AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : એનાલોગ પનીર પર ગુજરાત સરકારનો સત્તાવાર આદેશ, કડક અમલ માટે ટાસ્ક ફોર્સની રચના

ગુજરાત સરકારે એનાલોગ પનીરના ઉત્પાદન, વેચાણ, સંગ્રહ અને પરિવહન પર સત્તાવાર પ્રતિબંધ મૂક્યો છે. આ પ્રતિબંધ એક વર્ષ સુધી અથવા FSSAI નવા ધોરણો જાહેર ન કરે ત્યાં સુધી અમલમાં રહેશે.

Breaking News : એનાલોગ પનીર પર ગુજરાત સરકારનો સત્તાવાર આદેશ, કડક અમલ માટે ટાસ્ક ફોર્સની રચના
| Updated on: Aug 06, 2026 | 8:24 PM
Share

ગુજરાત સરકારે રાજ્યમાં એનાલોગ પનીરના ઉત્પાદન, વેચાણ, સંગ્રહ અને પરિવહન પર સત્તાવાર અને તાત્કાલિક પ્રતિબંધ ફરમાવતો ગેઝેટ નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ મહત્વપૂર્ણ નિર્ણયનો હેતુ રાજ્યના નાગરિકોના સ્વાસ્થ્ય અને ખાદ્ય સુરક્ષાને સુનિશ્ચિત કરવાનો છે. આ પ્રતિબંધ એક વર્ષના સમયગાળા માટે અથવા FSSAI (ફૂડ સેફ્ટી અને સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા) દ્વારા નવા ગુણવત્તા ધોરણો જાહેર કરવામાં ન આવે ત્યાં સુધી અમલમાં રહેશે.

સરકારના નવા આદેશ મુજબ, માત્ર પનીર જ નહીં, પરંતુ એનાલોગ ચીઝ, ક્રીમ, બટર સહિતના તમામ બિન-સ્ટાન્ડર્ડ ડેરી ઉત્પાદનો પર પણ રોક લગાવવામાં આવી છે, જે અસલી દૂધમાંથી બનતા નથી. આ પ્રતિબંધનો વ્યાપક અમલ સુનિશ્ચિત કરવા માટે, આ ઉત્પાદનોના પેકેજિંગ, સંગ્રહ, પરિવહન અને વિતરણ પર પણ સંપૂર્ણપણે પાબંદી મૂકવામાં આવી છે. હોટલ, રેસ્ટોરન્ટ, કેટરર્સ અને ક્લાઉડ કિચન્સ જેવી ખાદ્ય સેવા આપતી સંસ્થાઓમાં પણ એનાલોગ પનીર અને સંબંધિત ઉત્પાદનોના ઉપયોગ પર પ્રતિબંધ ફરમાવી દેવાયો છે.

ભ્રામક જાહેરાતો અને પેકેજિંગનો ઉપયોગ

ગ્રાહકોને ગેરમાર્ગે દોરતા કોઈપણ પ્રકારના લેબલિંગ અને પેકેજિંગ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. ઘણીવાર ભેળસેળયુક્ત ઉત્પાદનોને શુદ્ધ દર્શાવવા માટે ભ્રામક જાહેરાતો અને પેકેજિંગનો ઉપયોગ થતો હોય છે, જેના પર હવે લગામ કસવામાં આવશે. આ નિયમોનું પાલન સુનિશ્ચિત કરવા અને પ્રતિબંધનો કડક અમલ કરવા માટે, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ એક વિશેષ ટાસ્ક ફોર્સની રચના કરવાની જાહેરાત કરી છે. આ ટાસ્ક ફોર્સ રાજ્યભરમાં નિયમિતપણે ચકાસણી કરશે અને નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે તાત્કાલિક કાર્યવાહી કરશે.

નિયમભંગ કરનાર વ્યક્તિઓ કે સંસ્થાઓ સામે ફૂડ સેફ્ટી અને સ્ટાન્ડર્ડ એક્ટ, 2006 હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. આ કાયદા હેઠળ ગુનાની ગંભીરતાના આધારે દંડથી લઈને અન્ય કાયદેસરની સજા સુધીની જોગવાઈઓ છે. આ પગલું સ્પષ્ટપણે દર્શાવે છે કે ગુજરાત સરકાર ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ પ્રત્યે શૂન્ય સહિષ્ણુતાનું વલણ અપનાવી રહી છે. લારી-ગલ્લાથી માંડીને મોટા ક્લાઉડ કિચન્સ સુધી, દરેક જગ્યાએ આ નિયમ સમાન રીતે લાગુ પડશે. આ નિર્ણયથી ગ્રાહકોને શુદ્ધ અને ગુણવત્તાયુક્ત ડેરી ઉત્પાદનો ઉપલબ્ધ થશે તેવી અપેક્ષા છે, જે લાંબા ગાળે જાહેર આરોગ્ય સુધારવામાં મદદરૂપ થશે.

જામનગરના રાજાપાર્ક વિસ્તારમાં રહેણાંક મકાનની છત તૂટી પડતા ત્રણ વ્યક્તિઓ ઘાયલ, જુઓ Video

Follow Us
ભાવનગર જિલ્લામાં 80% વિસ્તારમાં કપાસ અને મગફળીનું વિક્રમ જનક વાવેતર
ભાવનગર જિલ્લામાં 80% વિસ્તારમાં કપાસ અને મગફળીનું વિક્રમ જનક વાવેતર
વાલીઓનો સરકારી શાળાઓ પ્રત્યેનો વિશ્વાસ હવે દિવસેને દિવસે વધ્યો
વાલીઓનો સરકારી શાળાઓ પ્રત્યેનો વિશ્વાસ હવે દિવસેને દિવસે વધ્યો
₹120 કરોડના ટાઈડલ ડેમે વધારી ખેડૂતોની ચિંતા! 40 ફૂટ સુધી જમીન ધોવાઈ
₹120 કરોડના ટાઈડલ ડેમે વધારી ખેડૂતોની ચિંતા! 40 ફૂટ સુધી જમીન ધોવાઈ
રાજકોટમાં એનાલૉગ પનીર પર પ્રતિબંધ છતાં ઉત્પાદન ચાલુ
રાજકોટમાં એનાલૉગ પનીર પર પ્રતિબંધ છતાં ઉત્પાદન ચાલુ
સ્પેસએક્સનું અનિયંત્રિત રોકેટ ચંદ્ર સાથે અથડાયું, શુ પૃથ્વીને થશે ખતરો
સ્પેસએક્સનું અનિયંત્રિત રોકેટ ચંદ્ર સાથે અથડાયું, શુ પૃથ્વીને થશે ખતરો
બિનજરૂરી ખર્ચ વધી શકે છે, પરિવારના સભ્યોનો પૂર્ણ સહયોગ મળશે
બિનજરૂરી ખર્ચ વધી શકે છે, પરિવારના સભ્યોનો પૂર્ણ સહયોગ મળશે
ગુજરાતમાં એનાલોગ પનીર, ચીઝ અને બટર પર પ્રતિબંધ
ગુજરાતમાં એનાલોગ પનીર, ચીઝ અને બટર પર પ્રતિબંધ
અમદાવાદની શાળાઓમાં રવિવારે સ્વૈચ્છિક વર્ગોને મંજૂરી
અમદાવાદની શાળાઓમાં રવિવારે સ્વૈચ્છિક વર્ગોને મંજૂરી
વાયબ્રન્ટ ગુજરાત માટે CM ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવી જશે વિદેશ
વાયબ્રન્ટ ગુજરાત માટે CM ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવી જશે વિદેશ
કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનો ડંકો વાગ્યો : DyCM હર્ષ સંઘવી
કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનો ડંકો વાગ્યો : DyCM હર્ષ સંઘવી
g clip-path="url(#clip0_868_265)">