • 02 Aug 2024 03:46 PM (IST)

    Paris Olympics 2024 : શૂટિંગ અપટેડ

    25 મીટર પિસ્તોલની ક્વોલિફિકેશનમાં ઈશા સિંહે રેપિડની પ્રથમ સિરીઝમાં 97 પોઈન્ટ મેળવ્યા હતા. ઈશા સિંહ હાલ 10મા સ્થાને છે. હાલમાં 20 શૂટર્સ રેપીડ સીરિઝમાં ભાગ લઈ રહ્યા છે. મનુ ભાકર સહિત બાકીના 20 શૂટર્સનો વારો આવવાનો બાકી છે. પ્રિસિઝન રાઉન્ડમાં મનુ ત્રીજા સ્થાને (294 પોઈન્ટ) રહી હતી.

  • 02 Aug 2024 03:28 PM (IST)

    Paris Olympics 2024 : મનુ ભાકરનો રેપિડ રાઉન્ડ ટૂંક સમયમાં શરૂ થશે

    શૂટિંગમાં ક્વોલિફિકેશન રેપિડ રાઉન્ડ બપોરે 3:30 વાગ્યે શરૂ થશે. પ્રિસિઝન ક્વોલિફિકેશનમાં મનુ ભાકર ત્રીજા સ્થાને રહી હતી.

  • 02 Aug 2024 03:27 PM (IST)

    Paris Olympics 2024 : તુલિકા માન બહાર

    ભારતીય જુડો ખેલાડી તુલિકા માન પેરિસ ઓલિમ્પિકની 78 કિગ્રાથી વધુની મહિલાઓની સ્પર્ધાના પ્રથમ રાઉન્ડમાં લંડન ઓલિમ્પિક ચેમ્પિયન ક્યુબાની ઇડેલીસ ઓર્ટીઝ સામે હાર સાથે બહાર થઈ.

  • 02 Aug 2024 03:22 PM (IST)

    Paris Olympics 2024 : શૂટિંગ રેપીડ ફાયર રાઉન્ડ

    શૂટિંગની 25 મીટર પિસ્તોલ ઇવેન્ટનો રેપિડ ફાયર રાઉન્ડ બપોરે 3.30 વાગ્યાથી રમાશે. મનુ ભાકર આ રાઉન્ડમાં એક્શનમાં જોવા મળશે.

  • 02 Aug 2024 03:02 PM (IST)

    Paris Olympics 2024 : ટોપ-3માં મનુ ભાકર

    મનુ ભાકરે ત્રીજી સિરીઝમાં જોરદાર પ્રદર્શન કર્યું છે. તે હવે ટોપ 3માં આવી ગઈ છે. તમને જણાવી દઈએ કે, ટોપ 8 ખેલાડીઓ તેમના રાઉન્ડ માટે ક્વોલિફાય થશે.

  • 02 Aug 2024 02:56 PM (IST)

    Paris Olympics 2024 :બલરાજ પંવાર 23મા સ્થાને

    બલરાજ પંવાર રોઈંગ મેન્સ સિંગલ્સ સ્કલ્સ ઈવેન્ટમાં 23મા સ્થાને રહ્યો.

  • 02 Aug 2024 02:53 PM (IST)

    Paris Olympics 2024 : 25 મીટર પિસ્તોલ ઇવેન્ટનું અપટેડ

    મનુ ત્રીજા સ્થાને (294 પોઈન્ટ) જ્યારે ઈશા સિંહ 10મા સ્થાને (291 પોઈન્ટ) છે.

  • 02 Aug 2024 02:46 PM (IST)

    Paris Olympics 2024 : મનુ ભાકર ત્રીજા સ્થાને પહોંચી

    મનુ ભાકરે પ્રિસિઝન રાઉન્ડની ત્રીજી સિરીઝમાં 99નો શાનદાર સ્કોર કર્યો અને ત્રીજા સ્થાને પહોંચી છે.

  • 02 Aug 2024 02:23 PM (IST)

    Paris Olympics 2024 : જુડોમાં ભારત માટે કોઈ સારા સમાચાર નહિ

    જુડોમાં ભારત માટે કોઈ સારા સમાચાર નથી. તુલિકા માન 78 કિગ્રા વજન વર્ગના પ્રથમ રાઉન્ડમાં ક્યુબાની ભૂતપૂર્વ ઓલિમ્પિક અને વિશ્વ ચેમ્પિયન ઇડાલિસ ઓર્ટીઝ સામે હારી ગઈ હતી.

  • 02 Aug 2024 02:23 PM (IST)

    Paris Olympics 2024 : મનુ હાલ 12મા સ્થાને

    મનુ ભાકરે પ્રથમ પ્રિસિજન સીરિઝમાં 97 રન પોઈન્ટ બનાવ્યા હતા. મનુ હાલ 12મા સ્થાને છે.

  • 02 Aug 2024 01:37 PM (IST)

    Paris Olympics 2024 : મેડલથી 2 ડગલા દુર છે આ જોડી

    અંકિતા અને ધીરજની જોડી ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી છે.ભારતીય જોડી મેડલ જીતવાથી બે જીત દૂર છે. આ ઇવેન્ટની મેડલ મેચો આજે જ રમાવાની છે.

  • 02 Aug 2024 01:33 PM (IST)

    Paris Olympics 2024 : તીરંદાજીમાં અંકિતા-ધીરતની શાનદાર શરૂઆત

    અંકિતા ભકત અને ધીરજ ભોમદેવરાની મિક્સ ટીમ ઈવેન્ટ તીરંદાજી શાનદાર રહી છે. ઇન્ડોનેશિયાની જોડીને હાર આપી છે.

  • 02 Aug 2024 01:30 PM (IST)

    Paris Olympics 2024 :બીજા સેટમાં ભારત અને ઈન્ડોનેશિયા બંનેને એક-એક પોઈન્ટ

    તીરંદાજીમાં અંકિતા ભકત અને ધીરજ બોમ્માદેવરા હાલમાં 3-1થી આગળ છે. બીજા સેટમાં ભારત અને ઈન્ડોનેશિયા બંનેને એક-એક પોઈન્ટ મળ્યો હતો.

  • 02 Aug 2024 01:25 PM (IST)

    Paris Olympics 2024 :અંકિતા-ધીરજ 2-0થી આગળ

    અંકિતા ભકત અને ધીરજ બોમ્માદેવરા તીરંદાજીની મિક્સ ટીમ ઈવેન્ટની પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં એક્શનમાં છે. તેમનો સામનો ઈન્ડોનેશિયાની જોડી સામે થશે. હાલમાં અંકિતા-ધીરજ 2-0થી આગળ છે.

  • 02 Aug 2024 01:24 PM (IST)

    Paris Olympics 2024 : ઈશા સિંહનું શાનદાર પ્રદર્શન

    ભારતની બે સ્ટાર શૂટર્સ ઈશા સિંહ અને મનુ ભાકરે આજે મહિલાઓની 25 મીટર પિસ્તોલ સ્પર્ધામાં ભાગ લીધો છે. ઈશા પ્રીસીઝન રાઉન્ડ પછી 291ના સ્કોર સાથે ત્રીજા સ્થાને છે. આ સ્પર્ધામાં બે રાઉન્ડમાં ત્રણ સિરીઝમાં 10-10 શોટ મારવાના હોય છે. ટોચના આઠ સ્કોર કરનાર એથ્લેટ્સ ફાઈનલ માટે ક્વોલિફાય થાય છે. પ્રીસીઝનમાં, ઈશાએ પ્રથમ સિરીઝમાં 100માંથી 95, બીજી સિરીઝમાં 100માંથી 96 અને ત્રીજી સિરીઝમાં 100માંથી 100 રન બનાવ્યા હતા. હાલમાં સિંગાપોરની તેહ જીયુ હોંગ 293ના સ્કોર સાથે ટોપ પર છે. આ સાથે જ હંગેરીની ફેબિયન સારા રશેલ 291ના સ્કોર સાથે બીજા સ્થાને છે. ફેબિયને ઈશા કરતાં વધુ એક્સ-શોટ લીધા છે. તેનો અર્થ એ કે તેણે સંપૂર્ણ 10 સ્કોર કર્યો છે. મનુ ભાકરે હજી શૂટિંગ શરૂ કર્યું નથી. દરેકની નજર તેના પર હશે.

  • 02 Aug 2024 01:18 PM (IST)

    Paris Olympics 2024 : મિક્સ ટીમ મેચ શરૂ

    અંકિતા ભગત અને ધીરજની ભારતની જોડી તીરંદાજીમાં તૈયાર છે. મિક્સ ટીમ મેચમાં ભારતનો સામનો ઈન્ડોનેશિયા સાથે થશે. મેચ શરૂ થઈ ગઈ છે.

  • 02 Aug 2024 01:15 PM (IST)

    Paris Olympics 2024 : 20 શૂટર્સમાં ત્રીજા સ્થાને પહોંચી ઈશા

    ઇશા સિંહે પ્રિસિઝનની ત્રીજી અને છેલ્લી સિરીઝ 100 પોઈન્ટ બનાવ્યા અને તે 20 શૂટર્સમાં ત્રીજા સ્થાને પહોંચી ગઈ છે. મનુ ભાકર સહિત બાકીના 20 શૂટર્સનો વારો હજુ આવ્યો નથી. મહિલાઓની 25 મીટર પિસ્તોલ સ્પર્ધામાં કુલ 40 શૂટર્સ ભાગ લઈ રહ્યા છે. ટોપ-8ને ફાઇનલમાં સ્થાન મળશે.

  • 02 Aug 2024 01:10 PM (IST)

    Paris Olympics 2024 : ત્રીજી સીરિઝ પછી ઈશા

    ત્રણ સિરીઝ બાદ ઈશા ચોથા સ્થાને છે. તેણે પ્રથમ સિરીઝમાં 95, બીજી સિરીઝમાં 96 અને ત્રીજી સિરીઝમાં 70 પોઈન્ટ બનાવ્યા હતા.

  • 02 Aug 2024 01:07 PM (IST)

    Paris Olympics 2024 : ઇશાનું અત્યારસુધીનું પ્રદર્શન

    મહિલા 25 મીટર પિસ્તોલમાં ક્વોલિફિકેશન ચાલુ છે. ઈશા ક્વોલિફિકેશનના પ્રિસિઝન રાઉન્ડમાં 14મા સ્થાને ખસી ગઈ છે. ઇશાએ પ્રિસિઝનની બીજી સિરીઝમાં 96 પોઈન્ટ મેળવ્યા હતા. મનુ ભાકર સહિત બાકીના 20 શૂટર્સનો વારો હવે પછી આવશે. મનુ ભાકર અને ઈશા સિંહને ફાઇનલમાં પહોંચવા માટે ટોપ-8માં રહેવું પડશે.

  • 02 Aug 2024 12:57 PM (IST)

    Paris Olympics 2024 : ગોલ્ફની ઈવેન્ટ શરુ

    ગોલ્ફમાં મેન્સ ઈવેન્ટના બીજા રાઉન્ડની રમત શરૂ થઈ ગઈ છે. પ્રથમ રાઉન્ડના અંતે ભારતના શુભંકર શર્મા 70ના કુલ સ્કોર સાથે 29મા ક્રમે હતો. જ્યારે ગગનજીત ભુલ્લર 75ના કુલ સ્કોર સાથે સંયુક્ત રીતે 56મા સ્થાને હતો.

  • 02 Aug 2024 12:56 PM (IST)

    Paris Olympics 2024 : ઈશા સિંહ 20મા સ્થાને

    ઈશા સિંહની શરૂઆત સારી રહી નથી. પ્રથમ સિરીઝમાં ઈશાએ 95 પોઈન્ટ મેળવ્યા હતા અને તે 20મા સ્થાને છે. મનુ ભાકર સહિત બાકીના 20 શૂટર્સનો વારો હવે પછી આવશે.

  • 02 Aug 2024 12:53 PM (IST)

    Paris Olympics 2024 : મનુ ભાકરની ક્વોલિફિકેશન મેચ શરૂ

    મનુ ભાકર મહિલાઓની 25 મીટર પિસ્તોલ સ્પર્ધામાં પડકારરૂપ છે. તેમની ક્વોલિફિકેશન મેચ શરૂ થઈ ગઈ છે. ટોચના આઠ શૂટર્સ ફાઈનલ માટે ક્વોલિફાય થશે. આ ઈવેન્ટમાં ભારતની અન્ય એક શૂટર ઈશા સિંહે પણ ભાગ લીધો હતો.

  • 02 Aug 2024 12:52 PM (IST)

    Paris Olympics 2024 : એન્ડી મરેની કારકિર્દી પૂર્ણ થઈ

    ઓલિમ્પિકની મેન્સ ડબલ્સ મેચની ક્વાર્ટર ફાઇનલમાં હાર સાથે બ્રિટિશ ટેનિસ ખેલાડી એન્ડી મરેની કારકિર્દીનો અંત આવી ગયો. તે અને તેના પાર્ટનર ડેન ઇવાન્સને ગુરુવારે રાત્રે કોર્ટ સુઝાન લેંગલી પર ટેલર ફ્રિટ્ઝ અને ટોમી પોલની અમેરિકન જોડીએ 6-2, 6-4થી હાર આપી હતી.

  • 02 Aug 2024 12:25 PM (IST)

    Paris Olympics 2024 : બેડમિન્ટન

    ક્વાર્ટર-ફાઇનલ: લક્ષ્ય સેન વિ ચુ ટીન ચેન (સાંજે 6.30 વાગ્યે)

  • 02 Aug 2024 12:23 PM (IST)

    Paris Olympics 2024 : કાર્લોસ અલ્કારાઝનો રેકોર્ડ

    કાર્લોસ અલ્કારાઝ 2008માં નોવાક જોકોવિચ પછી પેરિસ ઓલિમ્પિકની મેન્સ ટેનિસ ઈવેન્ટમાં અમેરિકાના ટોમી પોલને હરાવીને સિંગલ્સની સેમિફાઈનલમાં પહોંચનાર સૌથી યુવા ખેલાડી બન્યો હતો. અલકારાઝે 11 મેચોની તેની જીતનો સિલસિલો ચાલુ રાખ્યો અને પોલને 6-3, 7-6 (7)થી હરાવ્યો.

  • 02 Aug 2024 11:41 AM (IST)

    Paris Olympics 2024 :લક્ષ્ય બેડમિન્ટનમાં ભારતની છેલ્લી આશા

    બેડમિન્ટન સિંગલ્સની ક્વાર્ટર ફાઇનલમાં લક્ષ્ય સેનનો મુકાબલો ચાઇનીઝ તાઇપેઇના ચાઉ ટિએન ચેન સામે થશે. આ મેચ તેમના માટે ખૂબ મહત્વની બની રહી છે. લક્ષ્ય બેડમિન્ટનમાં ભારતની છેલ્લી આશા છે. જો લક્ષ્ય આ મેચ જીતશે તો સેમિફાઇનલમાં તેનો સામનો ડેનમાર્કના વિક્ટર એક્સેલસન સામે થશે.

  • 02 Aug 2024 11:40 AM (IST)

    Paris Olympics 2024 : મનુ ભાકર પાસે ઈતિહાસ રચવાની તક

    22 વર્ષની શૂટર મનુએ સતત બે બ્રોન્ઝ મેડલ જીતીને ઈતિહાસ રચી દીધો છે. તેણીએ 10 મીટર પિસ્તોલ ઇવેન્ટ અને 10 મીટર પિસ્તોલ મિક્સ ટીમ ઇવેન્ટમાં મેડલ જીત્યા અને તે જ ઓલિમ્પિકમાં બે મેડલ જીતનારી પ્રથમ ભારતીય બની. હવે મનુ પાસે માત્ર હેટ્રિક કરવાની તક નથી, પરંતુ તેની પાસે 3 ઓલિમ્પિક મેડલ જીતનાર પ્રથમ ભારતીય બનવાની તક પણ છે.

  • 02 Aug 2024 10:59 AM (IST)

    Paris Olympics 2024 : પીવી સિંધુની નિરાશાજનક હાર

    બેડમિન્ટન રાઉન્ડ ઓફ 16 મેચમાં પીવી સિંધુને 19-21, 14-21થી હારનો સામનો કરવો પડ્યો હતો. તેને હરાવીને ચીનની એથ્લેટ બિંગ જાઓએ ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. આ સાથે જ ઓલિમ્પિક 2024માં સિંધુની સફર સમાપ્ત થઈ ગઈ છે.

  • 02 Aug 2024 10:40 AM (IST)

    Paris Olympics 2024 : સ્વપ્નિલ કુસાલને મળશે 1 કરોડનું ઈનામ

    મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ પણ સ્વપ્નિલ કુસલેના પરિવારને ફોન કરીને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે પરિવારને વચન આપ્યું છે કે ભવિષ્યમાં તેમના સપનાને સાકાર કરવા માટે સરકાર દ્વારા તમામ પ્રકારની મદદ કરવામાં આવશે. એટલું જ નહીં, તેમણે 1 કરોડ રૂપિયાનું ઈનામ પણ જાહેર કર્યું.

  • 02 Aug 2024 10:30 AM (IST)

    Paris Olympics 2024 : સ્વપ્નિલ કુસાલની જીતથી રેલવે ખૂબ જ ખુશ

    સ્વપ્નિલ કુસાલેએ પેરિસ ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો છે. તેણે 1 ઓગસ્ટ, ગુરુવારે ઓલિમ્પિકની 50 મીટર રાઈફલ થ્રી પોઝિશનમાં આ મેડલ જીત્યો હતો. આ ઈવેન્ટમાં મેડલ જીતનાર તે પ્રથમ ભારતીય બની ગયો છે. તેમની જીતથી રેલવે ખૂબ જ ખુશ છે અને તેણે મોટી જાહેરાત કરી છે.. દેશ અને રેલવેને ગૌરવ અપાવવાને કારણે તેને TCના પદ પરથી બઢતી આપીને ‘ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યુટી’ એટલે કે OSD બનાવવામાં આવશે.ભારતીય રેલ્વેએ તેને 365 દિવસની રજા આપી છે જેથી તે દેશ માટે સારું પ્રદર્શન કરી શકે.

  • 02 Aug 2024 10:20 AM (IST)

    Paris Olympics 2024 : એથ્લેટિક્સ શેડ્યૂલ

    પારુલ ચૌધરી અને અંકિતા ધ્યાની મહિલા એથ્લેટિક્સના 5000 મીટરના પ્રથમ રાઉન્ડમાં ભાગ લેવા જઈ રહી છે, જે રાત્રે 9.40 વાગ્યે શરૂ થશે. ભારતની છેલ્લી મેચ મેન્સ એથ્લેટિક્સમાં છે, જે રાત્રે 11.40 વાગ્યે શરૂ થશે. તજિન્દરપાલ સિંહ શોટ પુટના ક્વોલિફિકેશન રાઉન્ડમાં ભાગ લેશે.

  • 02 Aug 2024 10:10 AM (IST)

    Paris Olympics 2024 : ભારતીય હોકી ટીમની ટકકર ઓસ્ટ્રેલિયા સામે

    પેરિસ ઓલિમ્પિકમાં ભારતીય પુરુષ હોકી ટીમ આજે ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે. ભારત પહેલેથી જ ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશી ચૂક્યું છે, પરંતુ છેલ્લી મેચમાં તેને બેલ્જિયમ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. આવી સ્થિતિમાં ભારતીય ટીમ પોતાની ભૂલોને સુધારીને ઓસ્ટ્રેલિયા સામે વાપસી કરવા ઈચ્છશે.

  • 02 Aug 2024 09:59 AM (IST)

    Paris Olympics 2024 : જુઓ મેડલ ટેલીમાં ભારત ક્યાં સ્થાને

  • 02 Aug 2024 09:50 AM (IST)

    Paris Olympics 2024 : તીરંદાજીમાં મિક્સ ઈવેન્ટ

    ધીરજ બૌમદેવરા અને અંકિતા ભકત તીરંદાજીની મિક્સ ઈવેન્ટમાં ભાગ લેવાના છે. તમને જણાવી દઈએ કે આ રાઉન્ડ ઓફ 16 મેચ છે અને બપોરે 1.19 વાગ્યે શરૂ થશે. તેની મેડલ મેચ શુક્રવાર 2જી ઓગસ્ટે જ યોજાવાની છે. જો ભારતીય તીરંદાજો આ રાઉન્ડ જીતી લે છે, તો તેમની પાસે ફાઇનલમાં જવાની અને મેડલ જીતવાની તક છે. તીરંદાજી ક્વાર્ટર ફાઈનલ સાંજે 5.30 કલાકે, સેમીફાઈનલ સાંજે 7.01 કલાકે, બ્રોન્ઝ મેડલ મેચ સાંજે 7.54 કલાકે અને ગોલ્ડ મેડલ મેચ 8.13 કલાકે રમાશે.

  • 02 Aug 2024 09:40 AM (IST)

    Paris Olympics 2024 : લક્ષ્ય સેનની ક્વાર્ટર ફાઈનલ મેચ

    ભારતીય શટલર લક્ષ્ય સેને અત્યાર સુધી શાનદાર પ્રદર્શન કર્યું છે. હવે તેનો મુકાબલો સાંજે 6.30 વાગ્યાથી રમાનારી ક્વાર્ટર ફાઈનલ મેચમાં તાઈવાનના શટલર ચાઉ ટિએન ચેન સામે થશે અને તેને હરાવીને સેમિફાઈનલમાં જગ્યા બનાવવાનો પ્રયાસ કરશે.

  • 02 Aug 2024 09:30 AM (IST)

    Paris Olympics 2024 : મનુ ભાકરની મેચ કેટલા વાગ્યે શરૂ થાય છે?

    મનુ ભાકર બપોરે 12.30 વાગ્યાથી 25 મીટર પિસ્તોલ શૂટિંગ ઈવેન્ટમાં ભાગ લેશે. તેમના સિવાય ઈશા સિંહ પણ આ ઈવેન્ટમાં ભાગ લેવા જઈ રહી છે. મનુ આ પહેલા બે મેડલ જીતી ચૂકી છે. હવે તેની નજર મેડલની હેટ્રિક પૂરી કરવા પર છે.

  • 02 Aug 2024 09:27 AM (IST)

    Paris Olympics 2024 : જુઓ ઓલિમ્પિકમાં આજનું શેડ્યૂલ

  • 02 Aug 2024 09:21 AM (IST)

    Paris Olympics 2024 : ભારતીય ખેલાડીઓ માટે મહત્વનો દિવસ

    ભારતીય એથ્લેટ ફરી એકવાર 7મા દિવસે એટલે કે 2જી ઓગસ્ટે મેદાનમાં ઉતરશે, જેમાં ભારત પાસે બે મેડલ જીતવાની તક હશે. મનુ ભાકર પેરિસ ઓલિમ્પિકના સાતમા દિવસે ભારત માટે શરૂઆત કરશે. દિવસનો અંત શોટ પુટના ક્વોલિફિકેશન રાઉન્ડ સાથે થશે.

Published On - Aug 02,2024 9:20 AM

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">