IPL 2024માં કેએલ રાહુલની આવી હાલત પાછળ તેની ચાર ભૂલો છે જવાબદાર, હવે LSGમાંથી બહાર થઈ શકે

હૈદરાબાદ સામે લખનૌની હાર બાદ ટીમના માલિક સંજીવ ગોયન્કાએ રાહુલને ઠપકો આપ્યો હતો, જે બાદ રાહુલનું આગામી સિઝનમાં લખનૌની ટીમમાંથી બહાર થવું લગભગ નિશ્ચિત થઈ ગયું છે. જોકે IPL 2024માં રાહુલની આવી હાલતનો જવાબદાર તે પોતે જ છે. રાહુલે આ સિઝન એવી ભૂલો કરી હતી જે તેને ભારે પડી હતી.

IPL 2024માં કેએલ રાહુલની આવી હાલત પાછળ તેની ચાર ભૂલો છે જવાબદાર, હવે LSGમાંથી બહાર થઈ શકે
KL Rahul
Follow Us:
| Updated on: May 09, 2024 | 11:55 PM

હૈદરાબાદ સામેની મેચ બાદ LSGના માલિક સંજીવ ગોએન્કા કેએલ રાહુલે સાથે વાતચીત દરમિયાન ખૂબ જ ગુસ્સામાં હતા, જેનો વીડિયો ખૂબ જ વાયરલ થયો હતો. જોકે આ પ્રકારે ટીમના માલિક અને કેપ્ટન વચ્ચેની વાતચીત બાદ એક વાત કહી શકાય કે આગામી સિઝનમાં રાહુલનું LSG ટીમ તરફથી રમવું મુશ્કેલ લાગી રહ્યું છે. જોકે ટીમની અને તેની આ પરિસ્થિતિ માટે કેએલ રાહુલની કેટલીક ભૂલો જવાબદાર છે.

બેટિંગમાં નિષ્ફળ

કેએલ રાહુલની પહેલી અને સૌથી મોટી ભૂલ તેની પોતાની બેટિંગ છે. આ ખેલાડી છેલ્લી કેટલીક મેચોમાં સ્ટ્રાઈક રેટના મામલે સતત પાછળ રહ્યો છે. હૈદરાબાદ સામે બેટિંગ માટે યોગ્ય પીચ પર માત્ર 87.88ના સ્ટ્રાઈક રેટથી રન બનાવી શક્યો હતો. પાવરપ્લેમાં બેટિંગ એટલી ધીમી હતી કે પાવરપ્લેમાં લખનૌએ માત્ર 27 રન બનાવ્યા. જ્યાં સુધી રાહુલ ક્રિઝ પર રહ્યો ત્યાં સુધી લખનૌનો રન રેટ પ્રતિ ઓવર 6 રનથી ઉપર નહોતો ગયો. આવું માત્ર હૈદરાબાદ સામેની મેચમાં જ બન્યું નથી. છેલ્લી પાંચમાંથી ચાર મેચમાં કેએલ રાહુલનો સ્ટ્રાઈક રેટ ઘણો ઓછો રહ્યો છે. સ્પષ્ટ છે કે બેટ્સમેન તરીકે કેએલ રાહુલ પોતાની ટીમને ઘણું નુકસાન પહોંચાડી રહ્યો છે.

કેપ્ટનશિપમાં સંપૂર્ણ નિષ્ફળતા

કેએલ રાહુલની માત્ર બેટિંગ જ નહીં પરંતુ તેની કેપ્ટનશિપ પણ છેલ્લી કેટલીક મેચોમાં એવરેજ રહી છે. આ ખેલાડી બોલર રોટેશનમાં ઘણો સંઘર્ષ કરી રહ્યો છે. જ્યારે ટ્રેવિસ હેડ અને અભિષેક શર્મા હૈદરાબાદ સામે સતત મોટા શોટ રમી રહ્યા હતા ત્યારે કેએલ રાહુલ તેના બોલરોનો યોગ્ય ઉપયોગ કરી શક્યો ન હતો. એવું ક્યારેય લાગ્યું ન હતું કે રાહુલે આ બેટ્સમેનોને રોકવાની કોઈ યોજના બનાવી હતી. આ ખેલાડી માત્ર તેના બોલરોને માર મારવાનો તમાશો જોઈ રહ્યો હતો. ખરાબ બોલિંગના કારણે લખનૌની ટીમ છેલ્લી 4 મેચમાંથી 3 મેચ હારી ગઈ છે અને હવે લખનૌનું પ્લેઓફમાં પહોંચવું થોડું મુશ્કેલ છે.

દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

ખેલાડીઓનો ઉપયોગ કરવામાં ભૂલ

કેએલ રાહુલ તેની પ્લેઈંગ ઈલેવન પસંદ કરવામાં પણ મોટી ભૂલ કરી રહ્યો છે. આ ટીમમાં ઘણા મહાન ખેલાડીઓ છે પરંતુ તેનો યોગ્ય રીતે ઉપયોગ નથી થઈ રહ્યો, સૌથી પહેલા વાત કરીએ નિકોલસ પૂરનની, આ ખેલાડી તેની વિસ્ફોટક બેટિંગ માટે જાણીતો છે. પુરન પણ સારા ફોર્મમાં છે પરંતુ આ શાનદાર બેટ્સમેનને બહુ ઓછા બોલમાં બેટિંગ કરવાની તક આપવામાં આવે છે. પૂરનને ઘણીવાર 10 ઓવર પછી જ મેચમાં લાવવામાં આવે છે અને આ નિર્ણય લખનૌની વિરુદ્ધ જાય છે.

કેએલ રાહુલનું નિવેદન

હૈદરાબાદ સામેની હાર બાદ કેએલ રાહુલનું નિવેદન પણ ટીમની વિરુદ્ધમાં ગયું હતું. લખનૌના કેપ્ટને હૈદરાબાદ સામેની હાર બાદ કહ્યું હતું કે જો તેની ટીમ 240 રન બનાવી લેત તો પણ તે મેચ હારી ગઈ હોત. જો કોઈ કેપ્ટન જાહેરમાં આવું કંઈક બોલે છે, તો તે બતાવે છે કે તે કેટલો સંરક્ષણાત્મક વિચાર ધરાવે છે. શક્ય છે કે લખનૌ સુપર જાયન્ટ્સના માલિક આ સાંભળીને ગુસ્સે થઈ ગયા હોય. હવે કારણ ગમે તે હોય, એક વાત ચોક્કસ છે કે KL રાહુલ માટે IPL 2025 માટે લખનૌ સુપર જાયન્ટ્સની ટીમમાં રિટેન થવું મુશ્કેલ છે.

આ પણ વાંચો : IPL 2024 PBKS vs RCB: વિરાટ કોહલી સદી ચૂકી ગયો પરંતુ બનાવ્યો આ રેકોર્ડ, IPL ઈતિહાસમાં આવું પહેલીવાર બન્યું

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Latest News Updates

સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
તરસાલી રોડ પર વૃદ્ધ દંપતિને ઘરે લુંટ વીથ મર્ડરની ઘટના,આરોપી ફરાર
તરસાલી રોડ પર વૃદ્ધ દંપતિને ઘરે લુંટ વીથ મર્ડરની ઘટના,આરોપી ફરાર
g clip-path="url(#clip0_868_265)">