Icc Women World Cup 2022: મહિલા ક્રિકેટ વિશ્વકપનુ શિડ્યૂલ જાહેર, જાણો ક્યારે ટકરાશે ભારત અને પાકિસ્તાન, કેટલી ટીમ લેશે હિસ્સો

Icc Women World Cup 2022: આ વર્લ્ડ કપ અગાઉ ગયા વર્ષે યોજાવાનો હતો પરંતુ કોવિડને કારણે તેનું આયોજન થઈ શક્યું ન હતું અને હવે આ વર્ષે તેનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

Icc Women World Cup 2022: મહિલા ક્રિકેટ વિશ્વકપનુ શિડ્યૂલ જાહેર, જાણો ક્યારે ટકરાશે ભારત અને પાકિસ્તાન, કેટલી ટીમ લેશે હિસ્સો
Indian Women Cricket Team
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 15, 2021 | 11:50 AM

ICC એ આવતા વર્ષે ન્યુઝીલેન્ડમાં યોજાનાર મહિલા ODI વર્લ્ડ કપ (Icc Women World Cup 2022) નું શેડ્યૂલ જાહેર કર્યું છે. આ વર્લ્ડ કપ 4 માર્ચ 2022થી શરૂ થશે. પ્રથમ મેચ બે ઓવલ ખાતે યજમાન ન્યુઝીલેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝ (New Zealand and West Indies) વચ્ચે રમાશે. આ પછી હેમિલ્ટનના સેડન પાર્કમાં 5 માર્ચે ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મેચ રમાશે. બીજા દિવસે ભારત અને પાકિસ્તાન (India vs Pakistan) વચ્ચે મેચ રમાશે.

31 દિવસ સુધી ચાલનારી આ ટુર્નામેન્ટમાં કુલ 31 મેચો રમાશે. આ વર્લ્ડ કપમાં આઠ ટીમો ભાગ લેશે. ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ, ભારત અને દક્ષિણ આફ્રિકાએ 2017 અને 2020 વચ્ચે ICC મહિલા ચેમ્પિયનશિપમાં તેમની સ્થિતિના આધારે ટૂર્નામેન્ટ માટે ક્વોલિફાય કર્યું છે. બીજી તરફ, ન્યુઝીલેન્ડને યજમાન બન્યા બાદ ઓટોમેટિક ક્વોલિફિકેશન મળ્યું છે.

આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ

બાંગ્લાદેશ, પાકિસ્તાન અને વેસ્ટ ઈન્ડિઝે ODI ટીમ રેન્કિંગના આધારે આ વર્લ્ડ કપમાં ક્વોલિફાય કર્યું છે. આ ટૂર્નામેન્ટ ગયા વર્ષે એટલે કે 2021માં આયોજિત થવાની હતી પરંતુ કોવિડને કારણે ICCએ તેને સ્થગિત કરી દીધી હતી અને હવે આ વર્ષે આ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ ટુર્નામેન્ટ લીગ ફોર્મેટમાં રમાશે. તમામ આઠ ટીમો સામસામે ટકરાશે.

લીગ રાઉન્ડની તમામ મેચો પૂર્ણ થયા બાદ ટોચની 4 ટીમો સેમિફાઇનલમાં પ્રવેશ કરશે. પ્રથમ સેમિફાઇનલ 30 માર્ચે વેલિંગ્ટનમાં બેસિન રિઝર્વ ખાતે અને બીજી સેમિફાઇનલ 31 માર્ચે ક્રાઇસ્ટચર્ચના હેગ્લે ઓવલ મેદાન પર રમાશે. ફાઈનલ મેચ 3જી એપ્રિલે રમાશે. સેમિ-ફાઇનલ અને ફાઇનલ બંને માટે રિઝર્વ ડે હશે.

કોવિડ પછી પ્રથમ ટુર્નામેન્ટ

કોવિડ પછી મહિલા વર્ગમાં આ પ્રથમ ICC ટૂર્નામેન્ટ હશે. કોવિડ પહેલા ICC એ જાન્યુઆરી-2020 માં મહિલા T20 વર્લ્ડ કપનું આયોજન કર્યું હતું. આ ટુર્નામેન્ટ ઓસ્ટ્રેલિયામાં રમાઈ હતી. ભારતે આ ટુર્નામેન્ટની ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો પરંતુ ઓસ્ટ્રેલિયા સામે તેનો પરાજય થયો હતો. તે જ સમયે, છેલ્લો ODI વર્લ્ડ કપ 2017 માં ઇંગ્લેન્ડમાં રમાયો હતો. આ ટૂર્નામેન્ટમાં પણ ભારતે ફાઇનલમાં જગ્યા બનાવી લીધી હતી પરંતુ તેને યજમાન ઇંગ્લેન્ડ સામે હારનો સામનો કરવો પડ્યો હતો.

ઓસ્ટ્રેલિયા સૌથી સફળ ટીમ

ODI વર્લ્ડ કપની સૌથી સફળ ટીમની વાત કરીએ તો તે ઓસ્ટ્રેલિયા છે. ઓસ્ટ્રેલિયાએ આ ખિતાબ સૌથી વધુ વખત જીત્યો છે. ઓસ્ટ્રેલિયાએ 1978, 1982, 1988, 1997, 2005, 2013માં આ ખિતાબ જીત્યો છે. તે પછી ઈંગ્લેન્ડ નં. ઇંગ્લેન્ડે 1973માં પ્રથમ વખત મહિલા વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો. આ પછી, આ ટીમે 1993, 2009 અને ફરીથી 2017 માં આ ખિતાબ જીત્યો. ન્યૂઝીલેન્ડ 2000માં એકવાર આ ખિતાબ જીતી ચૂક્યું છે.

આ પણ વાંચોઃ Cricket: રોહિત શર્માને પરેશાન કરનાર હેમસ્ટ્રિંગ ની સમસ્યા શુ છે ? ખેલાડીઓ સતાવતી આ ઇજા કેવી રીતે પહોંચે છે ? જાણો

આ પણ વાંચોઃ IND vs SA: વિરાટ કોહલી ODI કેપ્ટનશિપ હટવા બાદ પ્રથમ વાર આવશે સામે, આ 4 સવાલોના આપશે જવાબ!

g clip-path="url(#clip0_868_265)">