WPL 2023 GG vs UPW Highlights : ગુજરાત જાયન્ટ્સ સામે યુપીની 3 વિકેટથી જીત, પ્લેઓફમાં પહોંચનારી ત્રીજી ટીમ બની
Gujarat vs UP Match WPL Highlights : ગુજરાતની ટીમે 20 ઓવરમાં 178 રન બનાવ્યા હતા અનેયુપી સામે 179 રનનો ટાર્ગેટ મુક્યો હતો. જેને યુપીની ટીમ રોમાંચક રીતે ચેઝ કરીને 3 વિકેટથી મેચ જીતી હતી. આ સાથે આ યુપી વોરિયર્સની ટીમ પ્લેઓફમાં પહોંચી છે.

આજના દિવસની ડબલ હેડરની પ્રથમ મેચ જરાત જાયન્ટ્સ અને યુપી વોરિયર્સ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં ગુજરાત જાયન્ટ્સે યુપી વોરિયર્સ સામે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ગુજરાતની ટીમે 20 ઓવરમાં 178 રન બનાવ્યા હતા અનેયુપી સામે 179 રનનો ટાર્ગેટ મુક્યો હતો. જેને યુપીની ટીમ રોમાંચક રીતે ચેઝ કરીને 3 વિકેટથી મેચ જીતી હતી. આ સાથે આ યુપી વોરિયર્સની ટીમ પ્લેઓફમાં પહોંચી છે.
યુપી વોરિયર્સ માટે મેગ્રાર્થે 57 અને ગ્રાસ હૈરિસે 72 રન બનાવ્યા હતા. જ્યારે રાજેસ્વરી ગાયકવાર્ડે 4 ઓવરમાં 39 રન આપીને 2 વિકેટ લીધી હતી. આ સાથે જ ગુજરાત અને બેંગ્લોરની ટીમ પ્લેઓફની રેસમાંથી લગભગ બહાર થઈ ગઈ છે.
LIVE NEWS & UPDATES
-
GG vs UPW Live score : ગુજરાત જાયન્ટ્સ સામે યુપીની 3 વિકેટથી જીત, પ્લેઓફમાં પહોંચનારી ત્રીજી ટીમ બની
અંતિમ ઓવરના રોમાંચ બાદ ગુજરાત જાયન્ટ્સ સામે યુપીની 3 વિકેટથી જીત, પ્લેઓફમાં પહોંચનારી ત્રીજી ટીમ બની છે.
-
GG vs UPW Live score : 19 ઓવર બાદ યુપીનો સ્કોર 172/6
યુપીને જીતવા માટે 6 બોલમાં 7 રનની જરુર. 119 ઓવર બાદ યુપીનો સ્કોર 172/6
-
-
GG vs UPW Live score : 18 ઓવર બાદ યુપીનો સ્કોર 160/5
યુપીને જીતવા માટે 12 બોલમાં 19 રનની જરુર. 18 ઓવર બાદ યુપીનો સ્કોર 160/5
-
GG vs UPW Live score : 17 ઓવર બાદ યુપીનો સ્કોર 149/5
યુપીને જીતવા માટે 18 બોલમાં 30 રનની જરુર. 17 ઓવર બાદ યુપીનો સ્કોર 149/5
-
GG vs UPW Live score : 16 ઓવર બાદ યુપીનો સ્કોર 138/5
યુપીને જીતવા માટે 24 બોલમાં 41 રનની જરુર. 16 ઓવર બાદ યુપીનો સ્કોર 138/5
-
-
GG vs UPW Live score : 15 ઓવર બાદ યુપીનો સ્કોર 130/5
દીપ્તિ શર્મા 6 રન બનાવી આઉટ. 15 ઓવર બાદ યુપીનો સ્કોર 130/5
-
GG vs UPW Live score : 14 ઓવર બાદ યુપીનો સ્કોર 118/4
તાહિલીયા મેક્ગ્રા 57 રન બનાવી આઉટ. 14 ઓવર બાદ યુપીનો સ્કોર 118/4
-
GG vs UPW Live score : 13 ઓવર બાદ યુપીનો સ્કોર 116/3
આ ઓવરમાં બે ચોગ્ગા જોવા મળ્યા. 13 ઓવર બાદ યુપીનો સ્કોર 116/3
-
GG vs UPW Live score : 12 ઓવર બાદ યુપીનો સ્કોર 106/3
આ ઓવરમાં બે સિક્સર અને એક ચોગ્ગો જોવા મળ્યો. 12 ઓવર બાદ યુપીનો સ્કોર 106/3
-
GG vs UPW Live score : 11 ઓવર બાદ યુપીનો સ્કોર 89/3
11 ઓવર બાદ યુપીનો સ્કોર 89/3. તાહિલીયા મેક્ગ્રા અને ગ્રેસ-હેરિસ ક્રિઝ પર છે. 53 બોલમાં 89 રનની જરુર.
-
WPL Live Cricket Score : તાહિલીયા મેક્ગ્રા અને ગ્રેસ-હેરિસે ઇનિંગ્સ સંભાળી
10ઓવર પછી યુપી વોરિયર્સે ત્રણ વિકેટ ગુમાવીને 82 રન બનાવ્યા છે. હાલમાં ગ્રેસ હેરિસે 13 બોલમાં 16 રન બનાવ્યા છે.તાહિલા મેકગ્રાએ 30 બોલમાં 46 રન બનાવ્યા છે. યુપીને હવે 56 બોલમાં 92 રનની જરૂર છે.
-
WPL Live Cricket Score :યુપી વોરિયર્સનો સ્કોર 77/3
યુપી વોરિયર્સનો સ્કોર 9 ઓવર બાદ 77/3
-
WPL Live Cricket Score : તાહિલીયા મેક્ગ્રા ચોગ્ગો ફટકાર્યો
-
WPL Live Cricket Score : ગ્રેસ હેરિસ ચોગ્ગો ફટકાર્યો
ગ્રેસ હેરિસે 8મી ઓવરમાં ઉપરા ઉપરી બે ચોગ્ગા ફટકાર્યા છે.
-
WPL Live Cricket Score :યુપી વોરિયર્સે ત્રણ વિકેટ ગુમાવી 54 રન બનાવ્યા
7 ઓવર પછી યુપી વોરિયર્સે ત્રણ વિકેટ ગુમાવી 54 રન બનાવ્યા છે. હાલમાં તાહિલીયા મેક્ગ્રા 28 રન અને હેરિસ 1 રન બનાવી ક્રિઝ પર છે.
-
WPL Live Cricket Score : યુપીનો સ્કોર 52/3
6ઠ્ઠી ઓવરમાં કુલ 13 રન યુપી વોરિયર્સના ખાતમાં આવ્યા છે. યુપીનો સ્કોર 52/3 છે.
-
WPL Live Cricket Score : તાહિલીયા મેક્ગ્રા ચોગ્ગો ફટકાર્યો
તાહિલીયાએ છઠ્ઠી ઓવરના પહેલા બોલ પર ચોગ્ગો ફટકાર્યો ત્યારબાદ ચોથા બોલ પર ચોગ્ગો ફટકાર્યો
-
WPL Live Cricket Score : તાહિલીયા મેક્ગ્રા ચોગ્ગો ફટકાર્યો
તાહિલીયાએ છઠ્ઠી ઓવરના પહેલા બોલ પર ચોગ્ગો ફટકાર્યો
-
WPL Live Cricket Score :યુપી વોરિયર્સનો સ્કોર 39/3
ગ્રેસ હેરિસ 0 અને તાહિલીયા મેક્ગ્રા 14 રન બનાવી રમી રહી છે.
-
WPL Live Cricket Score :દેવિકા વૈધ આઉટ
179 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી યુપીની ટીમને બીજી ઓવરમાં પહેલો ઝટકો લાગ્યો જ્યારે કેપ્ટન એલિસા હીલી 12 રન બનાવીને આઉટ થઈ ગઈ. બીજી વિકેટ કિરણ નવગીરેના રૂપમાં પડી જે 4 રન બનાવી શકી હતી. યુપીને ત્રીજો ઝટકો દેવિકા વૈધના રુપમાં લાગ્યો હતો દેવિકા 7 રન બનાવી પેવેલિયન પરત ફરી હતી.
-
WPL Live Cricket Score : તાહિલીયાએ ચોગ્ગો ફટકાર્યો
તનુજા કંવર પાંચમી ઓવર લઈ આવી હતી, પ્રથમ ઓવર પર કોઈ રન આવ્યો નહિ, બીજા બોલ પર તાહિલીયાએ ચોગ્ગો ફટકાર્યો અને ત્રીજા બોલ પર પણ તાહિલીયાએ ચોગ્ગો ફટકાર્યો હતો.
-
WPL Live Cricket Score : તનુજા કંવર પાંચમી ઓવર લઈ આવી
તનુજા કંવર પાંચમી ઓવર લઈ આવી હતી, પ્રથમ ઓવર પર કોઈ રન આવ્યો નહિ, બીજા બોલ પર તાહિલીયાએ ચોગ્ગો ફટકાર્યો
-
WPL Live Cricket Score :યુપી વોરિયર્સનો સ્કોર 30ને પાર
હાલમાં દેવિકા વૈદ્ય અને તાહિલીયા મેક્ગ્રા ક્રીઝ પર છે.યુપી વોરિયર્સનો સ્કોર 4 ઓવર પછી 2 વિકેટના નુકસાન પર 30 રન છે.
-
GUJ vs UP Women’s Premier League 2023 : તાહિલીયા મેક્ગ્રા શાનદાર ચોગ્ગો ફટકાર્યો
મેક્ગ્રાએ ચોગ્ગાથી ખાતું ખોલ્યું
-
GUJ vs UP Women’s Premier League 2023 : દેવિકા વૈધ ચોગ્ગો ફટકાર્યો
દેવિકા વૈધ ચોથી ઓવરના બીજા બોલ પર ચોગ્ગો ફટકાર્યો
-
WPL Live Cricket Score : યુપી વોરિયર્સ મુશ્કેલીમાં
179 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી યુપીની ટીમને બીજી ઓવરમાં પહેલો ઝટકો લાગ્યો જ્યારે કેપ્ટન એલિસા હીલી 12 રન બનાવીને આઉટ થઈ ગઈ. બીજી વિકેટ કિરણ નવગીરેના રૂપમાં પડી જે 4 રન બનાવી શકી હતી
-
GUJ vs UP Women’s Premier League 2023 : ક્રિઝ પર તાહિલીયા મેક્ગ્રા
કિરણ આઉટ થતા ક્રિઝ પર તાહિલીયા મેકગ્રા આવી છે.
-
GUJ vs UP Women’s Premier League 2023 : કિરણ નવગિરે આઉટ
યુપી વોરિયર્સને બીજો ઝટકો કિરણ નવગિરેના રુપમાં લાગ્યો છે. કિરણ 4 રન બનાવી પેવેલિયન પરત ફરી છે.
-
GUJ vs UP Women’s Premier League 2023 : કિરણ નવગિરે ચોગ્ગો ફટકાર્યો
કિરણ નવગિરે ત્રીજી ઓવરના બીજા બોલ પર ચોગ્ગો ફટકાર્યો
-
GUJ vs UP Women’s Premier League 2023 : યુપી વોરિયર્સનો સ્કોર 14/1
બે ઓવર બાદ યુપી વોરિયર્સનો સ્કોર 14/1, દેવિકા વૈધ 3 બોલમાં 2 રન અને કિરણ નવગિરે 0 પર રમી રહી છે.
-
GUJ vs UP Women’s Premier League 2023 : એલિસા હીલી આઉટ
યુપી વોરિયર્સને પ્રથમ ઝટકો, એલિસા હીલી 8 બોલમાં 12 રન બનાવી આઉટ થઈ
-
GUJ vs UP Women’s Premier League 2023 : એલિસા હીલીએ ઉપરા ઉપરી ચોગ્ગો ફટકાર્યો
બીજી ઓવરના પહેલા બોલ પર એલિસાએ ચોગ્ગો ફટકાર્યો હતો. ત્યારબાદ બીજા બોલ પર પણ એલિસા હીલીએ ચોગ્ગો ફટકાર્યો હતો. આ ચોગ્ગો મોનિકા પટેલની ઓવરમાં આવ્યા હતા.
-
GUJ vs UP Women’s Premier League 2023 : એલિસા હીલી ચોગ્ગો ફટકાર્યો
બીજી ઓવરના પહેલા બોલ પર એલિસાએ ચોગ્ગો ફટકાર્યો
-
GUJ vs UP Women’s Premier League 2023 : યુપી વોરિયર્સનો સ્કોર 5/0
-
GUJ vs UP Women’s Premier League 2023 : એલિસા હીલી ચોગ્ગો ફટકાર્યો
-
GUJ vs UP Women’s Premier League 2023 : બીજી ઈનિગ્સ શરુ
દેવિકા વેધ અને એલિસા હીલી ક્રિઝ પર છે.
-
GUJ vs UP Women’s Premier League 2023 : ગુજરાતે 178 રન બનાવ્યા
ગુજરાતે યુપી સામે 179 રનનો લક્ષ્યાંક રાખ્યો છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ગુજરાતે 20 ઓવરમાં છ વિકેટ ગુમાવીને 178 રન બનાવ્યા હતા. ગુજરાતની શરૂઆત શાનદાર રહી હતી. સોફિયા ડંકલી અને લૌરા વોલ્વાર્ટ પ્રથમ વિકેટ માટે 41 રનની ભાગીદારી કરી હતી. લૌરા વોલ્વાર્ટ 17 અને ડંકલીએ 23 રન બનાવ્યા હતા. હરલીન દેઓલ માત્ર ચાર રન બનાવી શકી હતી. આ પછી દયાલન હેમલતા અને એશ્લે ગાર્ડનરે 61 બોલમાં 93 રનની ભાગીદારી નોંધાવી હતી.
હેમલતા 33 બોલમાં છ ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી 57 રન અને ગાર્ડનર 39 બોલમાં છ ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી 60 રન બનાવીને આઉટ થયો હતો. બંનેને પાર્શ્વી ચોપરાએ આઉટ કર્યા હતા. અશ્વિની કુમારી પાંચ રન બનાવી શકી હતી. સુષ્મા વર્મા આઠ રન અને કિમ ગાર્થે એક રન બનાવ્યા બાદ અણનમ રહી હતી. પાર્શ્વી અને રાજેશ્વરી ગાયકવાડે બે-બે વિકેટ લીધી હતી. તે જ સમયે અંજલિ સરવાણી અને સોફી એક્લેસ્ટોનને એક-એક વિકેટ મળી હતી.
-
WPL Live Cricket Score : ગુજરાત જાયન્ટસે યુપી વોરિયર્સને 179 રનનો ટાર્ગેટ આપ્યો
હેમલતા-ગાર્ડનરની ફિફ્ટી, યુપી વોરિયર્સ સામે ગુજરાત જાયન્ટ્સે 179 રનનો ટાર્ગેટ આપ્યો છે.ગુજરાતની ટીમે 20 ઓવરમાં 178 રન બનાવ્યા છે. આ રીતે યુપી સામે 179 રનનો ટાર્ગેટ છે.
-
WPL Live Cricket Score : ગુજરાત જાયન્ટસને છઠ્ઠો ઝટકો
ગુજરાત જાયન્ટસને છઠ્ઠો ઝટકો લાગ્યો છે. અશ્વિની કુમારી 5 રન બનાવી આઉટ થઈ
-
WPL Live Cricket Score :સુષ્મા વર્મા ચોગ્ગો ફટકાર્યો
-
WPL Live Cricket Score : ગુજરાતનો સ્કોર 171/5
19 ઓવર પછી ગુજરાતે 5 વિકેટ ગુમાવીને 171 રન બનાવ્યા છે.
-
WPL Live Cricket Score : એશ્લે ગાર્ડનર આઉટ
ગુજરાત જાયન્ટસને મોટો ઝટકો અશ્લે ગાર્ડનરના રુપમાં લાગ્યો છે.
-
WPL Live Cricket Score : ગુજરાત જાયન્ટસનો સ્કોર 166/4
ગુજરાત જાયન્ટસ્નો સ્કોર 166/4 છે. ક્રિઝ પર એશ્લે ગાર્ડનર અને સુષ્મા વર્મા રમી રહ્યા છે.
-
WPL Live Cricket Score : એશ્લે ગાર્ડનર સિક્સ ફટકારી
એશ્લે ગાર્ડનરે ચોગ્ગો ફટકારી તેની અડધી સદી પુરી કરા હતી. 18મી ઓવરના ચોથા બોલ પર સિક્સ ફટકારી હતી.
-
WPL Live Cricket Score : એશ્લે ગાર્ડનર ચોગ્ગો ફટકાર્યો
-
WPL Live Cricket Score : પાર્શ્વી ચોપરાની શાનદાર ઓવર
પાર્શ્વી ચોપરા 17મી ઓવર લઈને આવી હતી. તેણે આ ઓવરમાં એક વિકેટ લીધી હતી. ગુજરાતનો સ્કોર 17 ઓવર પછી 151/4 છે.
-
GG vs UP Live Score: એશ્લે ગાર્ડનરે સિક્સ ફટકારી
-
GG vs UP Live Score:સુષ્મા વર્મા ક્રિઝ પર આવી
-
GG vs UP Live Score: દયાલન હેમલતા આઉટ
દયાલન હેમલતા33 બોલમાં 57 રન બનાવી પેવેલિયન ભેગી થઈ હતી.
-
GG vs UP Live Score: હેમલતા અડધી સદી ફટકારી
16 ઓવર બાદ ગુજરાતની ટીમે ત્રણ વિકેટ ગુમાવીને 143 રન બનાવી લીધા છે. હાલમાં એશ્લે ગાર્ડનર 31 બોલમાં 39 અને દયાલન હેમલતા 32 બોલમાં 57 રન બનાવીને ક્રિઝ પર છે. બંને વચ્ચે 60+ રનની ભાગીદારી થઈ છે.દયાલન હેમલતાએ ટૂર્નામેન્ટની તેની પ્રથમ અડધી સદી માત્ર 30 બોલમાં પૂરી કરી.
-
GG vs UP Live Score: હેમલતાએ ચોગ્ગો ફટકાર્યો
હેમલતાએ 30 બોલમાં તેની અડધી સદી પુરી કરી છે.
-
GG vs UP Live Score: હેમલતાએ સિક્સ ફટકારી
-
GG vs UP Live Score:હેમલતા અને ગાર્ડનર ક્રીઝ પર જામ્યા
15મી ઓવરમાં ગુજરાત જાયન્ટસના ખાતામાં કુલ 8 રન આવ્યા છે. ગુજરાતનો સ્કોર 129 /3 છે.
-
GG vs UP Live Score: એશ્લે ગાર્ડનરે ચોગ્ગો ફટકાર્યો
એશ્લેએ 15મી ઓવરના પ્રથમ બોલ પર ચોગ્ગો ફટકાર્યો
-
GG vs UP Live Score: હેમલતા પાચસ રનને નજીક
ગુજરાત જાયન્ટસનો સ્કોર 121/3 છે. દયાલન હેમલતા 26 બોલમાં 43 રન અને એશ્લે ગાર્ડનર 25 બોલમાં 32 રન બનાવી ક્રિઝ પર રમી રહ્યા છે.
-
GG vs UP Live Score: એશ્લે ગાર્ડનર ચોગ્ગો ફટકાર્યો
-
GG vs UP Live Score: દયાલન હેમલતા નોટ આઉટ
-
GG vs UP Live Score: ગુજરાત જાયન્ટસના ખેલાડી ક્રિઝ પર જામ્યા
ગુજરાતનો સ્કોર 13 ઓવર બાદ ત્રણ વિકેટના નુકસાન પર 114 રન છે. 13મી ઓવરમાં ગુજરાતના ખાતામાં 9 રન આવ્યા હતા.
-
GG vs UP Live Score: હેમલતાએ સિક્સ ફટકારી
હેમલતાએ 12મી ઓવરના ત્રીજા બોલ પર સિક્સ ફટકારી
-
GG vs UP Live Score:ગુજરાતની ટીમે 100 રનનો આંકડો પાર કર્યો
ગુજરાતની ટીમે 100 રનનો આંકડો પાર કર્યો, પરંતુ ટીમે યુપીને ઝડપથી આઉટ કરવા અથવા મોટી જીત નોંધાવવા માટે મોટો સ્કોર કરવો પડશે. તો જ નેટ રન રેટ આરસીબી કરતા સારો રહેશે.
-
GG vs UP Live Score: 12મી ઓવરમાં ગુજરાતના ખાતામાં 15 રન આવ્યા
બાર ઓવર પછી ગુજરાતે ત્રણ વિકેટ ગુમાવીને 105 રન બનાવ્યા છે. હાલમાં દયાલન હેમલતા 20 બોલમાં 35 રન અને એશ્લે ગાર્ડનર 19 બોલમાં 25 રન બનાવીને બેટીંગ કરી રહી છે. 12મી ઓવરમાં ગુજરાતના ખાતામાં 15 રન આવ્યા છે
-
GG vs UP Live Score:એશ્લે ગાર્ડનર ચોગ્ગો ફટકાર્યો
એશ્લે ગાર્ડનર 12મી ઓવરના પહેલા બોલ પર ચોગ્ગો અને ત્રીજા બોલ પર સિક્સ ફટકારી હતી. ત્યારબાદ ચોથા બોલ પર વધુ એક ચોગ્ગો ફટકાર્યો હતો.
-
GG vs UP Live Score:એશ્લે ગાર્ડનર સિક્સ ફટકારી
એશ્લે ગાર્ડનર 12મી ઓવરના પહેલા બોલ પર ચોગ્ગો અને ત્રીજા બોલ પર સિક્સ ફટકારી
-
GG vs UP Live Score:એશ્લે ગાર્ડનર શાનદાર ચોગ્ગો ફટકાર્યો
-
GG vs UP Live Score: ગુજરાત જાયન્ટ્સનો સ્કોર 90/3
11 ઓવર પછી ગુજરાતે ત્રણ વિકેટ ગુમાવીને 90 રન બનાવ્યા છે. હાલમાં દયાલન હેમલતા 19 બોલમાં 35 રન અને એશ્લે ગાર્ડનર 14 બોલમાં 10 રન બનાવીને બેટીંગ કરી રહી છે.
-
GG vs UP Live Score:એશ્લે ગાર્ડનર ચોગ્ગો ફટકાર્યો
11મી ઓરના ચોથા બોલ પર એશ્લે ચોગ્ગો ફટકાર્યો
-
GG vs UP Live Score:એશ્લે ગાર્ડનર ચોગ્ગો ફટકાર્યો
-
GG vs UP Live Score: હેમલતા અને ગાર્ડનર ક્રીઝ પર
10 ઓવર પછી ગુજરાતે ત્રણ વિકેટ ગુમાવીને 79રન બનાવ્યા છે.
-
GG vs UP Live Score:દયાલન હેમલતા સિક્સ ફટકારી
દયાલન હેમલતાએ 10મી ઓવરના છેલ્લા બોલ પર શાનદાર સિક્સ ફટકારી
-
GG vs UP Live Score:દયાલન હેમલતાએ ચોગ્ગો ફટકાર્યો
હેમલતાએ 10મી ઓવરના પાંચમાં બોલ પર ચોગ્ગો ફટકાર્યો
-
GG vs UP Live Score: ગુજરાતની ત્રણ વિકેટ પડી
9 ઓવર પછી ગુજરાતનો સ્કોર ત્રણ વિકેટે 67 રન છે. ગુજરાતની ટીમને છઠ્ઠી ઓવરમાં બે ઝટકા લાગ્યા હતા. રાજેશ્વરી ગાયકવાડે ઓવરના પહેલા જ બોલ પર સોફિયા ડંકલીને અંજલિ સરવાણીના હાથે કેચ આઉટ કરાવી. ડંકલી 13 બોલમાં ત્રણ ચોગ્ગાની મદદથી 23 રન બનાવી શકી હતી. આ પછી હરલીન દેઓલ છેલ્લા બોલ પર સિમરન શેખના હાથે કેચ આઉટ થઈ ગઈ હતી. હરલીન સાત બોલમાં ચાર રન બનાવી શકી હતી.
-
GG vs UP Live Score:ગુજરાત જાયન્ટસનો સ્કોર 67 /3
9 ઓવર પછી ગુજરાત જાયન્ટસનો સ્કોર 67 /3 છે. ડી હેમલતા અને એશ્લે ગાર્ડનર ક્રિઝ પર રમી રહ્યા છે. 9મી ઓવરમાં ગુજરાતના ખાતામાં કુલ 7 રન આવ્યા છે.ડી હેમલતા 12 બોલમાં 18 અને એશ્લે ગાર્ડનર 9 બોલમાં 4 રન બનાવી ક્રિઝ પર છે.
-
GG vs UP Live Score: હેમલતાએ ચોગ્ગો ફટકાર્યો
-
GG vs UP Live Score: ડી હેમલતા એશ્લે ગાર્ડનર ક્રિઝ પર
ગુજરાત જાયન્ટસનો સ્કોર 60 રનમાં 3 વિકેટનું નુકસાન છે.
-
GG vs UP Live Score: ગુજરાત જાયન્ટસનો સ્કોર 50/3
સોફિયા ડંકલી અને લૌરાએ ટીમને સારી શરૂઆત અપાવી હતી. બંનેએ પ્રથમ 4 ઓવરમાં 41 રન ઉમેર્યા હતા. જોકે, લૌરા 17 રન બનાવીને આઉટ થઈ હતી. ટૂંક સમયમાં ડંકલી પણ આઉટ થઈ. તેણે 13 બોલમાં 23 રન બનાવ્યા હતા. ટીમને પાવરપ્લેના છેલ્લા બોલ પર ત્રીજો ફટકો ત્યારે લાગ્યો જ્યારે હરલીન દેઓલ 4 રન બનાવી આઉટ થઈ હતી. હાલમાં ગુજરાત જાયન્ટસનો સ્કોર 3 વિકેટના નુકસાન પર 58 રન છે.
-
GG vs UP Live Score: હરલિન દેઓલ આઉટ
ગુજરાતને ત્રીજો ઝટકો લાગ્યો છે. હરલિન આઉટ
-
GG vs UP Live Score:દયાલન હેમલતા ચોગ્ગો ફટકાર્યો
હેમલતાએ ક્રિઝ પર આવતાની સાથે જ ચોગ્ગો ફટકાર્યો
-
WPL Live Cricket Score : ડંકલી આઉટ
રાજેશ્વરી ગાયકવાડે ડંકલીને પેવેલિયન ભેગી કરી, ડંકલી 23 રન બનાવ્યા હતા.
-
WPL Live Cricket Score : ગુજરાત જાયન્ટસનો સ્કોર 45/1
-
WPL Live Cricket Score : હરલીન દેઓલે ચોગ્ગો ફટકાર્યો
-
WPL Live Cricket Score : ગુજરાતને પ્રથમ ઝટકો
લૌરા વોલ્વાર્ટ 13 બોલમાં 17 રન બનાવી પેવેલિયન ભેગી થઈ હતી,યુપી સામે ગુજરાતની મજબૂત શરૂઆત, પરંતુ પ્રથમ વિકેટ પડી છે
-
Gujarat vs UP Match WPL Match LIVE : ગુજરાતની ઝડપી શરૂઆત
ગુજરાતે 4 ઓવર પછી એકપણ વિકેટ ગુમાવ્યા વિના 41રન બનાવી લીધા છે. હાલમાં, લૌરા વોલ્વાર્ટ 12 બોલમાં 17 રન અને સોફિયા ડંકલી 12 બોલમાં 23 રન બનાવીને ક્રિઝ પર છે. યુપી વોરિયર્સે પોતાનો એક રિવ્યુ ગુમાવી દીધો છે. ચોથી ઓવરમાં ગુજરાતના ખાતામાં કુલ 12 રન આવ્યા હતા.
-
Gujarat vs UP Match WPL Match LIVE : લૌરા વોલ્વાર્ટ સિક્સ ફટકારી
-
Gujarat vs UP Match WPL Match LIVE : ડંકલીએ ચોગ્ગો ફટકાર્યો
-
Gujarat vs UP Match WPL Match LIVE : ગુજરાત જાયન્ટસનો સ્કોર 20/0
ત્રણ ઓવર બાદ ગુજરાત જાયન્ટસનો સ્કોર કોઈ પણ નુકસાન વગર 30 રન છે. સોફિયા ડંકલી 18 અને લૌરા વોલ્વાર્ટ 10 રન બનાવી રમી રહ્યા છે
-
Gujarat vs UP Match WPL Match LIVE : લૌરા વોલ્વાર્ટ સિક્સ ફટકારી
2 ઓવર બાદ ગુજરાત જાયન્ટસનો સ્કોર 26/0 છે. સોફિયા ડંકલી 7 બોલમાં 15 રન અને લૌરા 5 બોલમાં 10 રન બનાવી ક્રિઝ પર રમી રહી છે.
-
Gujarat vs UP Match WPL Match LIVE : ડંકલીએ ઉપરા ઉપર બે ચોગ્ગા ફટકાર્યા
ડંકલીએ બીજી ઓવરના પ્રહેલા અને બીજા બોલ પર ચોગ્ગા ફટકાર્યા , બીજી ઓવર રાજેશ્વરી ગાયકવાડ નાંખી રહી છે.
-
Gujarat vs UP Match WPL Match LIVE : ગુજરાત જાયન્ટસનો સ્કોર 11/0
પ્રથમ ઓવર બાદ ગુજરાત જાયન્ટસનો સ્કોર 11/0 છે, ડંકલી 4 અને લૌરા વોલ્વાર્ટ 6 રન પર રમી રહી છે.
-
Gujarat vs UP Match WPL Match LIVE : લૌરા વોલ્વાર્ટ ચોગ્ગો ફટકાર્યો
-
Gujarat vs UP Match WPL Match LIVE : મેચ શરુ
બંન્ને ટીમ મેદાન પર આવી ગઈ છે. મેચ શરુ,ક્રિઝ પર ડંકલી અને વુલફાર્ટ
-
Gujarat vs UP Match WPL Match LIVE : બંન્ને ટીમની પ્લેઈંગ ઈલેવન
🚨 Team Updates 🚨
A look at the two sides in the #GGvUPW contest 👌
Follow the match ▶️ https://t.co/FcApQh0PlQ#TATAWPL pic.twitter.com/YMD58xCOav
— Women’s Premier League (WPL) (@wplt20) March 20, 2023
-
Gujarat vs UP Match WPL Match LIVE :ગુજરાતે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી
ગુજરાત જાયન્ટ્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. ગુજરાતના કેપ્ટન સ્નેહ રાણાએ ટીમમાં એક ફેરફાર કર્યો છે. એસ મેઘનાની જગ્યાએ મોનિકા પટેલનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. તે જ સમયે, યુપીની કેપ્ટન એલિસા હીલીએ પ્લેઈંગ-11માં કોઈ ફેરફાર કર્યો નથી.
-
WPL 2023 GG vs UPW Live score: પોઈન્ટ ટેબલ
WPL 2023ના લીગ તબક્કામાં માત્ર 4 મેચો બાકી છે. હાલમાં યુપીની ટીમ 6 મેચમાંથી 3 મેચ જીતીને પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને છે જ્યારે ગુજરાતની ટીમ 7 મેચમાંથી માત્ર 2 મેચ જીતી શકી છે. જો ટીમ તેની છેલ્લી મેચ હારી જશે તો તે પ્લેઓફની રેસમાંથી બહાર થઈ જશે. તે જ સમયે, RCBની પ્લેઓફમાં પહોંચવાની આશા પણ સમાપ્ત થઈ જશે, કારણ કે RCB પણ 7માંથી માત્ર 2 મેચ જીતી શકી છે. છેલ્લી મેચ જીત્યા બાદ પણ ટીમ માત્ર 6 પોઈન્ટ સુધી પહોંચી શકશે.
-
WPL 2023 GG vs UPW Live score: ગુજરાત જાયન્ટ્સે ટોસ જીત્યો
ગુજરાત જાયન્ટ્સે ટોસ જીતીને યુપી વોરિયર્સ સામે બેટિંગ કરવાનો નિર્ણય લીધો
-
WPL 2023 GG vs UPW Live score: આજે ડબલ હેડર મેચ
વિમેન્સ પ્રીમિયર લીગમાં આજે બે મેચો રમાવાની છે. પ્રથમ મેચ યુપી વોરિયર્સ અને ગુજરાત જાયન્ટ્સ વચ્ચે જ્યારે બીજી મેચ મુંબઈ અને દિલ્હી વચ્ચે રમાશે. આ બે મેચનું પરિણામ અન્ય બે ટીમોનું ભવિષ્ય પણ નક્કી કરશે. મુંબઈ અને દિલ્હીની ટીમો ક્વોલિફાય થઈ ચૂકી છે