Gandhinagar Defence Expo 2022: ગાંધીનગરમાં યોજાનારા 12માં ડિફેન્સ એક્સપોનું કાઉન્ટ ડાઉન શરૂ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં કરશે ઉદ્ઘાટન, 100 કરતા વધારે ડિપ્લોમેટ્સને આમંત્રિત કરાયા
આ એક્સપો માટે વિશ્વના 100થી વધુ દેશનો ડેલીગેટ્સ ડિપ્લોમેટ્સને આમંત્રણ આપવામાં આવ્યું છે. વીઆઇપી ડેલિગેટ્સને ધ્યાનમાં રાખીને અહીં ખાસ સુરક્ષા વ્યવસ્થા પણ રાખવામાં આવી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) બે દિવસ માટે ગુજરાત (Gujarat )ના પ્રવાસે આવશે. આગામી 10મી માર્ચે વડાપ્રધાન મોદી ગુજરાતની મુલાકાતે આવવાના છે. ખૂબ જ મહત્વની ગણાતી ડિફેન્સની ઇવેન્ટ ગાંધીનગર (Gandhinagar)માં યોજાવા જઇ રહી છે. ત્યારે આ દરમિયાન વડાપ્રધાન મોદી ગુજરાતમાં આવીને આ ડિફેન્સ એક્સ્પો 2022નું ઉદ્ઘાટન કરશે.
ગુજરાતમાં વાયબ્રન્ટ સમિટ પહેલા 10થી 12 માર્ચે ત્રણ દિવસ ડિફેન્સ એક્સપો યોજાશે. રક્ષા પ્રધાન રાજનાથ સિંહની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં એક્સ્પોનું આયોજન કરવામાં આવ્યું છે. આ માટે વર્ષ 2021માં કેવડિયા કોલોની ખાતે આ મામલે એક બેઠક યોજાઇ હતી. જેમાં રક્ષાપ્રધાન રાજનાથસિંહ ઉપસ્થિત રહ્યા હતા.જેમાં MOU પણ થયા હતા. આ બેઠકમાં ‘સર પ્રોજેક્ટ’ અને ડિફેન્સને લગતા પ્રોજેક્ટ પર ચર્ચા કરવામાં આવી હતી અને MOU કરવામાં આવ્યા હતા.
Witness India’s 🇮🇳 robust #Defence prowess at 12th edition of #DefExpo2022 at Gandhinagar #Gujarat from 10 to 13 Mar 2022
Stay Tuned for More….. @PMOIndia @DefenceMinIndia @AmitShahOffice @VibrantGujarat @SpokespersonMoD @drajaykumar_ias @ANI @CMOGuj pic.twitter.com/dFCgKQa6oF
— PRO Defence Gujarat (@DefencePRO_Guj) February 4, 2022
આગામી 10થી 12 માર્ચે રક્ષા પ્રધાન રાજનાથ સિંહની અધ્યક્ષતામાં ડિફેન્સ એક્સ્પો યોજાવાનો છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ એક્સ્પોનું ઉદઘાટન કરાવાશે. એટલું જ નહીં આ એક્સપો માટે વિશ્વના 100થી વધુ દેશનો ડેલીગેટ્સ ડિપ્લોમેટ્સને આમંત્રણ આપવામાં આવ્યું છે. વીઆઇપી ડેલિગેટ્સને ધ્યાનમાં રાખીને અહીં ખાસ સુરક્ષા વ્યવસ્થા પણ રાખવામાં આવી છે. પોલીસ આગામી સપ્તાહથી આ માટેની વ્યવસ્થાની કામગીરી શરુ કરી દેશે, આ ઉપરાંત વડાપ્રધાનના આગમનને લઇને પણ તંત્ર દ્વારા તૈયારીઓ શરુ થઇ જશે.
આ પણ વાંચો-
Ahmedabad: મુઠીયા ગામે બુટલેગરોએ ઊભા કરેલા દબાણો દૂર કરાયા, પોલીસ અને AMCની ટીમે સાથે મળી કરી કાર્યવાહી
આ પણ વાંચો-
Winter 2022: ફરી સ્વેટર, શાલ અને જેકેટને તૈયાર રાખજો, રાજ્યમાં આજથી ઠંડીનો પારો 3થી 5 ડિગ્રી ઘટશે