IND vs NZ : ભારતના ન્યૂઝીલેન્ડ પ્રવાસના શેડ્યૂલમાં ફેરફાર, ODI સિરીઝ સમયસર શરૂ નહીં થાય
ભારતીય મહિલા ટીમ ન્યુઝીલેન્ડના પ્રવાસે છે જ્યાં તેને વર્લ્ડ કપ પહેલા પાંચ મેચોની સીરીઝ રમવાની છે.
IND vs NZ: ભારતીય મહિલા ટીમ (Indian women’s team) હાલના દિવસોમાં ન્યુઝીલેન્ડમાં છે જ્યાં તેણે ન્યુઝીલેન્ડ ટીમ સામે એક T20 અને પાંચ ODI રમવાની છે. જો કે હવે આ સીરીઝના શેડ્યુલમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જો કે હજુ સુધી આનું કોઈ કારણ બહાર આવ્યું નથી. ન્યુઝીલેન્ડને આવતા મહિને ICC મહિલા વર્લ્ડ કપ (ICC Women’s World Cup) ની પણ યજમાની કરવાની છે. જોકે તે પહેલા તેને ટીમ ઈન્ડિયાની યજમાની કરવાની છે.
અગાઉના શેડ્યૂલ (Schedule) મુજબ બંને ટીમો વચ્ચે એકમાત્ર T20 9 ફેબ્રુઆરીએ રમાવવાની હતી જ્યારે ODI શ્રેણી 11 ફેબ્રુઆરીથી શરૂ થવાની હતી. હવે Scheduleમાં ફેરફાર બાદ ટી-20 મેચ 9 ફેબ્રુઆરીએ રમાશે. જોકે વનડે શ્રેણી એક દિવસના વિલંબથી શરૂ થશે. પાંચ મેચોની વનડે શ્રેણી હવે 12 ફેબ્રુઆરીથી શરૂ થશે. જો કે, શ્રેણીની છેલ્લી બે મેચો અગાઉના સમયપત્રક અનુસાર યોજાશે.
-
ભારતના ન્યુઝીલેન્ડ પ્રવાસનું સંપૂર્ણ શેડ્યૂલ
પ્રથમ T20 – 9 ફેબ્રુઆરી, બુધવાર
1લી ODI – 12મી ફેબ્રુઆરી, શનિવાર
2જી ODI – 15 ફેબ્રુઆરી, મંગળવાર
ત્રીજી ODI – 18 ફેબ્રુઆરી, શુક્રવાર
4થી ODI – 22 ફેબ્રુઆરી, મંગળવાર
પાંચમી ODI – 24 ફેબ્રુઆરી, ગુરુવાર
ન્યુઝીલેન્ડમાં ટીમ માટે ક્વોરેન્ટાઇન સરળ
ઓસ્ટ્રેલિયામાં ક્વોરેન્ટાઇનમાંથી પસાર થયા પછી, ભારતીય મહિલા ક્રિકેટરોને ન્યુઝીલેન્ડમાં ‘મેનેજ્ડ આઇસોલેશન એન્ડ ક્વોરેન્ટાઇન’ (MIQ) કરવાનું સરળ લાગી રહ્યું છે સાથે પ્રેક્ટિસ કરવામાં સક્ષમ છે. ભારતીય ટીમને સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં ઓસ્ટ્રેલિયામાં 14 દિવસ સુધી ક્વોરેન્ટાઇનમાં રહેવું પડ્યું હતું.ખેલાડીઓના રૂમ ફિટનેસ સાધનો માટે પૂરતી જગ્યા સાથે વિશાળ છે અને કેટલાકમાં બાલ્કની પણ છે.
બોર્ડના એક અધિકારીએ કહ્યું, “ખેલાડીઓ MIQમાં સારું અનુભવી રહ્યા છે. શનિવારે, ક્વોરેન્ટાઇનની પુરો થયા બાદ પ્રક્ટિસ શરૂ થશે. રૂમ સાથે બાલ્કની રાખવાથી ઘણી મદદ મળી છે. ભોજન પણ સારું છે પરંતુ ખેલાડીઓ એકબીજાને મળી શકતા નથી.ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 9 ફેબ્રુઆરીથી સિરીઝ શરૂ થશે.