IPL 2026 MI VS SRH: IPLમાં રનોની ‘સુનામી’… 18 વર્ષમાં પહેલી વાર આવું બન્યું, જેમાં બેટ્સમેનોએ ઇતિહાસ બદલી નાખ્યો
ILPના 19મી સીઝન દરમિયાન રનનો વરસાદ થઈ રહ્યો છે. પરિસ્થિતિ એવી છે કે 200 રનનો ટાર્ગેટ પણ હવે સુરક્ષિત નથી. 29 એપ્રિલે મુંબઈ અને હૈદરાબાદ વચ્ચેની મેચમાં રનનો વરસાદ જોવા મળ્યો. આ મેચમાં SRHની જીત સાથે ઇતિહાસ રચાયો.

આ દિવસોમાં, IPL 2026 પૂરજોશમાં ચાલી રહી છે. 19મી સીઝન એક રોમાંચક વળાંક પર પહોંચી ગઈ છે. પહેલી મેચથી અત્યાર સુધી, બેટ્સમેન એટલા ભયાનક રહ્યા છે કે 200 થી વધુનો સ્કોર પણ હવે સુરક્ષિત નથી. બુધવાર, 29મી એપ્રિલે મુંબઈ ઇન્ડિયન્સ (MI) અને સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) વચ્ચે રમાયેલી મેચમાં ઇતિહાસ રચાયો. હૈદરાબાદે મુંબઈ દ્વારા આપવામાં આવેલા 244 રનનો ટાર્ગેટ માત્ર 18.4 ઓવરમાં જ 6 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધું. આ માત્ર એક શાનદાર વિજય નહોતો, પરંતુ એક જ IPL સિઝનમાં સૌથી વધુ 200થી વધુ રનનો પીછો કરવાનો ઐતિહાસિક રેકોર્ડ પણ બની ગયો.
એક સિઝનમાં 200 થી વધુ રનનો પીછો
2026: 10 વખત 2025: 9 વખત 2023: 8 વખત 2024: 6 વખત
IPLનો ચોથો સૌથી મોટો રન ચેઝ
હૈદરાબાદનો આ વિજય IPL ઇતિહાસમાં ચોથો સૌથી મોટો સફળ રન ચેઝ બની ગયો છે. 244 ટાર્ગેટનો પીછો કરતા, હૈદરાબાદના બેટ્સમેનોએ નિર્ભયતા દર્શાવી, મુંબઈના બોલરોને સંપૂર્ણપણે પાછળ છોડી દીધા. આ હારથી મુંબઈની પ્લેઓફની આશાઓને મોટો ફટકો પડ્યો છે. સિઝનની પ્રથમ આઠ મેચમાં આ તેમનો છઠ્ઠો પરાજય છે. ફક્ત બે જીત અને ચાર પોઈન્ટ સાથે, તેઓ હવે નવમા સ્થાને છે.
મોટો સ્કોર બનાવીને પણ MIની હાર
વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાયેલી આ મેચમાં, મુંબઈ ઈન્ડિયન્સે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 5 વિકેટે 243 રનનો વિશાળ સ્કોર બનાવ્યો. ઓપનર રાયન રિકેલ્ટને 55 બોલમાં 10 ચોગ્ગા અને 8 છગ્ગા ફટકારીને 123 રન બનાવ્યા. ત્યારબાદ હાર્દિકે 15 બોલમાં 2 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકારીને 31 રન ફટકારીને ટીમને 243 રન સુધી પહોંચાડી દીધી. આઈપીએલના ઇતિહાસમાં મુંબઈનો આ ત્રીજો સૌથી મોટો સ્કોર છે.
હૈદરાબાદે સરળતાથી જીતી મેચ
હૈદરાબાદે 18.4 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને લક્ષ્યનો પીછો કર્યો. હૈદરાબાદ તરફથી ઓપનર અભિષેક શર્માએ 24 બોલમાં 46 રન બનાવ્યા. જ્યારે ટ્રેવિસ હેડે 30 બોલમાં 76 રનની ધમાકેદાર ઇનિંગ રમી. જેમાં 8 છગ્ગા અને 4 ચોગ્ગાનો સમાવેશ થાય છે. અંતે હેનરિક ક્લાસેન 30 બોલમાં 65 રન કર્યા, જેમાં 4 છગ્ગા અને 7 ચોગ્ગાનો સમાવેશ થાય છે. સલિલ અરોરાએ 10 બોલમાં 30 રન બનાવ્યા, જેમાં 3 છગ્ગા અને 2 ચોગ્ગાનો સમાવેશ થાય છે, અને તેણે વિનિંગ શોટ પણ માર્યો.
IPL 2026 અત્યાર સુધીનું સૌથી હાઇ-સ્કોરિંગ સીઝન બની રહ્યું છે. આ સીઝનમાં અત્યાર સુધી 10 વખત 200 કે તેથી વધુ ટાર્ગેટ સફળતાપૂર્વક ચેઝ કરવામાં આવ્યો છે. આ પહેલા 2025માં 9 વખત એવું થયું હતું.
