AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PBKS vs MI : તિલક વર્માની શાનદાર પારીથી મુંબઈએ પંજાબ સામે મેળવી રોમાંચક જીત

IPL 2026ની 58મી મેચ, (14 મે) મુંબઈ ઇન્ડિયન્સ અને પંજાબ કિંગ્સ સામે રમાઈ. જેમાં મુંબઈ ઇન્ડિયન્સના ટીમે વિજય મેળવ્યો. આ સિઝનમાં મુંબઈનો આ ચોથો વિજય હતો. જ્યારે પંજાબની સતત પાંચમી હાર થઈ છે.

PBKS vs MI : તિલક વર્માની શાનદાર પારીથી મુંબઈએ પંજાબ સામે મેળવી રોમાંચક જીત
PBKS VS MIImage Credit source: X
| Updated on: May 15, 2026 | 9:02 AM
Share

IPL 2026ની 58મી મેચ, પંજાબ કિંગ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ સામે ધર્મશાળામાં રમવામાં આવી હતી. મેચમાં બંને ટીમો વચ્ચે રોમાંચક મુકાબલો જોવા મળ્યો હતો. જેમાં પંજાબ કિંગ્સે પ્રથમ બેટિંગ કરીને 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 200 રન બનાવ્યા હતા. જીત માટે 201 રનનો ટાર્ગેટ રાખતા મુંબઈ ઇન્ડિયન્સે 4 વિકેટ ગુમાવીને તે હાંસલ કર્યું. મુંબઈ માટે તિલક વર્માએ મેચવિનિંગ ઇનિંગ રમી.

પંજાબે બનાવ્યા 200 રન

આ મેચમાં પંજાબે આક્રમક શરૂઆત કરી હતી. ઓપનર પ્રભસિમરન સિંહે 32 બોલમાં 57 રન બનાવ્યા. જેમાં 6 ચોગ્ગા અને 4 છગ્ગાનો સમાવેશ થાય છે. પ્રિયાંશ આર્યએ 17 બોલમાં 22 રનનું યોગદાન આપ્યું હતું. ત્યારબાદ અઝમતુલ્લાહ ઓમરઝાઈએ ​​17 બોલમાં 38 રનની ઉપયોગી ઇનિંગ રમી હતી પરંતુ મધ્ય ઓવરોમાં બાકીના બેટ્સમેન કંઈ ખાસ કરી શક્યા નહીં. ત્યારબાદ વિષ્ણુ વિનોદ અને ઝેવિયર બાર્ટલેટે છેલ્લી 3 ઓવરમાં 53 રન બનાવીને ટીમને 200 રન સુધી પહોંચાડી દીધી. મુંબઈ ઈન્ડિયન્સ માટે શાર્દુલ ઠાકુર સારો બોલર સાબિત થયો. તેણે 4 ઓવરમાં 39 રન આપીને 4 વિકેટ લીધી. દીપક ચહરે પણ 2 વિકેટ લીધી. કોર્બિન બોશે 1 વિકેટ લીધી. જોકે કેપ્ટન જસપ્રીત બુમરાહ આ મેચમાં પણ કોઈ વિકેટ મેળવી શક્યો નહીં.

તિલક વર્માની મેચ વિનિંગ પારી

મુંબઈ ઈન્ડિયન્સે રન ચેઝમાં શાનદાર શરૂઆત કરી હતી. રાયન રિકેલ્ટને 23 બોલમાં 48 રન બનાવ્યા. આ દરમિયાન, રોહિત શર્માએ 25 રન બનાવ્યા. ત્યારબાદ તિલક વર્માએ આક્રમક બેટિંગ કરી હતી તેની આ પારી મુંબઈની ટીમ માટે મેચ વિનિંગ રહી. તિલકે ઝડપથી રન બનાવી અને યોગ્ય ટાઈમમાં યોગ્ય શોટ ફટકારીને ટીમને જીત અપાવી. તિલક વર્માએ 33 બોલમાં 75 રન બનાવી નોટ આઉટ રહ્યો. જેમાં 6 ચોગ્ગા અને 6 છગ્ગાનો સમાવેશ થાય છે. તેણે અને વિલ જેક્સે પાંચમી વિકેટ માટે 56 રનની પાર્ટનરશીપ કરી.

પંજાબ કિંગ્સે 16 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો

17 ઓવર પછી પંજાબ કિંગ્સનો સ્કોર 147 રન પર 7 વિકેટે હતો. જોકે છેલ્લી 3 ઓવરમાં 53 રન બનાવીને 200 રનનો આંકડો પંજાબ કિંગ્સે પાર કર્યો. આ સાથે, પંજાબ સાત વિકેટ ગુમાવવા છતાં એક ઇનિંગની છેલ્લી ત્રણ ઓવરમાં સૌથી વધુ રન બનાવનારી IPL ટીમ બની ગઈ. આ પહેલા મુંબઈએ 2010માં આવી સ્થિતિમાં 52 રન બનાવ્યા હતા.

આ પણ વાંચો, Breaking News: શાર્દુલ ઠાકુર છે પંજાબ કિંગ્સનો ‘કાળ ‘, 4 વિકેટ લઈને મચાવી તબાહી

Follow Us
દૈનિક રાશિફળ: જાણોકયા જાતકનો દિવશ રહેશે ભક્તિમય અને પારિવારિક ખુશીથી..
દૈનિક રાશિફળ: જાણોકયા જાતકનો દિવશ રહેશે ભક્તિમય અને પારિવારિક ખુશીથી..
દક્ષિણ ગુજરાત: ડીઝલની અછત અને 45 લિટરની મર્યાદાથી ખેડૂતો ચિંતિત
દક્ષિણ ગુજરાત: ડીઝલની અછત અને 45 લિટરની મર્યાદાથી ખેડૂતો ચિંતિત
આશિષ જોષીના રિમાન્ડ મંજૂર: મધુ શ્રીવાસ્તવની ભાજપને ખુલ્લી ચેતવણી
આશિષ જોષીના રિમાન્ડ મંજૂર: મધુ શ્રીવાસ્તવની ભાજપને ખુલ્લી ચેતવણી
સુરત પોલીસે લાઈવ ડેમો આપી લોકોને કર્યા જાગૃત, જુઓ Video
સુરત પોલીસે લાઈવ ડેમો આપી લોકોને કર્યા જાગૃત, જુઓ Video
અમદાવાદ: સરકારી આવાસના નામે મોટી છેતરપિંડી, ઠગ અંકિત પટેલ ઝડપાયો
અમદાવાદ: સરકારી આવાસના નામે મોટી છેતરપિંડી, ઠગ અંકિત પટેલ ઝડપાયો
અમદાવાદમાં દારૂ ઢોળાયો: વટવા GIDCમાં દારૂબંધીના લીરે લીરા ઉડ્યા
અમદાવાદમાં દારૂ ઢોળાયો: વટવા GIDCમાં દારૂબંધીના લીરે લીરા ઉડ્યા
મહીસાગર અને ભરૂચના હાંસોટમાં પેટ્રોલ-ડીઝલની અછતથી વાહનચાલકો પરેશાન
મહીસાગર અને ભરૂચના હાંસોટમાં પેટ્રોલ-ડીઝલની અછતથી વાહનચાલકો પરેશાન
વડોદરાની ફેમસ બેકરીના કેક કાઉન્ટર પર મરેલો ઉંદર જોવા મળ્યો, જુઓ Video
વડોદરાની ફેમસ બેકરીના કેક કાઉન્ટર પર મરેલો ઉંદર જોવા મળ્યો, જુઓ Video
કેરલમાં રૂપિયા 5000 નું જ ખરીદી શકાશે પેટ્રોલ, 200 લિટર ડીઝલ લઈ શકાશે
કેરલમાં રૂપિયા 5000 નું જ ખરીદી શકાશે પેટ્રોલ, 200 લિટર ડીઝલ લઈ શકાશે
Rajkot: ઉપલેટામાં ડુંગળી અને ખાતર માટે વિરોધ પ્રદર્શન
Rajkot: ઉપલેટામાં ડુંગળી અને ખાતર માટે વિરોધ પ્રદર્શન
g clip-path="url(#clip0_868_265)">