AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lionel Messi Goal : ઇન્ટર મિયામી માટે મેસ્સીનો અદૂભૂત ગોલ, એફસી ડેલસને આપી માત, જુઓ Video

ઇન્ટર મિયામી માટે જીતનો હિરો ફરી એક વખત લિયોનલ મેસ્સી બન્યો હતો જેણે એક વખત ફરી પોતાનો જાદુ બતાવ્યો હતો અને તેની રમતના કારણે ઇન્ટર મિયામીની શૂટઆઉટમાં જીત થઇ હતી. ઇન્ટર મિયામીએ એફસી ડેલસને 5-4 થી માત આપી હતી.

Lionel Messi Goal : ઇન્ટર મિયામી માટે મેસ્સીનો અદૂભૂત ગોલ, એફસી ડેલસને આપી માત, જુઓ Video
Lionel Messi Goal vs FC DallasImage Credit source: AFP photo
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 07, 2023 | 2:45 PM
Share

લિયોનલ મેસ્સી વધુ એક શાનદાર ગોલ ફ્રિ કિકની મદદથી ઇન્ટર મિયામી માટે કર્યો હતો, જેનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. આ સતત ત્રીજી મેચ હતી, જેમાં મેસ્સીએ બે ગોલ કર્યા હતા. મેસ્સીએ ઇન્ટર મિયામી (Inter Miami) માટે શાનદાર શરૂઆત કરી છે અને દરેક મેચમાં તેનુ યોગદાન ટીમ માટે મહત્વપૂર્ણ રહ્યુ છે. મેસ્સીના (Lionel Messi) કારણે મિયામી ટીમને આગળના રાઉન્ડમાં પહોંચવામાં સફળતા મળી છે.

આ પણ વાંચો: IND vs WI : હાર્દિક પંડ્યાની ટી20માં બાદશાહત, એક ઝટકામાં બનાવી દીધા આ રેકોર્ડ, અશ્વિનને પણ છોડયો પાછળ

મેસ્સીનો મિયામી માટે વધુ એક શાનદાર ફ્રિકિક ગોલ

લિયોનેલ મેસ્સીએ મિયામી માટે રમતા 85 મી મિનિટમાં ફ્રિકિક થી ગોલ કર્યો હતો. આ ગોલ સાથે તમામ ફૂટબોલ પ્રેમીઓને મેસ્સીનો ડેબ્યૂ ગોલ યાદ આવી ગયો હતો. ડેબ્યૂ મેચમાં પણ મેસ્સીએ બોક્સની બહારથી ફ્રિકિક દ્વારા શાનદાર ગોલ કર્યો હતો. મેસ્સીએ તેની ડેબ્યૂ મેચમાં આઝૂલ સામે ગોલ કર્યો હતો અને ટીમને 2-1 જીત અપાવવામાં મદદ કરી હતી. આજની મેચમાં મિયામીની ડેલસ સામે શાનદાર જીત થઇ હતી. મિયામીએ ડેલસને 5-3 થી પેનલ્ટી દ્વારા માત આપી હતી.

જુઓ વીડિયો :

View this post on Instagram

A post shared by ESPN FC (@espnfc)

મિયામી ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યુ

રાઉન્ડ ઓફ 16 માં મિયામીની ટીમ આ જીત સાથે ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગઇ છે. શારલોટ અને હ્યુસ્ટન વચ્ચેની મેચના વિજેતા સામે ઇન્ટર મિયામીની ટક્કર થશે. ફ્લોરિડાની બહાર મેસ્સીનો પ્રથમ ગોલ છઠ્ઠી મિનિટમાં આવ્યો હતો. તેણે જોરડી આલ્બાના પાસ પર ગોલ કર્યો હતો. રિવ્યુ બાદ તે ગોલ માન્ય ગણવામાં આવ્યો હતો. સાત વખતના બેલન ડોર વિજેતા અને આર્જેન્ટીના માટે વિશ્વ કપ વિજેતા સ્ટાર લિયોનેલ મેસ્સી ઇન્ટર મિયામી માટે તમામ ચાર મેચમાં ગોલ કર્યા છે. અત્યાર સુધી ચાર મેચમાં મેસ્સીએ કુલ સાત ગોલ કર્યા છે. મેસ્સીના ગોલ સાથે ટીમએ ડેલસ સામે 4-4 થી સ્કોર બરાબર કર્યો હતો. મેચ તે બાદ પેનલ્ટીમાં ગઇ હતી જેમાં મિયામીની જીત થઇ હતી.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

આજે આ રાશિના લોકોની કિસ્મત ખુલશે, જીવનસાથી તરફથી મળશે ખાસ સરપ્રાઇઝ
આજે આ રાશિના લોકોની કિસ્મત ખુલશે, જીવનસાથી તરફથી મળશે ખાસ સરપ્રાઇઝ
અમિત શાહ વિશે આનંદીબેન પટેલે ઈશારા-ઈશારામાં કહી દીધી આ મોટી વાત- Video
અમિત શાહ વિશે આનંદીબેન પટેલે ઈશારા-ઈશારામાં કહી દીધી આ મોટી વાત- Video
ગ્લોબલ સ્પોર્ટ્સ હબ બનાવવાની દિશામાં અમદાવાદ, 2030 CWG માટે તૈયારીઓ
ગ્લોબલ સ્પોર્ટ્સ હબ બનાવવાની દિશામાં અમદાવાદ, 2030 CWG માટે તૈયારીઓ
સુરતમાં ન્યૂડ વીડિયો બનાવી 50 લાખની ખંડણી માંગનાર બે ઝડપાયા
સુરતમાં ન્યૂડ વીડિયો બનાવી 50 લાખની ખંડણી માંગનાર બે ઝડપાયા
અમિત શાહની હાજરીમાં આનંદીબેનના પુસ્તકનું વિમોચન
અમિત શાહની હાજરીમાં આનંદીબેનના પુસ્તકનું વિમોચન
નડિયાદ નજીક ટ્રકની પાછળ અથડાતા કાર ભડકે બળી
નડિયાદ નજીક ટ્રકની પાછળ અથડાતા કાર ભડકે બળી
બોડેલીમાં નવા બનેલા આરોગ્ય કેન્દ્ર પર તાળા !
બોડેલીમાં નવા બનેલા આરોગ્ય કેન્દ્ર પર તાળા !
ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
g clip-path="url(#clip0_868_265)">