વિરાટ કોહલી તેની દમદાર બેટિંગની સાથે તેની ફિટનેસ અને શાનદાર ફિલ્ડિંગ માટે પણ જાણીતો છે. વિરાટ કોહલીની ફિટનેસ ઘણા યુવા ખેલાડીઓ માટે પ્રેરણારૂપ છે. પોતાની ફિટનેસના કારણે કોહલી ઘણા રન બનાવે છે અને મેદાન પર શાનદાર ફિલ્ડિંગ કરી અનેક રન રોકે પણ છે. પરંતુ અફઘાનિસ્તાન સામે રમાઈ રહેલી બીજી T20 મેચમાં વિરાટ કોહલીએ કંઈક એવું કર્યું જેની તેની પાસેથી અપેક્ષા નહોતી.
ઈન્દોરના હોલકર સ્ટેડિયમમાં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે આ બીજી T20 મેચ રમાઈ રહી છે જેમાં કોહલીએ એક ભૂલ કરી હતી. આ મેચમાં માત્ર કોહલી જ નહીં ટીમના વિકેટકીપર જીતેશ શર્માએ પણ તે જ ભૂલનું પુનરાવર્તન કર્યું હતું. આ ભૂલ હતી કેચ છોડવાની. જેનાથી વિરોધી ટીમને ચોક્કસથી ફાયદો થયો, છતાં તેઓ ટીમ ઈન્ડિયાને હરાવી ન શક્યા.
અફઘાનિસ્તાનની ઈનિંગની નવમી ઓવર ચાલી રહી હતી. શિવમ દુબે બોલિંગ કરી રહ્યો હતો. ગુલબદ્દીન નાયબ દુબેની સામે હતા. ગુલબદીને દુબે દ્વારા આગળ ફેંકવામાં આવેલા બોલને લોંગ ઓન પર ફટકાર્યો હતો. કોહલી કેચ લેવા આગળ દોડ્યો. જોકે બોલ તેની આગળ હતો. કોહલીએ આગળ ડાઈવ મારી. કોહલીના હાથમાં બોલ આવ્યો પરંતુ તે બોલને પકડી શક્યો નહીં અને કેચ છોડ્યો.
Should have taken but well tried idolo ❣️ A tough catch surely ❤️#KingKohli #ViratKohli #Kohli #INDvAFG pic.twitter.com/gzfAhYOf8B
— Harish sharma (@Harish6378) January 14, 2024
જીતેશ શર્માએ પણ 13મી ઓવરના છેલ્લા બોલ પર કેચ છોડ્યો હતો. વોશિંગ્ટન સુંદર આ ઓવરમાં બોલિંગ કરી રહ્યો હતો. મોહમ્મદ નબી ક્રિઝ પર સામે હતો. નબીએ શોટ રમ્યો પરંતુ બોલ તેના બેટની કિનારી લઈને જીતેશના ગ્લોવ્સમાં ગયો પરંતુ જીતેશ તેને પકડી શક્યો નહીં.
14 મહિના બાદ T20 ઈન્ટરનેશનલ મેચ રમી રહ્યો છે. પરંતુ ફિલ્ડિંગના મામલામાં તેની વાપસી સારી રહી ન હતી. કોહલી જે પ્રકારનો ફિલ્ડર છે, તેની પાસેથી કેચ છોડવાની અપેક્ષા નથી. જોકે આ કેચ મુશ્કેલ હતો, પરંતુ બોલ કોહલીના હાથમાં આવી ગયો હતો અને તેથી તેણે કેચ લેવો જોઈતો હતો. જ્યારે જીતેશે ગ્લોવ્ઝ હોવા છતાં કેચ છોડ્યો હતો. આ મેચમાં અફઘાનિસ્તાને 20 ઓવરમાં તેની તમામ વિકેટ ગુમાવીને 172 રન બનાવ્યા હતા. ભારત સામે T20માં અફઘાનિસ્તાનનો આ સૌથી મોટો સ્કોર છે.
આ પણ વાંચો : નવીન ઉલ હકે શુભમન ગિલની ભૂલનું કર્યું પુનરાવર્તન, સાથી ખેલાડીઓને કરાવ્યા રન આઉટ