AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અજીત અગરકર પહેલા આ સિલેક્ટરની થશે છુટ્ટી, BCCI સિલેકશન કમિટીમાં કરશે મોટો ફેરફાર

તાજેતરના સમયમાં ટીમ ઈન્ડિયાના પ્રદર્શન અને રોહિત શર્માની નિવૃત્તિને લઈને ચાલી રહેલા વિવાદને કારણે તણાવની સ્થિતિ સર્જાઈ છે. આ કારણે પસંદગી સમિતિ અને BCCI વચ્ચે અંતર વધતું જણાઈ રહ્યું છે. એવામાં ચીફ સિલેક્ટર અજિત અગરકરનું પદ જોખમમાં હોવાના સમાચાર સામે આવ્યા છે. જોકે અગરકર પહેલા અન્ય એક સિલેક્ટરની છુટ્ટી થશે.

અજીત અગરકર પહેલા આ સિલેક્ટરની થશે છુટ્ટી, BCCI સિલેકશન કમિટીમાં કરશે મોટો ફેરફાર
Ajit Agarkar, Shiv Sundar DasImage Credit source: X/BCCI
| Updated on: Aug 06, 2026 | 8:04 PM
Share

ભારતીય ક્રિકેટમાં પરિવર્તનનો યુગ ચાલુ છે. કેપ્ટનશીપ અને ખેલાડીઓને લઈને ઘણા ફેરફારો થઈ ચૂક્યા છે. કોચિંગ સ્ટાફમાં પણ ફેરબદલ જોવા મળ્યો છે. હવે, હાલમાં વિવાદોમાં ઘેરાયેલી સિનિયર મેન્સ સિલેક્શન કમિટીમાં પણ કંઈક આવું જ થવાનું છે. ટીમ ઈન્ડિયાના તાજેતરના પ્રદર્શન અને રોહિત શર્માના મુદ્દે થયેલા વિવાદ બાદ ચીફ સિલેક્ટર અજીત અગરકરની ખુરશી ખતરામાં હોવાનું કહેવાય છે. પરંતુ તે પહેલા અન્ય એક સિનિયર સિલેક્ટર શિવ સુંદર દાસની કમિટીમાંથી છુટ્ટી થવાની છે.

શિવ સુંદર દાસ સિલેકશન કમિટી છોડશે

એક અહેવાલમાં જણાવાયું છે કે આગામી દિવસોમાં સિનિયર સિલેકશન કમિટીમાં ફેરફાર જોવા મળશે. આ ફેરફારનું કારણ શિવ સુંદર દાસ છે, જે ઈસ્ટ ઝોનનું પ્રતિનિધિત્વ કરે છે. શિવ સુંદર દાસને ટૂંક સમયમાં પસંદગી સમિતિમાંથી દૂર કરવામાં આવશે. જોકે, આ ટીમ ઈન્ડિયાના પ્રદર્શન કે કોઈ વિવાદને કારણે નથી, પરંતુ શિવ સુંદર દાસના કાર્યકાળના અંતને કારણે છે.

સિનિયર સિલેક્ટરનો કાર્યકાળ ફક્ત ચાર વર્ષનો

BCCI ના નિયમ અનુસાર સિનિયર સિલેક્ટરનો કાર્યકાળ ફક્ત ચાર વર્ષનો હોય છે, જેને લંબાવી શકાતો નથી. ઓડિશાનો ભૂતપૂર્વ ટેસ્ટ ક્રિકેટર શિવ સુંદર દાસ જાન્યુઆરી 2023 થી પસંદગી સમિતિમાં છે અને અગરકરની નિમણૂક પહેલા કેટલાક સમય માટે સમિતિનો સૌથી વરિષ્ઠ સભ્ય હતો. હવે, તેનો ચાર વર્ષનો કાર્યકાળ ડિસેમ્બર 2026 માં પૂર્ણ થશે, જેના કારણે તેને પદ છોડવું પડશે. પરિણામે, BCCI ટૂંક સમયમાં આ પદ ભરવા માટે અરજીઓ મંગાવી શકે છે.

ચીફ સિલેક્ટર અજિત અગરકરનું પદ જોખમમાં

શિવ સુંદર દાસને લઈને કોઈ વિવાદ નથી, પણ વાસ્તવિક મુદ્દો ચીફ સિલેક્ટર અજિત અગરકરના પદનો છે. તાજેતરના એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે ટીમ ઈન્ડિયાના તાજેતરના પ્રદર્શનને કારણે અગરકરનું પદ જોખમમાં છે. ટીમમાં કેટલાક ખેલાડીઓની પસંદગી, ઈંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન રોહિત શર્માની ODI કારકિર્દીને લઈને થયેલા વિવાદને કારણે અગરકરને હટાવી શકાય છે અને VVS લક્ષ્મણને મુખ્ય પસંદગીકાર તરીકે નિયુક્ત કરી શકાય છે. જોકે, આ બાબતે અંતિમ નિર્ણય ઓક્ટોબરમાં BCCIની વાર્ષિક સામાન્ય બેઠકમાં લેવામાં આવે તેવી શક્યતા છે.

Breaking News: ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, કેપ્ટન શુભમન ગિલ થયો ઈજાગ્રસ્ત, ટેસ્ટ શ્રેણી પહેલા વધ્યું ટેન્શન

Follow Us
કલાકો લાઈનમાં ઉભા રહ્યા બાદ ખંભાળિયાના ખેડૂતોને ઘાસચારો ન મળતા રોષ
કલાકો લાઈનમાં ઉભા રહ્યા બાદ ખંભાળિયાના ખેડૂતોને ઘાસચારો ન મળતા રોષ
વાવ-થરાદ: કેનાલમાં પાણી છોડવાની માગ સાથે ખેડૂતોએ આપ્યુ આવેદનપત્ર
વાવ-થરાદ: કેનાલમાં પાણી છોડવાની માગ સાથે ખેડૂતોએ આપ્યુ આવેદનપત્ર
વંથલીના ખોરાસામાં ભવ્ય રીતે ઉજવાયો લઠ ઉત્સવ- જુઓ Video
વંથલીના ખોરાસામાં ભવ્ય રીતે ઉજવાયો લઠ ઉત્સવ- જુઓ Video
મા ની શોધમાં ભટકતું બચ્ચું! વાયરલ થયેલા વિડીયોએ લાખો લોકોને રોવડાવ્યા
મા ની શોધમાં ભટકતું બચ્ચું! વાયરલ થયેલા વિડીયોએ લાખો લોકોને રોવડાવ્યા
ST બસ સ્ટેન્ડ હત્યા કેસમાં ‘ખાટકી’ની સાન ઠેકાણે!
ST બસ સ્ટેન્ડ હત્યા કેસમાં ‘ખાટકી’ની સાન ઠેકાણે!
અમદાવાદના વસ્ત્રાલમાં જર્મન શેફર્ડે પાડોશી મહિલાને ભર્યું બચકું
અમદાવાદના વસ્ત્રાલમાં જર્મન શેફર્ડે પાડોશી મહિલાને ભર્યું બચકું
યુવકે ખોલી પીઠ ખંજવાળવાની દુકાન, મહિને કમાય છે ₹14 લાખ
યુવકે ખોલી પીઠ ખંજવાળવાની દુકાન, મહિને કમાય છે ₹14 લાખ
સુરતમાં જન્માષ્ટમીના દિવસે 30 જુગારીઓ સહિત 75,000નો મુદ્દામાલ કબજે !
સુરતમાં જન્માષ્ટમીના દિવસે 30 જુગારીઓ સહિત 75,000નો મુદ્દામાલ કબજે !
ગુજરાતમાં આગામી 7 દિવસ ભારે વરસાદની શક્યતા નહિવત
ગુજરાતમાં આગામી 7 દિવસ ભારે વરસાદની શક્યતા નહિવત
આજનું રાશિફળ: નવા સોદા, પૈસા અને કરિયરમાં પ્રગતિના સંકેત
આજનું રાશિફળ: નવા સોદા, પૈસા અને કરિયરમાં પ્રગતિના સંકેત
g clip-path="url(#clip0_868_265)">