Video: વિરાટ કોહલીનું આ ગીત ચાહકોને ઉત્સાહથી ભરી દેશે, IPLમાં ગુંજશે – ‘કોહલી કોલિંગ, ગો કિંગ-ગો કિંગ’

|

Mar 20, 2024 | 6:11 PM

છેલ્લા 2 મહિનાથી દરેકની નજરથી દૂર રહેલો વિરાટ કોહલી પોતાના પ્રશંસકો વચ્ચે પાછો ફર્યો છે અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને પ્રથમ વખત ચેમ્પિયન બનાવવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરી રહ્યો છે. કોહલી મેદાન પર કેવું પ્રદર્શન કરશે તે તો પછી ખબર પડશે, પરંતુ કોહલી માટે બનેલું આ ગીત આખી IPL સિઝનમાં ચોક્કસથી ધૂમ મચાવશે.

Video: વિરાટ કોહલીનું આ ગીત ચાહકોને ઉત્સાહથી ભરી દેશે, IPLમાં ગુંજશે - કોહલી કોલિંગ, ગો કિંગ-ગો કિંગ
Virat Kohli RCB

Follow us on

વિરાટ કોહલીને ભલે પોતાના માટે ‘કિંગ’ શબ્દ પસંદ ન હોય, પરંતુ તેના ફેન્સ તેને આ નામથી બોલાવવાનું પસંદ કરે છે.  IPL 2024 માં, વિરાટના ચાહકો તેને તેની ‘કિંગ’ સ્ટાઈલમાં બેટિંગ કરતા જોવા માંગશે જેથી તે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને પ્રથમ વખત ચેમ્પિયન બનાવી શકે અને હવે મેદાન પર કોહલીને ખુશ કરવા માટે ફેન્સે એક ખાસ ગીત બનાવ્યું છે – ‘કોહલી કોલિંગ, ગો કિંગ-ગો કિંગ’.

કોહલી માટે ખાસ ગીત લોન્ચ કરવામાં આવ્યું

IPL ટેલિવિઝન બ્રોડકાસ્ટર સ્ટાર સ્પોર્ટ્સ દ્વારા બે મહિના પછી ક્રિકેટ એક્શનમાં પરત ફરી રહેલા વિરાટ કોહલી માટે એક ખાસ ગીત લોન્ચ કરવામાં આવ્યું છે. લગભગ 100 સેકન્ડના આ ગીતમાં કોહલીની ફાઈટિંગ સ્પિરિટ, તેની આક્રમકતા અને તેની જાતને પડકારવા જેવા ગુણોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ગીત કોહલીના ચાહકોને એકદમ ખુશ કરી દેશે અને જો કોહલી IPL દરમિયાન સ્ટેડિયમમાં ગો કિંગ-ગો કિંગ કહેતો સંભળાય તો નવાઈ નહીં.

Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો

કોહલી-કોહલીના નાદથી સ્ટેડિયમ ગુંજી ઉઠ્યું

પરંતુ કોહલી પ્રત્યેની ઉત્તેજના અને અપેક્ષાઓ માત્ર આ ગીત પુરતી સીમિત નથી, તે મેદાન પર પણ સ્પષ્ટ દેખાઈ રહી હતી. ઈંગ્લેન્ડ સામેની 5 ટેસ્ટ મેચની શ્રેણીમાંથી બહાર રહેલો કોહલી 17 માર્ચે જ પાછો ફર્યો હતો અને 18 માર્ચે બેંગલુરુમાં RCB ટીમમાં જોડાયો હતો. મંગળવાર 20મી માર્ચે RCBની ખાસ ઈવેન્ટમાં પણ કોહલીને લઈને ક્રેઝ જોવા મળ્યો હતો. આ ઈવેન્ટ માટે એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં હજારો દર્શકો હાજર હતા અને કોહલીને સ્ટેજ પર બોલાવતાની સાથે જ આખું સ્ટેડિયમ કોહલી-કોહલીના નાદથી ગુંજી ઉઠ્યું હતું.

IPLમાં ફેન્સ ‘કોહલી કોલિંગ, ગો કિંગ-ગો કિંગ’ ગાશે

બધાની નજર 22 માર્ચથી શરૂ થનારી ટૂર્નામેન્ટ પર રહેશે, જ્યાં કોહલીએ પોતાના બેટની તાકાત દેખાડવી પડશે. શું છેલ્લા 2 મહિનાથી ક્રિકેટ ન રમવાની અસર તેના ફોર્મ પર જોવા મળશે? T20 વર્લ્ડ કપમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરવા તેણે જોરદાર બેટિંગ કરવી પડશે, શું તેનું દબાણ તેના પર દેખાશે? વળી, જો મહિલા RCB ટીમ WPLમાં ટાઈટલ જીતી ગઈ હોય તો શું તેમના પર RCBને ચેમ્પિયન બનાવવાનું દબાણ હશે? 22 માર્ચે ચેન્નાઈ સુપર કિંગ્સ સામેની પ્રથમ મેચથી ચિત્ર સ્પષ્ટ થવા લાગશે. પરંતુ આટલું ચોક્કસ છે, સ્ટેડિયમમાં ચાહકો ચોક્કસપણે ‘કોહલી કોલિંગ, ગો કિંગ-ગો કિંગ’ ગાશે.

આ પણ વાંચો : રિષભ પંતની કેપ્ટન તરીકે વાપસીથી દિલ્હી થઈ દમદાર, આ મજબૂત પ્લેઈંગ સાથે કેપિટલ્સ બનશે ચેમ્પિયન!

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Next Article